Maharashtra: ઉદ્ધવ સરકારનો કોમન મિનિમમ પ્રોગ્રામ, ધર્મનિરપેક્ષતા પર મૂકાયો ભાર-જાણો મુખ્ય વચનો

મહારાષ્ટ્ર (Maharashtra) માં નવી બનવા જઈ રહેલી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની સરકારની શપથવિધિ પહેલા શિવસેના(Shivsena), એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે કોમન મિનિમમ પ્રોગ્રામ પર સહમતિ બની ગયેલી છે. જે હેઠળ ત્રણેય પાર્ટીઓ વચ્ચે ધર્મનિરપેક્ષતા પર સહમતિ બની છે.

Maharashtra: ઉદ્ધવ સરકારનો કોમન મિનિમમ પ્રોગ્રામ, ધર્મનિરપેક્ષતા પર મૂકાયો ભાર-જાણો મુખ્ય વચનો

મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra) માં નવી બનવા જઈ રહેલી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની સરકારની શપથવિધિ પહેલા શિવસેના(Shivsena), એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન (મહાવિકાસ આઘાડી) વચ્ચે કોમન મિનિમમ પ્રોગ્રામ પર સહમતિ બની છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન મહા વિકાસ આઘાડીએ પ્રેસ કોન્ફરન્સમાં આ કોમન મિનિમમ  પ્રોગ્રામ (CMP) આજે જાહેર કર્યો. શિવસેનાના નેતા એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત  કરતા કોમન મિનિમમ પ્રોગ્રામના મુખ્ય મુદ્દાઓ રજુ કર્યાં. જેના પર ત્રણેય પાર્ટીઓ સહમત થઈ છે. આ કાર્યક્રમ હેઠળ મહારાષ્ટ્ર (Maharashtra) માં ખેડૂતોને માફી, ગરીબોને 10 રૂપિયામાં ભોજન સહિત મહિલાઓને સુરક્ષા જેવા તમામ વિષયો સામેલ છે.

એકનાથ શિંદે(Eknath Shinde) એ કહ્યું કે ત્રણેય પાર્ટીઓ મહારાષ્ટ્રની જનતાના હિત માટે સાથે આવી અને કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવ્યો છે. હાલની સ્થિતિમાં ત્રણેય પાર્ટીઓ મહારાષ્ટ્રનો વિકાસ કરશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ (Congress) , એનસીપી, શિવસેનાના આ મહાવિકાસ આઘાડી(Mahavikas Aghadi) માં અન્ય નાના પક્ષો પણ સામેલ છે. 

મહાવિકાસ આઘાડીના નેતાએ જણાવ્યું કે કોમન મિનિમમ પ્રોગ્રામમાં ખેડૂતો, વેપારીઓ, ખેત મજૂરો, ઉદ્યોગ ધંધા કરનારા તમામને ન્યાય આપવાનું કામ કરાશે. પરેશાન ખેડૂતો અને સર્વ સામાન્યના સંકટોને રાહત આપવાનું કામ કરવામાં આવશે. આ બધાની સરકાર છે. શિંદેએ કહ્યું કે સીએમપીનો મુખ્ય ઉદ્દેશ મહારાષ્ટ્રના વિકાસને આગળ વધારવાનો છે. તે જાતિ ધર્મ વગેરેને લઈને કોઈ ભેદભાવ રાખશે નહીં. હાલની સ્થિતિમાં ત્રણેય પાર્ટીઓ મહારાષ્ટ્રનો વિકાસ કરશે. સર્વ સમાજના સર્વાંગી વિકાસ માટે કામ કરવાનો એજન્ડા છે. 

પ્રેસ કોન્ફરન્સમાં નેતાઓએ કહ્યું કે કોમન મિનિમમ પ્રોગ્રામ ત્રણેય પાર્ટીઓના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) , શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ મંજૂર કર્યો છે. આ સરકાર મજબુત અને સ્થિર સરકાર હશે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રને બહુમતની સરકાર જોઈતી હતી. જે બહુમતના આંકડા જરૂરી હતાં તેનાથી વધુ નંબર છે. મહાવિકાસ આઘાડી સરકાર ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં ખેડૂતો અને સર્વ સામાન્યના હિત માટે કામ કરશે. આ  દરમિયાન એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે જેમને સેક્યુલર શબ્દ સમજમાં નથી આવતો તેમને સમજાવીશું.

મલિકે કહ્યું કે અલગ અલગ વિચારધારાના લોકો સાથે આવે છે તો કોમન પોઈન્ટ બનાવવામાં આવે છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસે આ કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવ્યો છે. આ બધી પાર્ટીઓએ સ્વીકાર્યો છે. બાકીની પાર્ટીઓના પોતાના મુદ્દા હોઈ શકે છે. પરંતુ સરકાર તો કોમન મિનિમમ પ્રોગ્રામ સાથે ચાલશે. 

એકનાથ શિંદેએ કહ્યું કે અમારી પાસે 170થી વધુ નંબર છે. ઐતિહાસિક સમારોહ શિવતીર્થ (શિવાજી પાર્ક)માં થશે. મહારાષ્ટ્ર સરકાર તમામ ધર્મ જાતિના લોકોને સાથે લઈને ચાલશે. અર્થવ્યવસ્થા નીચલા સ્તરે જઈ રહી છે. ખેડૂતોને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરાશે. શિક્ષણ, ઉદ્યોગ, રોજગાર બધાને પ્રાથમિકતા અપાશે. અમારો મુખ્ય ઉદ્દેશ મહારાષ્ટ્રનો વિકાસ છે જે લોકોના હિતમાં રહેશે. 10 રૂપિયામાં ભોજનની થાળી જરૂરિયાતવાળાઓને આપવામાં આવશે. 

એનસીપી નેતા જયંત પાટિલે કહ્યું કે અમે વિશ્વાસ મત મેળવ્યા બાદ ખેડૂતોના દેવામાફી પર કામ કરીશું. ખેડૂતોના પાકવીમા અને રોજગારીની તકોના સર્જનને મહત્વનું સ્થાન અપાશે. 

કોંગ્રેસ (Congress) ના નેતા બાળાસાહેબ થોરાટે કહ્યું કે ભલે વિચારધારા અલગ અલગ હોય, પરંતુ કોમન મિનિમમ પ્રોગ્રામની સાથે અમે બધા એકસાથે આવ્યાં છીએ અને મહારાષ્ટ્રને સ્થાયી સરકાર આપવાની તૈયારી કરી રહ્યાં છીએ. જરૂરી છે કે તમામ મુદ્દાઓ પર નજર રાખવા માટે એક કમિટી હશે અને તે કમિટીના દિશા નિર્દેશમાં કામ પણ કરાશે. આજે ઉદ્ધવ ઠાકરે શપથ લેશે અને બાકીના સભ્યો પણ શપથ લેશે. 

જુઓ LIVE TV

કોમન મિનિમમ પ્રોગ્રામના મુખ્ય મુદ્દાઓ...

- કોમન મિનિમમ પ્રોગ્રામમાં ખેડૂતોને તત્કાળ સહાયતા અને દેવામાફીની વાત સામેલ કરવામાં આવી છે. 
- આ પ્રોગ્રામ હેઠળ સ્વાસ્થ્ય, ઉદ્યોગ, સામાજિક ન્યાય, મહારાષ્ટ્રમાં જનતા માટે કામ કરવાના વચનો અપાયા છે.
- મહા વિકાસ આઘાડીની પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું કે ખેડૂતો, રોજગાર, શિક્ષા, શહેરી વિકાસ, પર્યટન, કળા, સંસ્કૃતિ અને મહિલાઓનો વિકાસ કરવામાં આવશે.
- સમાજના તમામ વર્ગના લોકોને સાથે લઈને આગળ વધવામાં આવશે, મહારાષ્ટ્રની જનતાના માટે કામ કરાશે.
- શિવસેનાના એકનાથ શિંદેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં ખેડૂતો સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યાં છે. અમારી સરકાર તેમના કલ્યાણ માટે કામ કરશે.
- સરકારી વિભાગોમાં ખાલી પડેલા પદો તત્કાળ ભરવામાં આવશે. 
- એકનાથ શિંદેએ કહ્યું કે અમારી કેબિનેટ મીટિંગમાં નેનાર રિફાઈનરી પ્રોજેક્ટ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુદ્દે ચર્ચા થશે.
- ઉદ્ધવ ઠાકરે શપથગ્રહણ બાદ રાતે જ પહેલી કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news