નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Corona virus)એ એકવાર ફરી યૂરોપિયન દેશો (European countries)મા તબાહી મચાવી છે. યૂરોપના દેશોમાં છેલ્લા કેટલાક સમયથી શાંત પડેલા કોરોનાના કેસમાં અચાનક તેજી આવી છે. નીતિ આયોગ (Niti Ayog)ના સભ્ય ડોક્ટર વીકે પોલ (Dr VK Paul)એ આ વિશે જાણકારી આપતા કહ્યું કે, આ મહામારી યૂરોપના ઘણા દેશોમાં ખુબ ઝડપથી વધતી જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડો. વીકે પોલે કહ્યુ કે, આ દેશોમાં કોરોના વાયરસની બીજી લહેર પ્રથમ આવેલી તબાહીથી ખુબ મોટી જોવા મળી રહી છે. લોકો પર બીમારીનું સંકટ છવાય રહ્યુ છે. અહીં મહામારી એકવાર ફરી પોતાના ચરમ પર છે. અમેરિકામાં તો લોકો કોરોનાની ત્રીજી લહેરના પ્રકોપનો સામનો કરી રહ્યાં છે. અમેરિકામાં આ સમયે કોરોનાના 28 લાખથી વધુ એક્ટિવ કેસ છે. 


ડો. વીકે પોલે કહ્યુ કે, કોરોના વાયરસનો સુપર સ્પ્રેડ નાની સંખ્યામાં પણ હોઈ શકે છે. જો ઇન્ફેક્શન માત્ર 2-4 લોકોને સંક્રમિત કરે. પરંતુ આ મામલા વાયરસને મોટા સ્તરે ફેલાવવાનો પડકાર ઉભો કરી શકે છે. મહત્વનું છે કે એક્સપર્ટ પહેલાથી કોરોના વાયરસના ટ્રાન્સમિશન રેટને લઈને પરેશાન છે. જે તેનું ઝડપથી ફેલાવુ મુખ્ય કારણ છે. 


PM મોદી બોલ્યા- ભ્રષ્ટાચારનો વંશવાદ આજનો સૌથી મોટો પડકાર, તેના પર પ્રહાર કરવો પડશે


માત્ર 5 રાજ્યોમાં 49.4% કેસ
હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે જણાવ્યુ કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 49.4 ટકા કેસ માત્ર કેરલ, વેસ્ટ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીથી સામે આવ્યા છે. ફેસ્ટિવલ સીઝન પણ તેનું એક મોટુ કારણ હોઈ શકે છે. આ ખુબ ચિંતાનો વિષય છે અને અમે રાજ્ય સરકારો સાથે સતત વાત કરી રહ્યાં છીએ. તેમણે જણાવ્યું કે, કોવિડ-19ના કુલ એક્ટિવ કેસના 78 ટકા તો દેશના 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે. 


ભારતની સાથે છે અમેરિકા... ગલવાન શહીદોનો ઉલ્લેખ કરી ચીન પર ભડક્યા વિદેશ મંત્રી પોમ્પિયો


5 સપ્તાહથી ડેથ રેટમાં ઘટાડો
છેલ્લા 24 કલાકમાં કોવિડ-19થી થયેલા મોતના 58 ટકા કેસ પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જોવા મળી રહ્યાં છે. તેમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, છત્તીસગઢ અને કર્ણાટક સામેલ છે. પરંતુ છેલ્લા પાંચ સપ્તાહથી કોવિડ-19થી મોતનો ગ્રાફ ભારતમાં નીચે ગયો છે. મહત્વનું છે કે ભારતમાં કોરોનાની ઝપેટમાં આવવાથી અત્યાર સુધી 1.20 લાખ જેટલા લોકોના મૃત્યુ થયા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube