નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્યમંત્રી પદની શપથ લીધા બાદ શિવસેના (Shivsena)પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) આજે શુક્રવારે પદભાર સંભાળશે. આજે બપોરે એક વાગે મહારાષ્ટ્ર સરકારની પહેલી કેબિનેટ બેઠક હશે જેમાં ખેડૂતોને લઇને મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. તમને જણાવી દઇએ કે ચૂંટણી પ્રચારથી માંડીને સરકાર બનાવવા સુધી શિવસેના અને એનસીપી મહારાષ્ટ્ર (Maharashtra)માં ખેડૂતોની દેવામાફીનો મુદ્દો સતત ઉઠાવતાં રહ્યા છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે પદભાર સંભાળતાં જ મહારાષ્ટ્ર (Maharashtra)ના નવા મુખ્યમંત્રી ખેડૂતોને મોટી ખુશખબરી આપી શકે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી બન્યા પછી પહેલી પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ કહ્યું કે અમારી સરકાર સામાન્ય જનતા માટે કામ કરશે. એક અથવા બે દિવસમાં ખેડૂતો માટે જાહેરાત કરવામાં આવશે. ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ કહ્યું કે 'હું અધિકારીઓને અલગથી બે દિવસમાં ખેડૂતો માટે રાજ્ય અને કેન્દ્રની યોજનાઓ વિશે પુરી જાણકારી આપવા માટે કહ્યું છે. એકવાર મને બધી માહિતી મળી જશે, તો હું તેના અનુસાર નિર્ણય લઇશ. 


(Maharashtra)ના ખેડૂતો માટે કામ કરીશું. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાક્રે પહેલી જ કેબિનેટ બેઠકમાં ખેડૂતોના દેવા માફી કરી દેશે. ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રની આમ જનતા માટે કામ કરશે. 


કોમન મિનિમમ પ્રોગ્રામ)માં ખેડૂતો, રોજગાર, શિક્ષણ, શહેરી વિકાસ, પર્યટન, કલા, સંસ્કૃતિ અને મહિલાઓના મુદ્દા પર કામ કરવાનો વાયદો કરવામાં આવ્યો છે. 


સરકારનો કોમન મિનિમમ પોગ્રામ
- દુકાળગ્રસ્ત ખેડૂતોના દેવા માફ થશે
- સ્થાનિક યુવાનોને સરકારી નોકરીમાં 80% અનામત
- રાજ્ય સરકારના તમામ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
- ઝુંપડપટ્ટીમાં રહેનારા લોકોને ફ્લેટ મફત મળશે.
- ગરીબોને 10 રૂપિયામાં ભોજન મળશે.
- ફક્ત એક રૂપિયામાં સારવારની સુવિધા
- દરેક વ્યક્તિને સ્વાસ્થ વિમા 
- મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતાનો વાયદો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube