નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્ર સરકારે તેને કોવિડ 19ની બીજી લહેર ગણાવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 81 હજારથી વધુ કેસ નોંધાયા છે.  આ બધા વચ્ચે છત્તીસગઢમાં કોરોના વાયરસના વધતા સંક્રમણ અંગે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દૈનિક ભાસ્કરના રિપોર્ટ મુજબ કોરોના વાયરસે મ્યૂટેટ થઈને સ્વરૂપ બદલી લીધુ છે. અત્યાર સુધીમાં 5 સેમ્પલ્સમાં કોરોનાના નવા વેરિએન્ટ (New Coronavirus Variant) ની પુષ્ટિ થઈ ચૂકી છે. જો કે આ અસર અંગે ડોક્ટરોને હજુ કોઈ જાણકારી નથી. એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે આ નવો વેરિએન્ટ શરીરની ઈમ્યુનિટી સિસ્ટમને નબળી કરવામાં સક્ષમ છે. જેને N-440 નામ અપાયું છે. પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવે પણ જણાવ્યું કે કેન્દ્ર સરકારે તાજેતરમાં છત્તીસગઢના 5 સેમ્પલ્સમાં N-440 નામના નવા વેરિએન્ટ (New Coronavirus Variant) ની હાજરી અંગે રિપોર્ટ આપ્યો હતો. પરંતુ તે એટલો  ઘાતક નથી. પ્રદેશમાં અત્યાર સુધીમાં બ્રિટિશ વેરિએન્ટ, સાઉથ આફ્રિકન વેરિએન્ટ અને બ્રાઝિલિયન વેરિએન્ટનો એક પણ કેસ સામે આવ્યો નથી. 


કોરોનાના 81 હજારથી વધુ નવા કેસ
અત્રે જણાવવાનું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાંથી કોરોનાના નવા 81,466 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,23,03,131 પર પહોંચ્યો છે. જેમાંથી 1,15,25,039 લોકો રિકવર થયા છે જ્યારે 6,14,696 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 469 લોકોના કોરોનાથી મૃત્યુ નોંધાયા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,63,396 પર પહોંચી ગયો છે. દેશમાં રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 6,87,89,138 લોકોને રસી અપાઈ છે. 


આ બાજુ છત્તીસગઢની વાત કરીએ તો રાજ્યમાં નવા 4563 કેસ નોંધાયા છે. જ્યારે 39 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 4170 થઈ છે. 


Corona Update: આ વર્ષનો સૌથી મોટો 'કોરોના વિસ્ફોટ', આંકડો જાણીને સ્તબ્ધ થશો, મુંબઈમાં પૂર્ણ લોકડાઉન પર આજે નિર્ણય


Corona: કોરોનાની ભયંકર થપાટ, મુંબઈ-અમદાવાદ વચ્ચેની આ ટ્રેન થઈ બંધ


Corona Vaccination: કોરોના રસીકરણ પર સરકારે લીધો મોટો નિર્ણય


આ દેશે ભારતની સ્વદેશી રસી લેવાની ના પાડી દીધી, જાણો શું છે કારણ 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube