ગ્લાલિયર : મધ્યપ્રદેશનાં રાજનીતિક ગલિયારાઓમાં શુક્રવારે એક સમાચાર ઝડપથી ફેલાઇ રહ્યા છે. જેના અનુસાર કહેવાઇ રહ્યું છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસને વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને અલ્ટીમેટ આપ્યું છે. દાવો કરવામાં આવી રહ્યું છે કે પોતાનાં અલ્ટીમેટમમાં તેમણે સોનિયા ગાંધીને કહ્યું કે, જો તેમને મધ્યપ્રદેશ કોંગ્રેસનાં અધ્યક્ષ નહી બનાવવામાં આવે તો તેઓ પોતાનાં પદ પરથી રાજીનામું આપી દેશે અને પાર્ટી પણ છોડી દેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનમાં શીખ યુવતીનું ધર્મપરિવર્તન, કેપ્ટને કહ્યું-'ઈમરાન કરે કડક કાર્યવાહી'
આ સમગ્ર પ્રકરણમાં મધ્યપ્રદેશ સરકારની કમલનાથ સરકારનાં કેબિનેટ મંત્રી અને સિંધિયા સમર્થક પ્રદ્યુમન સિંહ તોમરે કહ્યું કે, આ માત્ર એક અફવા છે, સિંધિયાજી પદની લાલચમાં ક્યારે નથી આવતા. તેઓ માત્ર સમાજસેવા માટે રાજનીતિ કરે છે. કેટલાક લોકો એવા છે જેઓ અફવા ફેલાવી રહ્યા છે, પરંતુ કોંગ્રેસનાં લોકોની ભાવના છે કે સિંધિયા જીને પ્રદેશાધ્યક્ષ બનાવવામાં આવે.


અયોધ્યા કેસ LIVE: 'ઘંટ વગાડીને નમાજ ન પઢી શકાય...તે જગ્યાએ ફરિશ્તા આવતા નથી'
દેશ ઝડપથી બદલાઈ રહ્યો છે, ન્યૂ ઈન્ડિયામાં ભ્રષ્ટાચારને કોઈ સ્થાન નથી: પીએમ મોદી
પ્રદ્યુમન સિંહનું કહેવું છે કે તેમનાં સમર્થકો તેમને પ્રદેશાધ્યક્ષ બનાવવાની માંગ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે ત્રણ દિવસથી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ મુદ્દે રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. આ મુદ્દે કમલનાથ પોતે પણ સોનિયા ગાંધીને મળી ચુક્યા છે.


શ્રીનગર: રિસોર્ટમાં નજરકેદ મહેબુબા મુફ્તી સાથે માતા અને બહેને કરી મુલાકાત
જો કે આ તમામ રાજનીતિ વચ્ચે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ મુદ્દે ચાલી રહેલી રાજનીતિ વચ્ચે યુવા કલ્યાણ મંત્રી જીતુ પટવારીનાં નામને કોંગ્રેસની અંદર અને બહાર સમર્થન મળી રહ્યું છે. સિંધિયા જુથનાં ગણાતા મંત્રી લાખન સિંહથી માંડીને સમાજવાદી પાર્ટી ધારાસભ્ય રાજેશ શુક્લાએ જીતુ પટવારીનાં નામનું સમર્થન કરી રહ્યા છે. તેમના અનુસાર જીતુ પટવારી અને અજયસિંહ બંન્નેમાંથી કોઇ એકને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવે તો જ કોંગ્રેસનું ભલું થશે નહી તો કોઇ જ ભલુ નહી થાય.