અયોધ્યા કેસ:'શિયા વકફ બોર્ડની સુપ્રીમને અપીલ અમારી તમામ જમીન હિંદુઓને ફાળવો

અયોધ્યા મામલાને લઈને સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચમાં 16માં દિવસની સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણીમાં હિન્દુ પક્ષોની દલીલો પૂરી થાય તેવી આશા છે. રામ જન્મભૂમિ પુર્નઉદ્ધાર સમિતિ તરફથી વરિષ્ઠ વકીલ પીએન મિશ્રાએ પોતાની દલીલ શરૂ કરતા નમાજ પઢવાના તરીકાઓ ગણાવ્યાં.

અયોધ્યા કેસ:'શિયા વકફ બોર્ડની સુપ્રીમને અપીલ અમારી તમામ જમીન હિંદુઓને ફાળવો

નવી દિલ્હી: અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠમાં 16મા દિવસની સુનવણીમાં શુક્રવારે પુર્ણ થઇ. આ દરમિયાન શિયા વકફ બોર્ડે કહ્યું કે, અલ્હાબાદ હાઇકોર્ટે એક તૃતિયાંશ હિસ્સો મુસ્લિમોને આપ્યો હતો, ન કે સુન્ની વકફ બોર્ડને. અમારો ત્યાં દાવો બનતો છે અને અમે તેને હિંદુઓને આપવા માંગીએ છીએ. આ ઓરીજનલી અમારો છે અને આ હિસ્સો અમે હિંદુઓને આપવા માંગીએ છીએ.

આ અગાઉ રામ જન્મભુમિ પુનરુદ્ધાર સમિતીની તરફથી વરિષ્ઠ વકીલ પી.એન મિશ્રાએ પોતાના તરફથી દલિલો રજુ કરતા નમાજ પઢવાની પદ્ધતી અંગે જણાવ્યું. વકીલ પી.એન મિશ્રાએ હદીસનો હવાલો ટાંકતા કહ્યું કે, તેમાં લખ્યું છે કે, પેગમ્બર મોહમ્મદે કહ્યું કે ઘંટડી વગાડીને નમાજ પઢી શકાય નહી કારણ કે આ શૈતાનનું ઇન્સ્ટ્રુમેન્ટ્ છે. ઘંટડી વગાડીને ફરિશ્તાઓ તે ઘર કે સ્થળ પર નથી આવતા. આ પ્રકારે ઘંટડી વગાડ્યા વગર જ મંદિરમાં પુજા કરી શકાય નહી. 

અયોધ્યા મામલાને લઈને સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચમાં 16માં દિવસની સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણીમાં હિન્દુ પક્ષોની દલીલો પૂરી થાય તેવી આશા છે. રામ જન્મભૂમિ પુર્નઉદ્ધાર સમિતિ તરફથી વરિષ્ઠ વકીલ પીએન મિશ્રાએ પોતાની દલીલ શરૂ કરતા નમાજ પઢવાના તરીકાઓ ગણાવ્યાં. વકીલ પીએન મિશ્રાએ હદીસનો હવાલો આપતા કહ્યું કે તેમાં લખ્યું છે કે પેગમ્બર મોહમ્મદે કહ્યું છે કે ઘંટ વગાડીને નમાજ પઢી શકાય નહીં. કારણ કે તે શેતાનનું ઈન્સ્ટ્રુમેન્ટ છે. ઘંટી વગાડવાથી ફરિશ્તા તેમના ઘર કે જગ્યા પર પહોંચતા નથી. આ જ રીતે ઘંટ વગાડ્યા વગર મંદિરમાં પૂજા પણ કરી શકાય નહીં. 

પીએન મિશ્રાએ જણાવ્યું કે ઈબ્ર એ બતુતાએ પોતાના ભારત પ્રવાસ પર કહ્યું છે કે તેઓ એ જોઈને સ્તબ્ધ રહી ગયા કે તમામ મસ્જિદોમાં ઘંટ વગાડાતો હતો, ઘંટ વગાડીને પૂજા કરાઈ રહી હતી. તેમણે હદીસના સહીહ અલ  બુખારીનો  હવાલો આપતા કહ્યું કે પેગમ્બર મોહમ્મદે કહ્યું છે કે હિન્દુ અને મુસલમાનોના બે અલગ અલગ કબીલા એક સાથે એક જ જગ્યા પર રાખી શકાય નહીં. 

