PM મોદી બોલ્યા- ભ્રષ્ટાચારનો વંશવાદ આજનો સૌથી મોટો પડકાર, તેના પર પ્રહાર કરવો પડશે

પીએમે કહ્યું કે, હજારો કરોડના કૌભાંડ, શેલ કંપનીઓની જાળ, ટેક્સ ચોરી, આ બધુ વર્ષો સુધી કેન્દ્રમાં રહ્યું. 2014મા જ્યારે દેશે મોટા પરિવર્તન કરવાનો નિર્ણય લીધો તો સૌથી મોટો પડકાર માહોલને બદલવાનો હતો. 
 

PM મોદી બોલ્યા- ભ્રષ્ટાચારનો વંશવાદ આજનો સૌથી મોટો પડકાર, તેના પર પ્રહાર કરવો પડશે

નવી દિલ્હીઃ ભ્રષ્ટાચાર વિરોધી ઝીરો ટોલરન્સને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે વિજિલન્સ અને એન્ટિ-કરપ્શનની નેશનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યુ હતુ. પીએમે પોતાના સંબોધનમાં કહ્યું કે, પહેલા ગૃહમંત્રીના રૂસમાં સરકાર પટેલે તેવી વ્યવસ્થા બનાવવામાં પ્રયાસ કર્યો, જેની નીતિઓમાં નૈતિકતા હોય. બાદના દાયકાઓમાં કંઈક જુદી પરિસ્થિતિઓ બની. 

પીએમે કહ્યું કે, હજારો કરોડના કૌભાંડ, શેલ કંપનીઓની જાળ, ટેક્સ ચોરી, આ બધુ વર્ષો સુધી કેન્દ્રમાં રહ્યું. 2014મા જ્યારે દેશે મોટા પરિવર્તન કરવાનો નિર્ણય લીધો તો સૌથી મોટો પડકાર માહોલને બદલવાનો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશ કરપ્શન પર ઝીરો ટોલરન્સના અપ્રોચની સાથે આગળ વધ્યો છે. 2014થી અત્યાર સુધી વહીવટી, બેંકિંગ સિસ્ટમ, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, શ્રમ દરેક ક્ષેત્રમાં સુધાર થયા છે. 

પીએમે કહ્યું કે, ભ્રષ્ટાચાર માત્ર કેટલાક રૂપિયાની વાત નથી. ભ્રષ્ટાચારથી દેશના વિકાસને ઠેસ પહોંચે છે. સાથે ભ્રષ્ટાચાર સામાજીક સંતુલનને બગાડી નાખે છે. દેશની વ્યવસ્થા પર જે વિશ્વાસ હોવો જોઈએ, ભ્રષ્ટાચાર તેના પર હુમલો કરે છે. 

— ANI (@ANI) October 27, 2020

પીએમે કહ્યું કે, ભ્રષ્ટાચારનો વંશવાદ, આજની તારીખમાં સૌથી મોટો પડકાર છે. ભ્રષ્ટાચાર કર્યા બાદ ઢિલાઈ અને યોગ્ય સજા ન મળવા પર આગલી પેઢીને લાગે છે કે જ્યારે આવા લોકોને સામાન્ય સજા બાદ છૂટ મળી જાય છે તો તેનું પણ ભ્રષ્ટાચાર માટે મન વધે છે. આ સ્થિતિ પણ ખુબ ખતરનાક છે, જેથી ભ્રષ્ટાચારના વંશવાદ પર પ્રહાર કરવો પડશે. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે, હવે DBTના માધ્યમથી ગરીબોને મળનાર લાભ 100 ટકા ગરીબો સુધી પહોંચી રહ્યો છે. માત્ર DBTને કારણે 1 લાખ 70 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ખોટા હાથોમાં જતી બચી છે. આજે તે ગર્વની સાથે કહી શકાય કે કૌભાંડ વાળા તે સમયને દેશે પાછળ છોડી દીધો છે.

ભારતની સાથે છે અમેરિકા... ગલવાન શહીદોનો ઉલ્લેખ કરી ચીન પર ભડક્યા વિદેશ મંત્રી પોમ્પિયો

1500થી વધુ કાયદા રદ્દ કરવામાં આવ્યા
પીએમે કહ્યું કે, 2016મા મેં કહ્યું હતું કે ગરીબીથી લડી રહેલા આપણા દેશમાં ભ્રષ્ટાચારનું સ્થાન નથી. ભ્રષ્ટાચારનું સૌથી વધુ નુકસાન જો કોઈને થાય તો તે ગરીબને થાય છે. ઈમાનદાર વ્યક્તિને મુશ્કેલી પડે છે. અમારો ભાર તે વાત પર છે કે સરકારનો ન વધુ દબાવ હોય અને ન સરકારનો અભાવ હોય. સરકારની જ્યાં જેટલી જરૂર છે, એટલી હોવી જોઈએ. તેથી છેલ્લા વર્ષોમાં દોઢ હજારથી વધુ કાયદાને સમાપ્ત કર્યાં છે. અનેક નિયમોને સરળ કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news