જયપુર : લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનાં શરમજનક પરાજય બાદ મુખ્યમંત્રી અશોક ગહલોતે કહ્યું કે, પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટે ઓછામાં ઓછું જોધપુર સીટ પર પાર્ટીના પરાજયની જવાબદારી તો લેવી જ જોઇએ કારણ કે ત્યાં શાનદાર જીતનો તેઓ દાવો કરી રહ્યા હતા. આ સાથે જ ગહલોતે કોંગ્રેસ કાર્યસમિતીની બેઠકની વાતો મીડિયામાં લીક થવા અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે. ગહલોતનાં આ નિવેદનને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તથા નાયબ મુખ્યપ્રધાન પાયલોટની સાથે તેમની કથિત ખેંચતાણ વધવાનાં સ્વરૂપે જોવાઇ રહી છે. ગહલોતે પહેલીવાર પાયલોટ અંગે આવી વાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દારુલ ઉલુમનો નવો ફતવો: ઇદનાં દિવસે ગળે મળવું ઇસ્લામ વિરુદ્ધ, ગળે મળવાનું ટાળો !
એક ટીવી ચેનલ સાથેનીવાતચીતમાં ગહલોતને પાટલોટનાં તે નિવેદન અંગે પુછવામાં આવ્યું કે, વૈભવ ગહલોતને ટિકિટ આપવાની ભલામણ તેમણે (પાયલોટે) કરી હતી તો ગહલોતે કહ્યું કે, તેમણે (પાયલોટે) સારી વાત કહી. મીડિયામાં આશંકા પેદા થાય છે કે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તથા મુક્યમંત્રીની નથી બનતી. પરંતુ જો સચિન પાયલોટજી વાત કહે છે કે મે વૈભવ ગહલોતને જોધપુર સીટથી ટિકિટ આપવા માટે જામીન આપ્યા તો અમારા મતભેદ ક્યાં છે, આ સમજથી પર છે. 


પશ્ચિમ બંગાળ: નગર નિગમની ચૂંટણીમાં ભાજપનું 26-0થી ક્લિન સ્વિપ, TMCના સુપડા સાફ
જમ્મુ કાશ્મીર સીમાંકન સમિતીની રચના કરી શકે છે મોદી સરકાર, સીટોનું ભુગોળ બદલાશે
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં લોકસભાની 25 સીટો છે અને તમામ પર ભાજપની રાજગે જીત પ્રાપ્ત કરી છે. જોધપુર સીટ પર મુખ્યમંત્રી ગહલોતનાં પુત્ર વૈભવ ગહલોતને ભાજપ ઉમેદવાર ગજેન્દ્ર શેખાવતે 2.7 લાખ મતથી હરાવ્યા હતા. લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ નવી દિલ્હીમાં કોંગ્રેસ કાર્યસમિતીની બેઠક થઇ. મીડિયામાં આવેલા કેટલાક સમચારો અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીનાં કેટલાક નેતાઓ દ્વારા પોતાનાં પુત્રને પ્રમોટ કરવા અને તેને ટિકિટ આપવા માટે કરાયેલા દબાણ મુદ્દે રોષ વ્યક્ત કર્યો હતો. 


ભારતીય વાયુસેનાના અરૂણાચલમાં ખોવાયેલા વિમાન AN-32ની 24 કલાક બાદ પણ કોઈ ભાળ નહીં
કોંગ્રેસ વર્કિંગ કમિટીની વાત મીડિયામાં આવવા અંગે ગહલોતે કહ્યું કે, જેમણે બહાર આવીને આ વાત કરી છે તેમણે પોતાનો ધર્મ નથી નિભાવ્યો. બધાને ખબર છે કે કાર્યસમિતીની એક પવિત્રતા છે. કાર્યસમિતીમાં એવા લોકો જ આવવા જોઇએ જેમની પાસે રાજકીય વિલ હોય. તેઓ પ્રક્રિયાને ગુપ્ત રાખવાની ક્ષમતા ધરાવતા હોય. તેમ છતા પણ તમે બહાર આવીને મીડિયાને માહિતી આપશો અને સંદર્ભથી હટીને આપશો તો તે યોગ્ય કહી શકાય નહી. જેમનાં રાજનીતિક સ્વાર્થ હોય છે તેઓ જ હવા આપે છે. 


નવી મુંબઈમાં દિવાલ પર લખેલો મળ્યો આતંકીઓનો પ્લાન! હવે પોલીસ કોયડો ઉકેલી રહી છે
રાજસ્થાન કોંગ્રેસમાં જુથવાદ અંગે ગહલોતે કહ્યું કે, પ્રચારમાં કોઇ જુથવાદ નહોતો. અમે મળીને પ્રચાર કર્યો, પરંતુ કોનાં હૃદયમાં શું છે તે કોઇ કહી શકે નહી. અમે શાનદાર પ્રચાર અભિયાન ચલાવ્યું. ખુબ જ વ્યવસ્થિત ચૂંટણી લડી. જો કોઇ ચૂંટણી જીતે છે તો જીતમાં ભાગીદારી સૌ કોઇ માંગે છે તે જુની કહેવત છે પરંતુ હારે છે તો જવાબદારી કોઇ સ્વિકારવા તૈયાર થતું નથી.