15મા દિવસે શું થયું હતું સુનાવણીમાં?
આ અગાઉ ગુરુવારે જસ્ટિસ બોબડેએ પીએન મિશ્રાને ત્રણ પોઈન્ટ સ્પષ્ટ કરવાનું કહ્યું હતું. પહેલો એ કે ત્યાં એક સ્ટ્રક્ચર હતું જે અંગે કોઈ વિવાદ નથી? પણ શું તે સ્ટ્રક્ચર મસ્જિદ છે કે નહીં તે વિવાદ છે. આ સ્ટ્રક્ચર કોઈને સમર્પિત હતું? તેનો જવાબ આપતા પીએન મિશ્રાએ  કહ્યું હતું કે 1648માં શાહજહાનું શાસન હતું અને ઔરંગઝેબ ગુજરાતનો શાસક હતો. તેના પર મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને આપત્તિ વ્યક્ત કરી હતી. રાજીવ ધવને કહ્યું હતું કે અત્યાર સુધી 24 વાર મિશ્રા સંદર્ભની બહાર જઈને કિસ્સા કહાનીઓ સંભળાવી ચૂક્યા છે. 

જેના પર જસ્ટિસ ચંદ્રચૂડે  કહ્યું હતું કે તેઓ પોતાના તથ્યો રજુ કરી રહ્યાં છે પરંતુ તેમણે મિશ્રાને એમ પણ કહ્યું કે ફક્ત સંદર્ભ જણાવો. પીએન મિશ્રાએ કહ્યું હતું કે ફક્ત કોર્ટ મને ગાઈડ કરી શકે છે, મારા સાથી વકીલ નહીં. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું હતું કે તથ્યો રજુ કરવા માટે તમે સ્વતંત્ર છો. તમે તમારો પક્ષ રજુ કરો. 

જુઓ LIVE TV

પીએન મિશ્રાએ મસ્જિદની દલીલ કરતા જણાવ્યું કે ઈસ્લામમાં મસ્જિદ બનાવવા માટે શું કાયદો છે. એક મસ્જિદ તે જ જગ્યા પર બની શકે છે જ્યારે તેનો માલિક મસ્જિદ બનાવવાની મંજૂરી આપે. વક્ફને અપાયેલી જમીન માલિકની હોવી જોઈએ. તેમણે કહ્યું કે કુરાનમાં એ પણ નથી જણાવવામાં આવ્યું કે આ પ્રકારની જમીન પર મસ્જિદ  બનાવી શકાય છે. ઈસ્લામ મુજબ બીજાના પૂજાસ્થળને તોડીને કે ધ્વસ્ત કરીને તે સ્થળે મસ્જિદ બનાવી શકાય નહીં. 

તેમણે કહ્યું કે તેવી જમીન કે જેના પર બે લોકોનો કબ્જો હોય અને એક મસ્જિદ બનાવવાનો વિરોધ કરે તો તે જમીન પર મસ્જિદ બનાવી શકાય નહીં. કોઈ બીજાનું ધર્મસ્થળ તોડીને તેના સામાનનો ઉપયોગ કરી મસ્જિદ બનાવવી યોગ્ય નથી. મસ્જિદ અલ્લાહની ઈબાદત માટે બનાવવામાં આવે છે. મિશ્રાએ કહ્યું કે વિવાદિત સ્ટ્રક્ચરને જુમ્માની નમાજ માટે 2-3 કલાક સુધી જ ખોલવામાં આવતું હતું. 

સન 1860 સુધી વિવાદિત માળખામાં મુસલમાનોના નમાજ પઢ્યાના કોઈ પુરાવા નથી. ઈસ્લામિક કાયદા મુજબ જો કોઈ મસ્જિદમાં અજાન થાય અને બે ટાઈમની નમાજ ન થતી હોય તો તે મસ્જિદ રહેતી નથી. 

જસ્ટિસ બોબડેએ પૂછ્યું કે શું કોઈ રાજા રાજ્યની સંપત્તિથી વક્ફ બનાવી શકે છે કે પછી તેણે પહેલા ખરીદવી પડશે? જેના પર વકીલ મિશ્રાએ તારીખ એ ફિરોઝ શાહીનો હવાલો આપતા કહ્યું કે વિજિત સંપત્તિથી વિજેતા એક પારિશ્રમિક સ્વરૂપે 1/10નો માલિક છે અને પોતાના પારિશ્રમિકમાંથી તે એક વક્ફ બનાવી શકે છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news