વર્ષ 2020માં જોવા મળી ખગોળીય ઘટનાઓ, એસ્ટરોઈડ, ધૂમકેતુઓ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણનાં સુંદર દ્રશ્યો

આ વર્ષને ફક્ત કોરોના વાયરસ અને લૉકડાઉન માટે જ નહીં, પરંતુ આકાશમાં બનનારી ઘણી ખગોળીય ઘટનાઓ માટે પણ યાદ કરવામાં આવશે. આ વર્ષે પણ અવકાશમાં ઘણી ખગોળીય ઘટનાઓ બની, જે પૃથ્વી પરથી સરળતાથી જોવા મળી હતી. આ દ્રશ્યોએ માત્ર અંતરિક્ષ પ્રેમીઓને જ નહીં, લોકોને પણ આશ્ચર્યચકિત કર્યા હતા.
 

વર્ષ 2020માં જોવા મળી ખગોળીય ઘટનાઓ, એસ્ટરોઈડ, ધૂમકેતુઓ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણનાં સુંદર દ્રશ્યો

મોનાલી કડીયા, અમદાવાદઃ આ વર્ષે, એસ્ટરોઈડ, બ્લુ મૂન, પૂર્ણ ચંદ્ર, ઉલ્કા, ધૂમકેતુ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, બુધ-મંગળ-શુક્ર-ગુરુ જેવી આકર્ષક અને સુંદર ખગોળીય ઘટનાઓ બની. આ વર્ષે બે સૂર્યગ્રહણ અને ત્રણ ચંદ્રગ્રહણ સહિત કુલ પાંચ ગ્રહણ થયા હતા. 21 જૂને જોવા મળેલ સૂર્યગ્રહણ સંપૂર્ણ ભારતમાં જોવા મળ્યું હતું.

ધૂમકેતુની ઘટના
15 જુલાઈએ ધૂમકેતુ પૃથ્વીની ખૂબ જ નજીક દેખાયો હતો. આ ધૂમકેતુ પૃથ્વીની નજીક આવવાની શરૂઆત 3 જુલાઈથી થઈ હતી. આ પ્રકારની ઘટના ફરીથી 6,400 વર્ષ પછી દેખાશે. આ ધૂમકેતુ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ ધૂમકેતુ પૃથ્વીની નજીક દેખાવવાની શરૂઆત માર્ચમાં થઈ હતી અને સૂર્યાસ્ત પછી થોડી મિનિટ સુધી આવો દુર્લભ ખગોળીય નજારો પણ જોવા મળ્યો હતો.)

Form closes at 11am ET: https://t.co/ZfVwL2nBAN

Have questions about Comet NEOWISE? Use #askNASA pic.twitter.com/lmkmaImmJc

— NASA Asteroid Watch (@AsteroidWatch) July 15, 2020

એક વર્ષમાં બે સૂર્યગ્રહણ થવાની ઘટના
આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ બહેરીનમાં જોવા મળ્યું હતું, ભારતના મુંબઇમાં પણ સવારે દસ વાગ્યે સૂર્યગ્રહણ થયું હતું પરંતુ વરસાદના કારણે ગ્રહણ સ્પષ્ટ દેખાયું ન હતું. આ સૂર્યગ્રહણ 21 જૂન, 2020ના રોજ દેખાયુ હતું. વીંટી જેવું દેખાયેલુ સૂર્યગ્રહણ ખૂબ જ વિશેષ હતું. ગ્રહણ દરમિયાન ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે આવરી નથી લેતો, જેના કારણે સૂર્યનો બાહ્ય ભાગ રિંગ જેવો દેખાય છે.

As per Nepal's BP Koirala Memorial, Planetarium Observatory and Science Museum Development Board the solar eclipse will be visible from 10:52 am to 2:32 pm today. pic.twitter.com/4peHmaoVyB

— ANI (@ANI) June 21, 2020

દિલ્હીમાં સૂર્યગ્રહણ
આ વર્ષે 5 જૂને પહેલું સૂર્યગ્રહણ દેખાયું હતું, ત્યારબાદ 21 જૂને બીજુ સૂર્યગ્રહણ થયું હતું. ભારત ઉપરાંત આ સૂર્યગ્રહણ નેપાળ, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, યુએઈ, ઇથોપિયા અને કોંગોમાં દેખાયુ હતુ. ત્યારબાદ ત્રીજુ સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરના રોજ દેખાયું હતું.)

— ANI (@ANI) June 21, 2020

— Maya Kadosh (@MayaKadosh) June 21, 2020

એસ્ટરોઈડની ઘટના
14 એપ્રિલે, પૃથ્વી પરથી એક વિશાળ એસ્ટરોઇડ પસાર થયું. એસ્ટરોઈડ પસાર થયા પછી વૈજ્ઞાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 1998 OR2 નામનું આ એસ્ટરોઇડ પૃથ્વી પરથી પસાર થવાનું હતું. જેના પગલે ચાર મહિનાથી વૈજ્ઞાનિકો આ ખગોળીય ઘટના પર નજર રાખી રહ્યા હતા. આ એસ્ટરોઈડ જો પૃથ્વી સાથે ટકરાયું હોત તો મોટી હોનારત સર્જાઈ હોત. જોકે, આ એસ્ટરોઇડ પૃથ્વીથી 40 માઈલનાં અંતરેથી પસાર થઈને ટુકડાઓમાં વિભાજીત થઈ ગયું.  ભારતીય સમય મુજબ આ ખગોળીય ઘટના બપોરે 3.30 વાગ્યે ઘટી હતી.

Farmers Protest: સિંધુ બોર્ડર પહોંચેલા કેજરીવાલે કહ્યુ- ભાજપે માનવી પડશે કિસાનોની વાત

જૂનમાં એક રાત્રે અચાનક તેજસ્વી પ્રકાશ આવ્યો, દૂરથી જોતા એવું લાગી રહ્યું હતું કે કોઈ અગનગોળો ખૂબ ઝડપે આકાશને ચીરીને આગળ વધી રહ્યો છે. જોકે, હજુ સુધી તે નક્કી નથી થઈ શક્યું કે, તે ઉલ્કા છે, ધૂમકેતુ છે અથવા કંઈક બીજો અવકાશી પદાર્થ. આ ઘટના પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં 15 જૂનની રાત્રે બની હતી. આ ઘટના બની ત્યારે રાતના એક વાગ્યા હતા. જ્યારે ભારતીય સમય મુજબ આ ખગોળીય ઘટના 16 જૂનની રાત્રે સાડા આઠ વાગ્યે બની હતી. કેટલાક અવકાશયાત્રીઓ માને છે કે તે કદાચ માનવસર્જિત અવકાશી ભંગાર હોઈ શકે, જે રોકેટ પ્રક્ષેપણથી આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news