શ્રીનગર: રિસોર્ટમાં નજરકેદ મહેબુબા મુફ્તી સાથે માતા અને બહેને કરી મુલાકાત

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ હટાવાયા બાદ હવે હાલાત સામાન્ય થઈ રહ્યાં છે. કાશ્મીર ખીણમાં રોનક પાછી ફરી રહી છે. પરંતુ સુરક્ષા કારણોસર હજુ પણ કેટલાક કાશ્મીરી નેતાઓ નજરકેદ છે.

શ્રીનગર: રિસોર્ટમાં નજરકેદ મહેબુબા મુફ્તી સાથે માતા અને બહેને કરી મુલાકાત

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ હટાવાયા બાદ હવે હાલાત સામાન્ય થઈ રહ્યાં છે. કાશ્મીર ખીણમાં રોનક પાછી ફરી રહી છે. પરંતુ સુરક્ષા કારણોસર હજુ પણ કેટલાક કાશ્મીરી નેતાઓ નજરકેદ છે. અન્ય નેતાઓની સાથે જ પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી નેતા મહેબુબા મુફ્તી પણ નજરકેદ છે. ગુરુવારે સાંજે મહેબુબા મુફ્તીના માતા અને બહેન રૂબિયા સઈદે તેમની મુલાકાત કરી. મહેબુબા મુફ્તીને હાલ શ્રીનગરના ચશ્માશાહી રિસોર્ટમાં નજરકેદ રાખવામાં આવ્યાં છે. 

કહેવાય છે કે મહેબુબા મુફ્તીના પુત્રી સનાન તરફથી પહેલીવાર ડીસી ઓફિસમાં 27 ઓગસ્ટના રોજ સાંજે 5 વાગે મહેબુબા મુફ્તીને મળવા અંગે અરજી આપવામાં આવી હતી. જેના પર તેમને એ જાણકારી આપવામાં આવી કે મહેબુબા મુફ્તીને મળવા માટે પ્રશાસન પાસેથી કોઈ પણ મંજૂરી લેવાની જરૂર નથી. 

જુઓ LIVE TV

મળતી માહિતી મુજબ મહેબુબા મુફ્તીના બહેન રૂબિયા સઈદે શુક્રવારે સાંજે 4 વાગે શ્રીનગર જઈને તેમની મુલાકાત કરી. એમ કહ્યું કે કોઈ પણ નેતાના પરિજનોને પર તેમને મળવા માટે કોઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news