ભારતનાં કડક વલણ બાદ ચીન નમ્યું, રાજદુત બની ગયા મિયાઉ મિંદડી
સીમા વિવાદ મુદ્દે ભારતનાં આંકરા વલણ બાદ ચીન હવે ધીરે ધીરે નરમ પડી રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. બીજી તરફ ભારતમાં ચીનનાં રાજદુત સન વિંડોગે કહ્યું કે, ભારત અને ચીન (India and China) ને પ્રતિદ્વંદીઓના બદલે પાર્ટનર હોવું જોઇએ. સન વિંડોંગે આગળ જણાવ્યું કે, બંન્ને દેશોને સીમા વિવાદનો ઉકેલ વાતચીત દ્વારા લાવવો જોઇએ. તેમણે આગળ કહ્યું કે, ભારત-ચીન વચ્ચે સીમા વિવાદ પહેલાથી જ ચાલતો આવે છે. જે એક સંવેદનશીલ અને જટીલ મુદ્દો છે. આપણે સામાન્ય રીતે શાંતિપુર્ણ રીતે યોગ્ય અને તાર્કિક સમાધાન શોધવાની જરૂરિયાત છે.
નવી દિલ્હી : સીમા વિવાદ મુદ્દે ભારતનાં આંકરા વલણ બાદ ચીન હવે ધીરે ધીરે નરમ પડી રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. બીજી તરફ ભારતમાં ચીનનાં રાજદુત સન વિંડોગે કહ્યું કે, ભારત અને ચીન (India and China) ને પ્રતિદ્વંદીઓના બદલે પાર્ટનર હોવું જોઇએ. સન વિંડોંગે આગળ જણાવ્યું કે, બંન્ને દેશોને સીમા વિવાદનો ઉકેલ વાતચીત દ્વારા લાવવો જોઇએ. તેમણે આગળ કહ્યું કે, ભારત-ચીન વચ્ચે સીમા વિવાદ પહેલાથી જ ચાલતો આવે છે. જે એક સંવેદનશીલ અને જટીલ મુદ્દો છે. આપણે સામાન્ય રીતે શાંતિપુર્ણ રીતે યોગ્ય અને તાર્કિક સમાધાન શોધવાની જરૂરિયાત છે.
વિકાસ દુબે એન્કાઉન્ટર: ADG પ્રશાંતકુમારે આપી વિગતવાર માહિતી
ગલવાન વૈલીમાં સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ મુદ્દે વિંડોગે કહ્યું કે, 15 જુને ચીન ભારત સીમાની પશ્ચિમ ક્ષેત્ર ગલવાન ઘાટીમાં હિંસક ઘર્ષણ થયું. આ એક એવી ઘટના હતી જેને ન તો ચીન અને ન તો ભારત ઇચ્છતું હતું. કમાન્ડર લેવલની વાતચીતમાં થયેલી તમામ સમજુતીઓ આધારે હવે અમારી સેના પાછી હટી ચુકી છે.
ચીની રાજદુતે કહ્યું કે, ભારત અને ચીને આંતરિક સમ્માન દ્વારા વિશ્વા પેદા કરવા અને એક બીજા સાથે સમાન વ્યવહાર કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, બંન્ને પક્ષોને આંતરિક મુલ હિતો અને પ્રમુખ ચિંતાઓનો ઉકેલ લાવવા માટેની સલાહ આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બંન્ને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે ધીરે ધીરે શાંત પડી રહ્યો છે. ચીનનાં વલણમાં પણ ઘણા અંશે નરમી આવી રહી છે.
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube