નવી દિલ્હી: ભારતની અંદર ચીની નાગરિકોએ એક એવી સાઇબર આર્મી તૈયાર કરી લીધી છે જે તમારા ઘરની અંદર સુધી પહોંચી ચૂકી છે. તે ના ફક્ત તમારા મોબાઇલનો ડેટા ચોરી (Mobile Data Hack) શકે છે. પરંતુ તમારી મોટી કમાણીને પણ લૂંટવા માંગે છે. એટલા માટે તમને સાવધાન કરવા અમારો ધર્મ છે કે ક્યારેય પણ જલદી પૈસા કમાવવાના ચક્કરમાં કોઇ એપને ડાઉનલોડ કરશો નહી.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી મોટા કાવતરાનો ખુલાસો
કોરોના વાયરસ (Coronavirus) ને ચીનની દેન ગણવવામાં આવે છે. જ્યારે ભારત સહિત દુનિયાભરના ઘણા દેશ આ મહામારી સામે ઝઝૂમી રહ્યા હતા. ત્યાં લોકડાઉન લાગેલું હતું. બજાર, ઓફિસ બંધ હતા. તે દરમિયાન પણ કેટલાક ચીની ભારતના લોકોને છેતરવાની ચાલ ચાલી રહ્યા હતા. આ શાતિર ચીનીઓએ ઘરોમાં બંધ લોકોને ઠગવાની અનોખી રીત શોધી કાઢી. ચીનમાં બેઠા બેઠા 5 થી 6 ચીની નાગરિકોએ પાવર બેંક, લાઇટનિંગ પાવર બેંક, સન ફેક્ટરી, ઇઝી પ્લાન, પોકેટ વોલેટ નામની પાંચી ચીની એપ બનાવી, અને તેને યૂટ્યૂબ ચેનલ, ટેલીગ્રામ ચેનલ વડે ડાઉનલોડ કરી તેમાં કેટલાક પૈસા રોકાણ કરી 24 દિવસમાં બમણા પૈસા કમાવવાની લાલચ આપી. પોતાના કાવતરાને અંજામ આપવા માટે આ લોકોએ એકદમ શાતિર રીતે પોતાના ઇરાદાઓને પુરા કરવા માટે દેશના જ લોકોનો ઉપયોગ કર્યો. 

દેવું ઉતારવા અને સફળતા મેળવવા માટે અજમાવો આ ટોટકા, બદલાઇ જશે કિસ્મત


સોશિયલ મીડિયા પર પોપ્યુલર થઇ ચૂકી હતી એપ
દિલ્હી સાઇબર સેલના ડીસીપી અનિયેશ રોયના જણાવ્યા અનુસાર 'અમને સોશિયલ મીડિયા પર પોપુલર થયેલી કેટલીક એપ પર શંકા ગઇ. જ્યારે તેમની જાણકારી કાઢી તો આશ્વર્યજનક ખુલાસો થયો. ત્યારબાદ આ એપ સાથે સંબંધ ધરાવનારની ધરપકડ કરી લીધી. આ બધી જાણકારી ચાઇનીઝ નાગરિકોના કહેવા પર કામ કરી રહ્યા હતા. એકાઉન્ટ ખોલાવી રહ્યા હતા અને તેના કસ્ટોડિયલ બનીને આ પ્રકારની ગતિવિધિઓ કરી રહ્યા હતા. સાઇબર સેલને કેટલાક એવા લોકો વિશે પણ ખબર પડી જે તેની સાથે ડાયરેક્ટ જાણતા ન હતા તો તેનાથી યૂટ્યૂબ અને ટેલીગ્રામ ચેનલ દ્વારા તેમના સંપર્કમાં આવ્યા અને તેમને આ લોકોએ આ કામ માટે દેશના અલગ-અલગ ખૂણામાં ભરતી કર્યા.  


150 કરોડથી વધુ ઠગેલા પૈસા વિદેશ મોકલ્યા
 અત્યાર સુધી તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે ચીની એપ દ્વારા 150 કરોડથી વધુ છેતરપિંડીને અંજામ આપ્યા બાદ પૈસાને વિદેશ મો કલવામાં આવી રહ્યા હતા. પોલીસે અત્યાર સુધી ફક્ત છેતરપિંડીનો શિકાર થયેલા 2 પેમેન્ટ ગેટવે વડે 5 લાખ લોકોને શોધી કાઢ્યા છે. જ્યારે અત્યાર યૂપીઆઇ દ્વારા મોકલવામાં આવેલા પૈસાની ડિટેલ આવવાની બાકી છે. થોડાક જ સમયમાં આ ચીની એપ કેટલી લોકપ્રિય થઇ તેનો અંદાજો તમને એ વાતથી લાગશે કે એકદમ ઓછા સમયમાં આ એપને 50 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી હતી. પાવર બેંક નામની આ એપ પ્લે સ્ટોરના ટોપ ફાઇવ એપમાં સામેલ થઇ ગઇ. પોલીસે પોતાની તપાસમાં જાણ્યું કે આ એપ જે ડિવાઇસમાં ડાઉનલોડ થઇ રહી હતી તેનો ડેટા ચોરી કરી રહી હતે. જેનું સર્વર બહાર હતું. પોતાની તપાસ બાદ દિલ્હી પોલીસે સાઇબર સેલને દિલ્હી એનસીઆર સહિત કેટલાક સ્થળો પર એક રેદ કરી અને 11 લોકોની ધરપકડ કરી, ધરપકડ કરવામાં આવેલા લોકોમાં 2 સીએ પણ હતા, જેમણે શેલ કંપનીઓ ખોલવામાં મદદ કરી મોટા પૈસા વસૂલવામાં આવતા હતા. 

Good News! EPFO સબ્સક્રાઇબર્સના ખાતામાં જુલાઇના અંત સુધી આવી શકે છે 8.5 ટકા વ્યાજ?


110 સેલ કંપની બનાવીને ચીનીઓને વેચી
ગુરૂગ્રામના રહેવાસી સીએ અવિક કેડિયાએ 110 સેલ કંપનીઓ બનાવીને ચીની નાગરિકોને ટ્રાંસફર કરી દીધી. તે એક કંપનીના 3 લાખ રૂપિયા લેતા હતા. જ્યરે એક ચાર્ટર્ડ એકાઉન્ટ રોનક બંસલ દિલ્હીનો હતો. ડીસીપીના આનુસાર જ્યારે અમે મની ટ્રેલને જોયું તો ખબર પડી કે તે પૈસા પેમેન્ટ ગેટવે દ્વારા ઘણી બધી સેલ કંપનીમાં જતા હતા અને કરોડો રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાં જતા હતા અને પછી મની લોડ્રીંગ દ્વારા 25 ની આસપાસ સેલ કંપનીઓ અને તેમના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવતા હતા. 


5 લાખથી વધુ લોકો બન્યા છેતરપિંડીનો શિકાર
પોલીસના જણાવ્યા અનુસાર 5 લાખથી વધુ લોકો આ એપ પર રોકાણ કર્યું જેમણે લગભગ 150 કરોડથી વધુનો ચૂનો લાગ્યો છે. પોલીસે 97 લાખ રૂપિયા કેશ કલેક્ટ કર્યા છે. પૈસા ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી વિદેશમાં મોકલવામાં આવતા હતા. પોલીસનો દાવો છે કે આ એપ લગભગ 50 લાખથી વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. એવામાં છેતરપિંડીનો શિકાર લોકોની સંખ્યા વધશે અને છેતરપિંડીની રકમ 250 થી 300 કરોડ સુધી હોઇ શકે છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube