Scientists એ તૈયાર કરી અનોખી Microchip, જાણો કોરોનાને હરાવવામાં કેવી રીતે કરશે મદદ

 Microchip: અદ્રશ્ય કોરોના વાયરસને હરાવવા માટે આખી દુનિયા જંગ લડી રહી છે. આ જંગમાં વાયરસને પછાડવા માટે હવે દુનિયાને એક નવું હથિયાર મળ્યું છે. ખાસ જાણો તેના વિશે 

Updated By: Apr 13, 2021, 08:44 AM IST
Scientists એ તૈયાર કરી અનોખી Microchip, જાણો કોરોનાને હરાવવામાં કેવી રીતે કરશે મદદ
ફાઈલ ફોટો

વોશિંગ્ટન: પેન્ટાગનના વૈજ્ઞાનિકોએ એક એવી માઈક્રોચિપ ( Microchip) બનાવી છે જે કોરોના (Corona) ના લક્ષણો દેખાતા પહેલા જ તેની ભાળ મેળવી લેશે. કહેવાનો અર્થ એ છે કે આ ચિપ સંબંધિત વ્યક્તિને પહેલેથી જ અલર્ટ કરી દેશે કે તે કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. આ ચિપને ત્વચાની અંદર ફીટ કરવામાં આવશે. ત્યારબાદ તે વાયરસને ભાળ મેળવવામાં અને કોરોના સંક્રમણને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવશે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ માઈક્રોચિપના કારણે કોરોના વાયરસના વધતા પ્રકોપને કંટ્રોલમાં કરી શકાય છે. 

Tissue-like Gel જેવું ડિવાઈસ
કોરોના (Corona Virus) ના સૌથી મહત્વના લક્ષણો છે ઉધરસ, તાવ અને સ્વાદ તથા ગંધનું ગાયબ થઈ જવું. પરંતુ આ ઉપરાંત માથાનો દુખાવો અને થાક જેવા લક્ષણો પણ કોરોનાના હોઈ શકે છે. અનેક લોકોને તો કોઈ પણ લક્ષણ દેખાયા વગર જ કોરોના થઈ જાય છે. ધ સનના રિપોર્ટ મુજબ અમેરિકાની ડિફેન્સ એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી  (DARPA) નો દાવો છે કે આ ડિવાઈસ લોકોને અજાણતા વાયરસ ફેલાવતા રોકે છે. અમેરિકી સેનાના સંક્રામક રોગ ચિકિત્સક મેટ હેપબર્ન (Matt Hepburn) એ કહ્યું કે આ ડિવાઈસ ટિશ્યુ જેવી જેલ(Tissue-like Gel) છે. જે શરીરમાં ફીટ કરાયા બાદ તમના બ્લડને સતત ટેસ્ટ કરતી રહેશે. 

Chemical Reactions વિશે જણાવશે
મેટ હેપબર્ને જણાવ્યું કે આ ચિપ સંબંધિત વ્યક્તિને અલર્ટ કરશે કે તેના શરીરની અંદર રાસાયણિક પ્રતિક્રિયાઓ ચાલી રહી છે અને કાલ સુધીમાં તેમાં કોવિડના લક્ષણો જોવા મળશે. આવામાં વ્યક્તિને કોરોનાથી બચવા માટે પૂરતો સમય મળશે. તેમણે કહ્યું કે દુનિયામાં આ રીતનો આ પહેલો ડિવાઈસ હશે જે કોરોના થતા પહેલા જ ભાળ મેળવી લેશે. હાલના સમયમાં લોકડાઉન કે નાઈટ કર્ફ્યૂ જેવા ઉપાયોથી કોરોના વાયરસને નિયંત્રિત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ આ માઈક્રોચિપ સૌથી વધુ કારગર સાબિત થઈ શકશે. 

એક વધુ ડિવાઈસ પણ બનાવ્યો
હેપબર્ને એક વધુ ડિવાઈસ અંગે પણ જણાવ્યું જે ડાયાલિસિસ મશીનમાં લગાવ્યા બાદ વાયરસને લોહીમાંથી કાઢવામાં સક્ષમ રહેશે. આ ડિવાઈસનો ઉપયોગ હાલમાં જ એક દર્દી પર કરવામાં આવ્યો જેને સેપ્ટિક શોક અને ઓર્ગન ફેલિયરનાકરાણે આઈસીયુમાં શિફ્ટ કરાયો હતો. અમેરિકાના FDA એ ઈમરજન્સી ઉપયોગ માટે આ ડિવાઈસને મંજૂરી આપેલી છે અને અત્યાર સુધીમાં તેનો ઉપયોગ 300 દર્દીઓની સારવારમાં થઈ ચૂક્યો છે. જો કે માઈક્રોચીપ અંગે FDA એ હજુ સુધી કોઈ ગાઈડલાઈન બહાર પાડી નથી. પરંતુ એવું મનાય છે કે જલદી તેના ઉપયોગની પણ મંજૂરી મળી શકે છે. 

Viral Video: આ વીડિયો જોઈને આખો દેશ સ્તબ્ધ, કોરોના દર્દીને લાકડીથી માર મારી અધમૂઓ કરી નાખ્યો

Corona in Kids: કોરોનાનો નવો સ્ટ્રેન બાળકો માટે વધુ ઘાતક છે? વિગતવાર માહિતી જાણો

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube