Lockdown માં નોકરી ગઈ તો પતિ બની ગયો જિગોલો!, લેપટોપમાં નગ્ન PHOTOS જોતા પત્નીએ લીધુ આ પગલું

1/6
image

બેંગ્લુરુમાં એક મહિલાને જ્યારે ખબર પડી કે તેના પતિએ એસ્કોર્ટ તરીકે કામ કરવાનું શરૂ કરી દીધુ છે તો તેણે તેના પતિને ડિવોર્સ આપવાની અરજી કરી નાખી. તેનો પતિ શહેરમાં જિગોલો તરીકે ઓળખાતો હતો. લોકડાઉનના કારણે બીપીઓની નોકરી ગુમાવ્યા બાદ પતિએ આ વ્યવસાયમાં ડગ માંડ્યા હતા. જિગોલોનો અર્થ થાય છે પુરુષ એસ્કોર્ટ અથવા તો કોલ બોય, જેમ કોલ ગર્લ હોય છે તે રીતે.  (તસવીરો- તમામ સાંકેતિક તસવીરો)

2/6
image

વાત જાણે એમ છે કે 24 વર્ષની મહિલાની મુલાકાત જોબ દરમિયાન આ વ્યક્તિ સાથે થઈ અને થોડા સમય પછી 2017ના મધ્યમાં બીપીઓની ઓફિસ કેન્ટીનમાં લગ્ન કરી લીધા. કોવિડ-19ના કારણે જ્યારે લોકડાઉન લાગુ કરાયું તો અનેક લોકોની જેમ તેના 27 વર્ષના પતિએ પણ નોકરી ગુમાવી અને કામની શોધ શરૂ કરી.   

3/6
image

થોડા સમય બાદ પત્નીને પતિનો વ્યવહાર અસામાન્ય જોવા મળ્યો. પતિ બસ લેપટોપ અને ફોનમાં જ વ્યસ્ત રહેતો હતો. પતિએ એવી એવી જગ્યાઓ પર જવા લાગ્યો કે જેના વિશે તે પત્નીને કશું જ સ્પષ્ટપણે બતાવતો નહતો. 

4/6
image

નવેમ્બરના મધ્યમાં જ્યારે પત્નીને આ બધી વસ્તુઓ શંકાસ્પદ લાગી તો તેણે ભાઈની મદદ લીધી. ભાઈએ પતિનું લેપટોપ ખોલ્યું તો તેમાં એક સીક્રેટ ફોલ્ડર જોવા મળ્યું. જેમાં પતિની અનેક નગ્ન તસવીરો હતી અને તેની પાસે અર્ધ નગ્ન મહિલાઓની સેલ્ફી પણ હતી. 

5/6
image

ત્યારે ખબર પડી કે તેનો પતિ એક પુરુષ એસ્કોર્ટ તરીકે 3000  રૂપિયાથી લઈને 5000 રૂપિયા પ્રતિ કલાક પ્રમાણે કામ કરતો હતો અને શહેરમાં તેના અનેક ગ્રાહક પણ હતા. પહેલા તો પતિએ આ વાતનો ઈન્કાર કરી દીધો કે તે જિગોલો છે. પરંતુ જ્યારે પત્નીએ પોતાના મિત્રોની મદદથી મલ્લેશ્વરમ પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પલાઈન પર પહોંચી તો પતિએ આખરે સ્વીકારી લીધુ કે તે જિગોલો બની ગયો છે.   

6/6
image

પતિ હવે આ કામ છોડવા માટે તૈયાર હતો અને યોગ્ય રીતે કામ કરવા લાગ્યો હતો પરંતુ પત્ની એ વાત પર અડી હતી કે તે તેને છોડવા માંગે છે. દંપત્તિએ હવે શહેરની કોર્ટમાં પરસ્પર સહમતિથી ડિવોર્સની અરજી દાખલ કરી છે.