Corona Death in World: વિશ્વભરમાં કોરોના વાયરસથી 20 લાખ લોકોના મૃત્યુ

ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં વેક્સિનેશન અભિયાન શરૂ થઈ ગયું છે કે શરૂ થવાનું છે. પરંતુ ઘણા દેશ હજુ સુધી તેનાથી દૂર છે, તેમાં ગરીબ અને ઓછા વિકસિત દેશોની સંખ્યા વધુ છે. 
 

Corona Death in World: વિશ્વભરમાં કોરોના વાયરસથી 20 લાખ લોકોના મૃત્યુ

મેક્સિકો સિટીઃ કોરોના વાયરસ (Corona Virus)ને કારણે વિશ્વભરમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા શુક્રવારે 20 લાખ થઈ ગઈ છે. પરંતુ ઘણા દેશોએ મહામારી પર કાબુ મેળવવા પોતાને ત્યાં રસીકરણ શરૂ કરી દીધું છે પરંતુ ગરીબ અને ઓછા વિકસિત દેશોમાં રસી પહોંચવામાં સમસ્યા છે. કોરોના વાયરસ ડિસેમ્બર-201માં પ્રથમવાર ચીનના વુહાન શહેરમાં સામે આવ્યો હતો. 

જોન્સ હોપકિન્સ વિશ્વ વિદ્યાલય દ્વારા ભેગા કરવામાં આવેલા મૃત્યુ સંબંધિત આંકડા બ્રસેલ્સ, મક્કા અને વિયનાની વસ્તી બરાબર છે. શરૂઆતી 10 લાખ લોકોના મૃત્યુ આઠ મહિનામાં થયા હતા પરંતુ આગામી 10 લાખ લોકોના મોત ચાર મહિના કરતા ઓછા સમયમાં થયા છે. મોતના આંકડા વિશ્વભરની સરકારી એજન્સીઓ દ્વારા જણાવવામાં આવ્યા છે, જ્યારે બીમારીને કારણે મૃતકોની સાચી સંખ્યા વધુ હોઈ શકે છે કારણ કે મહામારીના શરૂઆતી દિવસોમાં મોત થવાનાા કોઈ અન્ય કારણો પણ જણાવવામાં આવ્યા હતા. 

બ્રોઉન યુનિવર્સિટીના સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં મહામારી નિષ્ણાંત ડો. આશીષ ઝાએ કહ્યુ કે, ઘણા લોકોના મૃત્યુ થયા છે. તેમણે કહ્યું, વૈજ્ઞાનિક સમુદાયે અસાધારણ કામ કર્યું છે. અમેરિકા, બ્રિટન, ઇઝરાયલ, કેનેડા અને જર્મની જેવા સંપન્ન દેશોમાં લોકોને સુરક્ષા આપવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. તેને ઓછામાં ઓછા રસીના એક ડોઝ આપવામાં આવ્યા છે. 

ઘણા એવા દેશ છે જ્યાં રસી પહોંચી નથી. ઘણા નિષ્ણાંતો અનુમાન વ્યક્ત કરી રહ્યાં છે કે ઈરાન, ભારત, મેક્સિકો અને બ્રાઝિલમાં આ વર્ષ પણ ખરાબ હોઈ શકે છે. વિશ્વભરમાં કોવિડ-19થી મૃત્યુ પામનાર અડધા લોકો આ દેશમાંથી છે. અમીર દેશોમાં રસીકરણ અભિયાન તો ચાલી રહ્યું છે પરંતુ ગરીબ દેશોમાં અભિયાન ચલાવવામાં ઘણી મુશ્કેલી છે. તેમાં નબળી સ્વાસ્થ્ય સિસ્ટમ, ખરાબ પરિવહન સિસ્ટમ, ભ્રષ્ટાચાર અને રસીને ફ્રીઝરમાં રાખવા માટે વીજળીનો અભાવ સામેલ છે. 

કોવિડ-19 રસીના મોટાભાગના ડોઝ અમીર દેશોએ ખરીદી લીધા છે. વિશ્વના વિકાસશીલ દેશોમાં રસી પહોંચાડવા માટે શરૂ કરવામાં આવેલી સંયુક્ત રાષ્ટ્ર સમર્થિક પરિયોજના કોવૌક્સને રસી, ધન અને સામાન સંબંધી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ વૈજ્ઞાનિક ડો. સૌમ્ય સ્વામીનાથને કહ્યુ કે, આ વર્ષે વિશ્વના 70 ટકા લોકોને રસી લગાવવાનું લક્ષ્ય હાસિલ કરવું સંભવ નથી. તેમણે કહ્યું કે, જો કેટલાક દેશો કેસ્થાનો પર રસીકરણ કરી દેવામાં આવે તો તે વિશ્વભરના લોકોને સંક્રમણથી બચાવશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news