પુણેઃ મહારાષ્ટ્રના પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India) મા ગુરૂવારે આગ લાગવાથી પાંચ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટના સંસ્થાના મંજરી પ્લાન્ટમાં સર્જાઈ હતી. પુણેના મેયર મુરલીધર મોહોલે જણાવ્યુ કે, આગ લાગ્યા બાદ પ્લાન્ટમાં ચાર લોકો ફસાયા હોવાની માહિતી હતી પરંતુ બાદમાં જાણવા મળ્યું કે, આગ લાગવાની દુર્ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા છે. કંપનીના સીઈઓએ દુર્ઘટનામાં મજૂરોના મોત પર દુખ વ્યક્ત કર્યુ છે. તો કંપનીએ મૃતકોના પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારી પ્રમાણે દુર્ઘટનામાં જે પાંચ મજૂરોના મોત થયા તેમાંથી બે પુણેના હતા. તો બે મજૂર ઉત્તર પ્રદેશ  અને એક બિહારનો રહેવાસી હતો. બધા ઇમારત બનાવવાનું કામ કરનાર મજૂર હતા. મૃતકોની ઓળખ મહેન્દ્ર ઇંગલે. પ્રતીક પાષ્ટે. વિપિન સરોજ, સુશીલ કુમાર પાન્ડેય અને રમાશંકર હરિજનના રૂપમાં થઈ છે. વિશ્વની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપનીમાં આગ લાગવાની આ ઘટના ચોંકાવનારી છે. 


પુણેઃ સીરમ ઈન્સ્ટિટ્યુટમાં આગ લાગવાથી પાંચના મોત, સીએમ ઉદ્ધવ ઠાકરેએ આપ્યા તપાસના આદેશ


પુણેના મેયરે જણાવ્યુ કે, આગ લાગ્યા બાદ જાણવા મળ્યું કે ચાર લોકો ફસાયા છે. તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. પરંતુ બાદમાં જાણવા મળ્યું કે, ફ્લોર સંપૂર્ણ રીતે સળગી ગયો છે, ત્યાં પાંચ લોકોના મોત થયા છે. છઠ્ઠા ફ્લોર પરથી પાંચ મજૂરોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે. સીરમના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યુ કે, તેમને પરેશાન કરનારી આ ઘટનાની જાણકારી મળી છે. તેમણે કહ્યું, અમે દિવંગત લોકોના પરિવાર પ્રત્યે ઉંડા શોકની લાગણી વ્યક્ત કરીએ છીએ.


મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ સીરમ ઈન્સ્ટિટ્યુટના અદાર પૂનાવાલા સાથે વાત કરી છે. જાણકારી પ્રમાણે સીએમ 22 જાન્યુઆરીએ પુણેમાં સીરમની સાઇટનું નિરીક્ષણ કરશે. તેઓ શુક્રવારે બપોરે ત્રણ કલાકે પુણે માટે રવાના થશે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube