નવી દિલ્હી: આજથી સંસદના બજેટ સત્ર (Budget Session 2021) ની શરૂઆત થઈ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી બજેટ સત્રની શરૂઆત થઈ. પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) કહ્યું કે તિરંગા અને ગણતંત્ર દિવસ જેવા પવિત્ર દિવસનું અપમાન ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે. જે બંધારણ આપણને અભિવ્યક્તિની આઝાદીનો અધિકાર આપે છે, તે બંધારણ આપણને શિખવાડે છે કે કાયદો અને નિયમનું પણ એટલી જ ગંભીરતાથી પાલન કરવું જોઈએ. આ અગાઉ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સંસદ પરિસરમાં મીડિયાને સંબોધન કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીના ધરણા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદોએ સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમાની સામે કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કર્યું. 


નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું. GDP ગ્રોથ 11% રહેવાનું અનુમાન કરવામા આવ્યું છે. 


રાષ્ટ્રપતિનું અભિભાષણ
બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (ના અભિભાષણથી થઈ. અભિભાષણની શરૂઆતમાં રાષ્ટ્રપતિએ કોરોના મહામારીના સમયમાં થઈ રહેલા આ સત્રને મહત્વપૂર્ણ ગણાવ્યું. તેમણે કહ્યું કે નવા દાયકા અને નવા વર્ષનું પહેલું સત્ર છે. આ સાથે આપણે ભારતની આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે પડકાર ગમે તેટલો મોટો કેમ ન હોય, અમે ઝૂકીશું નહી. 


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) કહ્યું કે મહામારી વિરુદ્ધની આ લડતમાં આપણે અનેક  દેશવાસીઓને અકાળે ગુમાવ્યા પણ છે. આપણા બધાના પ્રિય અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન પણ કોરોના કાળમાં થયું. સંસદના 6 સભ્ય પણ કોરોનાના કારણે કસમયે આપણને છોડીને જતા રહ્યા. હું તમામ પ્રત્યે વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. તેમણે વધુમાં કહ્યું કે સરકારે લગભગ 31 હજાર કરોડ રૂપિયા ગરીબ મહિલાઓના જનધન ખાતામાં સીધા ટ્રાન્સફર કર્યા. દેશભરમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થી ગરીબ મહિલાઓને 14 કરોડથી વધુ મફત ગેસ સિલિન્ડર પણ મળ્યા. 


PM Narendra Modi) એ કહ્યું કે આ દાયકાના પહેલા સત્રની શરૂઆત થઈ રહી છે. ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે આ દાયકો ખુબ મહત્વપૂર્ણ છે. આથી પ્રારંભથી જ આઝાદીના દીવાનાઓએ જે સપના જોયા હતા તે સપનાને પૂરા કરવાની તક દેશ પાસે આવી છે. 


વિપક્ષી પાર્ટીઓએ રાષ્ટ્રપતિના અભિભાષણના વિરોધની કરી છે જાહેરાત
આ વખતનું બજેટ સત્ર હંગામેદાર હોઈ શકે છે. કારણ કે સત્ર શરૂ થતા પહેલા જ 17 વિપક્ષી દળોએ જાહેરાત કરી છે કે તેઓ સંસદના બંને સદનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણનો બહિષ્કાર કરશે.  Budget  સત્ર રાષ્ટ્રપતિના અભિભાષણથી શરૂ થાય છે. વિપક્ષી દળોએ આ જાહેરાત કેન્દ્ર દ્વારા પાસ કરાયેલા 3 કૃષિ કાયદાના વિરોધમાં કરી છે.


Farmers Protest: રાકેશ ટિકૈતને મળવા માટે પહોંચ્યા જયંત ચૌધરી, Ghazipur Border બંધ


Farmers Protest: અચાનક કેમ બદલાઈ ગયા ટિકૈતના સૂર? રડી પડ્યા, આજે મુઝફ્ફરનગરમાં મહાપંચાયત


રજુ થશે આર્થિક સર્વેક્ષણ
આર્થિક સર્વેક્ષણ દેશની અર્થવ્યવસ્થાનો વાર્ષિક સત્તાવાર અહેવાલ છે. આ અહેવાલને બજેટ સત્રમાં સંસદના બંને ગૃહમાં રજૂ કરવામાં આવે છે. આર્થિક સર્વેક્ષણમાં દેશના આર્થિક વિકાસનું અનુમાન કરાય છે.આર્થિક સર્વેક્ષણમાં એ વાતનો પણ અંદાજો આવે છે કે આગામી વર્ષમાં અર્થવ્યવસ્થા ગતિ પકડશે કે તે ધીમી રહેશે. સર્વેક્ષણના આધાર પર જ સરકાર બજેટ રજૂ કરતી હોય છે. આર્થિક સર્વેક્ષણમાં મુખ્ય આર્થિક સલાહકારનો મત સામેલ હોય છે પરંતું તે જરૂરી નથી કે આર્થિક સર્વેક્ષણની વાતો બજેટમાં સમાવિષ્ટ હોય. સર્વેક્ષણના આધાર પર જ સરકાર દ્વારા બજેટમાં એલાન કરવામાં આવે છે. જોકે આ ભલામણોને માનવા માટે સરકાર કાનુની રીતે બાધ્ય નથી હોતી. 


કોરોનાની દેશના અર્થતંત્ર પર ઘણી અસર પડી છે. સર્વેક્ષણથી તે અનુમાન લગાવવામાં આવી શકશે કે કોરોના પ્રેરિત મંદીના કારણે ભારતીય અર્થવ્યવસ્થાને કેટલું નુંકસાન થયું છે. સર્વેક્ષણમાં વર્તમાન આર્થિક સ્થિતિ પર વિચાર કરવા અને સમાધાનોની રજૂ કરવાની અપેક્ષા કરવામાં આવી છે, જે દેશને 5 ટ્રિલિયન ડોલર લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરશે. લોકોનું માનવું છે કે, આર્થિક સર્વેક્ષણના આધાર પર બજેટ તૈયાર થાય છે પરંતુ વાસ્તવમાં આર્થિક સર્વેક્ષણ બજેટનો મુખ્ય આધાર છે. તેમાં પ્રધાનમંત્રીના મુખ્ય આર્થિક સલાહકારનો મત સામેલ હોય છે. એવું જરૂરી નથી કે આર્થિક સર્વેક્ષણની વાતો બજેટમાં હોય. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube