અરૂણાચલમાં 6 ધારાસભ્યોએ પક્ષપલટો કરતા ભાજપથી નારાજ નીતિશ કુમાર, નવા અધ્યક્ષે પણ કર્યો હુમલો
નીતીશ કુમારે કહ્યુ, `મારી કોઈ ઈચ્છા નહતી મુખ્યમંત્રી બનવાની. મારા પર દબાણ કરવામાં આવ્યું ત્યારે મેં મુખ્યમંત્રી પદનો પદભાર ગ્રહણ કર્યો. કોઈપણ મુખ્યમંત્રી બને, ગમે તેને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવે, મને કોઈ ફેર પડતો નથી.`
પટનાઃ અરૂણાચલ પ્રદેશમાં જનતા દળ યુનાઇટેડ (JDU)ના 6 ધારાસભ્યોને ભાજપમાં સામેલ કરાવવાના મુદ્દાને લઈને મુખ્યમંત્રી નીતીશ કુમાર ભાજપથી ખુબ નારાજ છે. પટનામાં જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના બીજા દિવસે રવિવારે પાર્ટી નેતાઓને સંબોધિત કરતા નીતીશ કુમારે અરૂણાચલ સહિત ઘણા મુદ્દાને લઈને ભાજપ વિરુદ્ધ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ભાજપ પર ઇશારામાં હુમલો કરતા નીતીશ કુમારે કહ્યુ કે, અરૂણાચલ પ્રદેશમાં તેમના 7 ધારાસભ્યોમાંથી છ ધારાસભ્યોને પોતાની પાર્ટીમાં સામેલ કરી લીધા.
નીતીશ કુમારે એકવાર ફરી કહ્યુ કે, બિહાર વિધાનસભા ચૂંટણી બાદ તેમને મુખ્યમંત્રી બનવાની કોઈ લાલચ નહતી. નીતીશે કહ્યુ કે, પરિણામ બાદ તેમણે ભાજપને સ્પષ્ટ કહી દીધુ હતુ કે જનતાએ નિર્ણય આપ્યો છે, કોઈપણ મુખ્યમંત્રી બને, ઈચ્છો તો ભાજપના મુખ્યમંત્રી બનાવી શકો.
નીતીશ કુમારે કહ્યુ, 'મારી કોઈ ઈચ્છા નહતી મુખ્યમંત્રી બનવાની. મારા પર દબાણ કરવામાં આવ્યું ત્યારે મેં મુખ્યમંત્રી પદનો પદભાર ગ્રહણ કર્યો. કોઈપણ મુખ્યમંત્રી બને, ગમે તેને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવે, મને કોઈ ફેર પડતો નથી.'
આ પણ વાંચોઃ Bye Bye 2020: કોરોનાની સાથે ખગોળીય ઘટનાઓ માટે પણ યાદ રહેશે આ વર્ષ
નવા પાર્ટી અધ્યક્ષની જાહેરાત પર નીતીશ કુમારે કહ્યુ કે, સમજી વિચારીને આરસીપી સિંહને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અમે વધુમાં વધુ કામ કરીએ, તે માટે અધ્યક્ષ બનાવ્યા છે. હવે સંપૂર્ણ રીતે આરસીપી સિંહ અધ્યક્ષ પદનું કામ જોશે.
નવા અધ્યક્ષે સાધ્યુ નિશાન
તો અરૂણાચલ પ્રદેશના મુદ્દા પર જનતા દળ યુનાઇટેડના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપી સિંહે પણ ભાજપ પર નિશાન સાધ્યુ છે. આરસીપી સિંહે ભાજપ પર હુમલો કરતા કહ્યુ કે, જનતા દળ યુનાઇટેડ ક્યારેય કોઈને છેતરતી નથી, ષડયંત્ર રચતી નથી. અમે જેની સાથે રહીએ તેની સાથે ઈમાનદારીથી રહીએ છીએ.
આ પણ વાંચોઃ શિવસેના નેતા સંજય રાઉતની પત્નીને EDનું સમન્સ, PMC બેન્ક કૌભાંડ મામલે પૂછપરછ માટે બોલાવ્યા
લહ જેહાદ પર ભાજપને ઘેરી
લવ જેહાદ પર વિભિન્ન રાજ્યોમાં બની રહેલા કાયદાના મુદ્દા પર પણ નીતીશ કુમારની પાર્ટીએ ભાજપ પર હુમલો કર્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ કહ્યુ કે, વલ જેહાદને લઈને દેશમાં નફરતનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube