નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ મહામારીએ લોકોને ખુબ પરેશાન કર્યા પરંતુ હવે તેનાથી છુટકારો મેળવવાનો સમય નજીક આવી ગયો છે. આજથી વેક્સિનેશન ડ્રાઇવની શરૂઆત થઈ રહી છે. આ વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદી આજે ખુદ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના વેક્સિનેશન ડ્રાઇવની શરૂઆત કરાવવાના છે. તેવામાં તમારે રસીકરણ સાથે જોડાયેલી 10 મોટી વાતો જાણવી જોઈએ.


સવારે 10.30 કલાકે શરૂ થશે રસીકરણ અભિયાન
પીએમ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરશે. ત્યારબાદ પીએમ મોદી વેક્સિન લગાવનાર હેલ્થ વર્કર્સો સાથે વાતચીત કરશે. આ વાતચીતને દેશના 3006 વેક્સિન સેન્ટર પર લોકો જોઈ શકશે.


કોરોના સામે આજથી મહાઅભિયાન, વિશ્વના સૌથી મોટા 'જંગ'નો પ્રારંભ કરશે પીએમ મોદી  


સૌથી પહેલા આ લોકોને લગાવાશે વેક્સિન
સૌથી પહેલા એક કરોડ 60 લાખ કર્મચારીઓને રસી લાગશે જે જરૂરી સેવાઓ સાથે જોડાયેલા છે. તેમાં 51 લાખ 82 હજારથી વધુ હેલ્થ વર્કર, 4 લાખ 31 હજારથી વધુ સુરક્ષાકર્મી, 1 કરોડથી વધુ સોશિયલ વર્કર્સ અને 1 લાખ 5 હજારથી વધુ પોસ્ટલ સેવા સાથે જોડાયેલા કર્મચારીઓ સામેલ છે. 


પહેલા દિવસે ત્રણ લાખ લોકોને લગાવાશે વેક્સિન
રસીકરણ અભિયાન માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 3006 વેક્સિનેશન સેન્ટર બનાવવામાં આવ્યા છે. પહેલા દિવસે આશરે 3 લાખ હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવશે. એટલે કે પ્રથમ દિવસે તમામ સેન્ટર પર 100 લાભાર્થીઓને રસી લગાવવામાં આવશે. રસીકરણનો સમય સવારે 9થી સાંજે પાંચ કલાક સુધીનો છે. 


બનાવવામાં આવ્યું એક કોલ સેન્ટર
કોવિડ-19 મહામારી, વેક્સિન રોલઆુટ અને Co-win સોફ્ટવેર સંબંધિત સવાલો માટે 24x7 કોલ સેન્ટર- 1075 પણ સ્થાપિત કરવામાં આવી છે.


Corona Death in World: વિશ્વભરમાં કોરોના વાયરસથી 20 લાખ લોકોના મૃત્યુ


18 વર્ષથી વધુ ઉંમરના લોકોને લાગશે વેક્સિન
કેન્દ્ર સરકાર તરફથી જારી દિશાનિર્દેશો પ્રમાણે કોરોના વેક્સિન હાલ 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને લગાવવામાં આવશે.


ગર્ભવતી મહિલાઓને વેક્સિન નહીં અપાય
ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ અત્યાર સુધી કોઈપણ કોવિડ-19 વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લઈ રહી નતી. તેથી જે મહિલાઓ ગર્ભવતી છે, કે કોઈ મહિલા સ્તનપાન કરાવી રહી છે તેને હાલ વેક્સિન આપવામાં આવશે નહીં.


વચ્ચે વેક્સિન બદલવાની મંજૂરી નહીં
બીજો ડોઝ તે વેક્સિનનો હોવો જોઈએ જેમાં પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો એટલે કે વેક્સિન ઇન્ટરચેન્જિંગની મંજૂરી હશે નહીં.


80 લાખ લાભાર્થીઓનું પહેલા રજીસ્ટ્રેશન
સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યુ કે, કો-વિન એપ હેઠળ 80 લાખ લાભાર્થીઓનું પહેલા રજીસ્ટ્રેશન થઈ ચુક્યું છે. પરંતુ એપ દ્વારા કોઈ રજીસ્ટ્રેશન કરી શકે નહીં. માત્ર અધિકારીઓ આ એપને એક્સેસ કરી શકે છે. સામાન્ય લોકો માટે રજીસ્ટ્રેશન કરાવવા ચાર અલગ-અલગ મોડ્યૂલ બનાવવામાં આવ્યા છે. 


આ છે રસીકરણની પ્રક્રિયા
કોવિડ-19 રસી લવાવવા માટે કોવિડ પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન ફરજીયાત છે. કોરોના રસીકરણ કાર્યક્રમ દરમિયાન વેક્સિન લગાવવા માટે એક ફોટો આઈડી પ્રૂફની સાથે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ વેક્સિનની ઉપલબ્ધતા અને પ્રાથમિકતાના આધાર પર રસીકરણનો ક્રાયક્રમ બનાવવામાં આવશે. પછી તેમને મેસેજ મોકલીને જણાવવામાં આવશે કે વેક્સિનક્યારે અને ક્યાં લગાવાની છે. 


બન્ને ડોઝ લીધા બાદ મળશે સર્ટિફિકેટ
કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓનલાઇન લિંક મોકલવામાં આવશે. તેના દ્વારા તમે ક્યૂઆર કોડ આધારિત ઈ-સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો. જાણવા મળી રહ્યું છે કે QR કોડ આધારિત વેક્સિનેશન સર્ટિફિકેટ માત્ર તે લોકોને આપવામાં આવશે જેણે કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હશે.  


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube