Good News! EPFO સબ્સક્રાઇબર્સના ખાતામાં જુલાઇના અંત સુધી આવી શકે છે 8.5 ટકા વ્યાજ?

શ્રમ મંત્રાલયની મંજૂરી બાદ EPFO ના સબ્સક્રાઇબર્સ ખાતામાં આ 8.5 ટકા વ્યાજની આ રકમ જુલાઇના અંત સુધી ખબર પડી જશે. મંત્રાલય પાસેથી મંજૂરી બાદ જલદી જ ટ્રાંસફરની પ્રક્રિયાને શરૂ કરવામાં આવશે.

Good News! EPFO સબ્સક્રાઇબર્સના ખાતામાં જુલાઇના અંત સુધી આવી શકે છે 8.5 ટકા વ્યાજ?

નવી દિલ્હી: EPFO Interest: કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે EPFO (Employees' Provident Fund) ના 6 કરોડ ખાતાધારકોને આગામી મહિને જુલાઇ મહિનાના અંત સુધી ખુશખબરી મળવાની છે. સૂત્રોન હવાલેથી સમાચાર પ્રાપ્ત થયા છે કે સબ્સક્રાઇબર્સના PF એકાઉન્ટમાં જુલાઇમાં મોટી રકમ આવવાની છે, કારણ કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે નાણાકીય વર્ષ 2020-21 માટે 8.5 ટકા વ્યાજ સ્બ્સક્રાઇબર્સના એકાઉન્ટમાં ટ્રાંસફર કરવામાં આવી શકે છે, સરકારે તેને લીલી ઝંડી આપી દીધી છે.

જુલાઇના અંત સુધી આવશે 8.5 ટકા વ્યાજ
સૂત્રોના હવાલેથી ખબર પડી છે કે શ્રમ મંત્રાલયની મંજૂરી બાદ EPFO ના સબ્સક્રાઇબર્સ ખાતામાં આ 8.5 ટકા વ્યાજની આ રકમ જુલાઇના અંત સુધી ખબર પડી જશે. મંત્રાલય પાસેથી મંજૂરી બાદ જલદી જ ટ્રાંસફરની પ્રક્રિયાને શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત પહેલાં ગત નાણાકીય વર્ષ 2019-20 માં પણ KYC માં થયેલી ગરબડીના લીધે વ્યાજ મળવામાં ઘણી સબ્સક્રાઇબર્સને 8 થી 10 મહિનાના લાંબો સમય રાહ જોવી પડી હતી. દેશમાં 6.44 કરોડ લોકો PF ના દાયરામાં આવે છે.

7 વર્ષના નિચલા સ્તર પર PF વ્યાજ દર
તમને જણાવી દઇએ કે EPFO એ નાણાકીય વર્ષ 2020-21 માટે વ્યાજ દરોને ફેરફાર વિના 8.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો હતો. જોકે ગત વર્ષ 7 વર્ષના સ્તરથી નીચો વ્યાજ દર છે. તે પહેલાં નાણાકીય વર્ષ 2013 માં EPF પર વ્યાજ દર 8.5 ટકા હતી. ગત વર્ષે માર્ચમાં EPFO એ વ્યાજને રિવાઇઝ કરી હતી. આ પહેલાં નાણાકીય વર્ષ 2019 માં EPF પર 8.65 ટકા વ્યજ મળે છે. EPFO એ નાણાકીય વર્ષ 2018માં 8.55 ટકા વ્યાજ આપ્યું હતું. જોકે તેના લીધે નાણાકીય 2016 માં 8.8 ટકા હતું. તે પહેલાં નાણાકીય વર્ષ 2014 માં આ 8.75 ટકા હતો. 

બીજી વાર મળી PF એડવાન્સ ઉપાડવાની સુવિધા
આ ઉપરાંત કોરોનાની બીજી લહેરને જોતાં EPFO એ પોતાના કરોડો ખાતાધારકોને ફરી એકવાર રાહત આપી છે. EPFO એ બીજીવાર PF એડવાન્સ રકમ ઉપાડવાની ફેસિલિટી આપી દીધી છે. આ પહેલાં ગત વર્ષે માર્ચમાં EPFO એ પોતાના સબ્સક્રાઇબર્સએ આ રાહત આપી હતી તે પોતાનો PF પૈસા એડવાન્સમાં ઉપાડી શકો છો. ઉપાડવામાં આવેલી રકમ પણ નોન રિફંડેબલ છે, એટલે કે તેને પરત આપવાની જરૂર નથી. જેટલી રકમ ઉપાડશો, એટલી રકમ તેમના PF બેલેન્સમાંથી ઘટી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news