આ દેશે ભારતની સ્વદેશી રસી લેવાની ના પાડી દીધી, જાણો શું છે કારણ 

ગત મહિને ભારતીય દવા નિર્માતાની રસીના 2 કરોડ ડોઝ ખરીદવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ભારત બાયોટેકે 8 માર્ચના રોજ બ્રાઝિલમાં રસીના ઈમરજન્સી ઉપયોગ માટે અરજી કરી હતી. 

આ દેશે ભારતની સ્વદેશી રસી લેવાની ના પાડી દીધી, જાણો શું છે કારણ 

નવી દિલ્હી: બ્રાઝિલ (Brazil) ના સ્વાસ્થ્ય નિયામકે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક (Bharat Biotech) ની કોરોના રસી covaxin ની આયાતને મંજૂરી આપવાની ના પાડી દીધી છે. બ્રાઝિલે આ નિર્ણય જીએમપી (ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ) નિયમોનો ભંગ કરવાના કારણે લીધો છે. 

બ્રાઝિલે આપ્યો હતો 2 કરોડ ડોઝનો ઓર્ડર
બ્રાઝિલની સરકારે ગત મહિને ભારતીય દવા નિર્માતાની રસીના 2 કરોડ ડોઝ ખરીદવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ભારત બાયોટેકે 8 માર્ચના રોજ બ્રાઝિલમાં રસીના ઈમરજન્સી ઉપયોગ માટે અરજી કરી હતી. 

ભારત બાયોટેકનું રિએક્શન
બ્રાઝિલની સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા ગેઝેટમાં કહેવાયું છે કે રસી નિર્માણ માટે ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસનું પાલન કરાયું નથી. જેના કારણે કોવેક્સિનને આયાતની મંજૂરી અપાઈ નથી. જેના પર રસી નિર્માતા ભારત બાયોટેકનું કહેવું છે કે આ મુદ્દે બ્રાઝિલ સાથે ચર્ચા ચાલુ છે. કંપનીએ કહ્યું કે તપાસ દરમિયાન દર્શાવવામાં આવેલી જરૂરિયાતોને પૂરી કરવામાં આવશે. 

ભારત સહિત 5 દેશોમાં કોવેક્સિન (covaxin) ને મંજૂરી
આ સાથે જ ભારત બાયોટેક અને બ્રાઝિલમાં તેની સહયોગી કંપની પ્રિસિસા મેડિકામેન્ટોસે એક નિવેદન બહાર પાડ્યું છે. કંપનીએ જણાવ્યું કે બ્રાઝિલના હેલ્થ રેગ્યુલેરટર (સ્વાસ્થ્ય નિયામક)ના આ નિર્ણયને અમે પુરાવા તરીકે રજુ કરીશું. કોવેક્સિન માટે કંપની દરેક નિયમનું પાલન કરે છે અને તેના ઉપયોગ માટે ભારત સહિત પાંચ દેશોમાં મંજૂરી મળેલી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news