Corona Update: દેશમાં કોરોનાની સુનામીથી તમામ રેકોર્ડ તૂટ્યા, 24 કલાકમાં 1.84 લાખથી વધુ કેસ, 1027ના મોત

ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) નો કેર સતત વધી રહ્યો છે. રોજેરોજ ડરામણા આંકડા સામે આવી રહ્યા છે. સ્થિતિ કાબૂ બહાર જણાઈ રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 1.84 લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે 1027 લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલયે એવા 10 રાજ્યોની યાદી બહાર પાડી છે જ્યાં ઝડપથી નવા કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. 

Corona Update: દેશમાં કોરોનાની સુનામીથી તમામ રેકોર્ડ તૂટ્યા, 24 કલાકમાં 1.84 લાખથી વધુ કેસ, 1027ના મોત

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) નો કેર સતત વધી રહ્યો છે. રોજેરોજ ડરામણા આંકડા સામે આવી રહ્યા છે. સ્થિતિ કાબૂ બહાર જણાઈ રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 1.84 લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે 1027 લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલયે એવા 10 રાજ્યોની યાદી બહાર પાડી છે જ્યાં ઝડપથી નવા કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. 

છેલ્લા 24 કલાકમાં 1,84,372 નવા દર્દીઓ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,84,372 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1,38,73,825 પર પહોંચી ગઈ છે. જેમાંથી 1,23,36,036 લોકો રિકવર થયા છે અને 13,65,704 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 1027 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,72,085 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 11,11,79,578 લોકોને રસી આપવામાં આવી છે. 

Total cases: 1,38,73,825
Total recoveries: 1,23,36,036
Active cases: 13,65,704
Death toll: 1,72,085

Total vaccination: 11,11,79,578 pic.twitter.com/8fiNUNDp6W

— ANI (@ANI) April 14, 2021

આ 10 રાજ્યોમાં કોવિડના કેસમાં સૌથી વધુ વધારો
દેશમાં એક જ દિવસમાં સામે આવી રહેલા કોવિડ કેસ મામલે 80.8 ટકા કેસ આ 10 રાજ્યોમાંથી આવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને કેરળમાં દૈનિક કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 

મહારાષ્ટ્રમાં સ્થિતિ સૌથી ખરાબ
મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના વાયરસના 60,212 નવા કેસ નોંધાયા હતા અને 281 લોકોના મોત થયા. સ્થિતિ જોતા રાજ્ય સરકારે 14 એપ્રિલ રાતે 8 વાગયાથી 15 દિવસ માટે રાજ્યવ્યાપી 'કર્ફ્યૂ' લગાવવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે રાજ્યમાં હવે સંક્રમિત લોકોની સંખ્યા વધીને 3519208 થઈ ગઈ છે. જ્યારે કુલ  58,526 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. 

દિલ્હીમાં પણ સ્થિતિ વણસી
દિલ્હીમાં મંગળવારે કોરોનાના 13468 નવા કેસ નોંધાયા. જ્યારે 81 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા. આ આંકડા બાદ હવે દિલ્હી દેશનું સૌથી વધુ પ્રભાવિત શહેર બની ગયું છે. અત્યાર સુધીમાં મુંબઈ સૌથી વધુ એક જ દિવસમાં 9986 કેસ સાથે આગળ હતું. ત્યારબાદ બેંગ્લુરુ 6387, ચેન્નાઈ 2105 જ્યારે કોલકાતામાં 1271 છે. 

ઉત્તર પ્રદેશમાં કોરોનાએ કેર મચાવ્યો
યુપીમાં પણ સ્થિતિ ખરાબ છે. રાજ્યમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 18021 નવા કેસ  સામે આવ્યા છે. જ્યારે 81 લોકોના મોત થયા છે. લખનઉમાં સૌથી વધુ 5382 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત પ્રયાગરાજમાં 1856, વારાણસીમાં 1404, કાનપુરમાં 1271, ગોરખપુરમાં 602 કેસ સામે આવ્યા છે. 

છત્તીસગઢમાં રેકોર્ડબ્રેક કેસ
છત્તીસગઢમાં છેલ્લા 24 કલાકમાં 15121 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હવે સંક્રમિતોની સંખ્યા કુલ  4,71,994 થઈ ગઈ છે. પહેલીવાર એવું બન્યું છે કે રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ 5184 લોકોના મોત થયા છે. 

કર્ણાટકમાં 8778 નવા કેસ
કર્ણાટકમાં મંગળવારે 8778 નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે 67 લોકોએ એક જ દિવસમાં કોરોનાથી જીવ ગુમાવ્યા છે. કર્ણાટકમાં ફેબ્રુઆરીના મધ્યમાં દૈનિક 404 ની આસપાસ કેસ આવતા હતા જે હવે વધીને 7000 ઉપર થઈ ગયા છે. 

તમિલનાડુમાં પણ પ્રકોપ
તમિલનાડુ પણ કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત રાજ્ય છે. રાજ્યમાં મંગળવારે નવા 6984 કેસ નોંધાયા. જ્યારે 18 લોકોના મોત થયા. તમિલનાડુમાં અત્યાર સુધીમાં કોરોનાના 947129 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 12945 લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યા છે. 

મધ્ય પ્રદેશમાં અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા
મધ્ય પ્રદેશમાં મંગળવારે કોરોના સંક્રમણના 8998 નવા કેસ સામે આવ્યાં. આ સાથે જ હવે પ્રદેશમાં કોરોનાથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા 3,53,632 થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આ બીમારીથી 40 લોકોના મોત થયા છે. 

ગુજરાતમાં પણ સ્થિતિ વણસી, 6690 નવા કેસ
ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. મંગળવારે અત્યાર સુધીના સૌથી વધુ 6690 દૈનિક કેસ નોંધાયા. આ સાથે જ સંક્રમણના કુલ કેસ વધીને 360206 થઈ ગયા છે. રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાથી 67 લોકોના મોત થયા. રાજ્યમાં કોરાનાથી કુલ મૃત્યુનો આંકડો 4922 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નવા 2251 કેસ નોંધાયા જે ચિંતાજનક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news