Corona India News : કોરોના સામે આજથી મહાઅભિયાન, વિશ્વના સૌથી મોટા 'જંગ'નો પ્રારંભ કરશે પીએમ મોદી

એક કેન્દ્રમાં એવરેજ 100 લોકોને રોજ સવારે 9થી સાંજે 5 કલાક સુધી રસી લાગશે. આ કામ સપ્તાહમાં ચાર દિવસ, સોમવાર, મંગળવાર, ગુરૂવાર અને શનિવારે સવારે આઠ કલાકથી સાંજે પાંચ કલાક સુધી થશે. 

Corona India News : કોરોના સામે આજથી મહાઅભિયાન, વિશ્વના સૌથી મોટા 'જંગ'નો પ્રારંભ કરશે પીએમ મોદી

નવી દિલ્હીઃ કોરોના વેક્સિન સામે લડત માટે જે દિવસની રાહ જોવામાં આવી રહી હતી તે દિવસ આજે આવી ગયો છે. દેશવાસીઓ માટે આજે મોટો દિવસ છે. કોરોના વાયરસ વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા જંગનો આજથી ભારતમાં પ્રારંભ થવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 10.30 કલાકે વીડિયો કોન્ફરન્સથી દેશભરમાં 3000 કેન્દ્રો પર રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરાવશે. આ દરમિયાન પીએમ મોદી દેશની જનતાને સંબોધિત કરી શકે છે. 

એક કેન્દ્રમાં એવરેજ 100 લોકોને રોજ સવારે 9થી સાંજે 5 કલાક સુધી રસી લાગશે. આ કામ સપ્તાહમાં ચાર દિવસ, સોમવાર, મંગળવાર, ગુરૂવાર અને શનિવારે સવારે આઠ કલાકથી સાંજે પાંચ કલાક સુધી થશે. પહેલા દિવસે જેને વેક્સિન લગાવવાની છે, તેનું લિસ્ટ કો-વિન સોફ્ટવેરમાં અપલોડ કરી દેવામાં આવ્યું છે અને તેને મોબાઇલ પર મેસેજ પણ પહોંચી ગયા છે. 

પહેલા તબક્કામાં 30 કરોડ લોકોને રસી લગાવવાનું કામ ઓગસ્ટ સુધી ચાલી શકે છે. તેમાં 50 વર્ષથી વધુ ઉંમરના અને ગંભીર બીમારીઓ સામે લડી રહેલા 27 કરોડ લોકો સામેલ છે. રસીકરણ માટે ચૂંટણી પંચે બુથ સ્તર પર 50 વર્ષથી વધુ ઉંમરના લોકોની ઓળખ કરવા માટે પોતાના ડેટાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે, પરંતુ ચેતવણી આપી છે કે રસીકરણ અભિયાન સમાપ્ત થયા બાદ તેમના ડેટાનો નાશ કરવામાં આવે. 

આ વચ્ચે કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને જણાવ્યું કે, 18 વર્ષથી ઓછી ઉંમરના બોળકો, ગર્ભવતી અને બાળકોને દૂધ પીવડાવી રહેલી મહિલાઓને વેક્સિન ન લગાવે. જેને આ વસ્તુથી એલર્જી છે તેને પણ વેક્સિન લગાવવાની ના પાડવામાં આવી છે. 

રસી લગાવવા પર તાવ કે માથુ દુખે તો...
સરકારનું કહેવું છે કે આ બંન્ને વેક્સિનની કોઈપણ ગંભીર સાઇડ ઇફેક્ટ સામે આવી નથી. તાવ, માથા કે શરીરનો દુખાવો થઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનનું કહેવુ છે કે આવા સામાન્ય લક્ષણ વેક્સિન લગાવવા પર થઈ શકે છે, તેથી ડરવાની જરૂર નથી. વેક્સિન લગાવ્યા બાદ અડધી કલાક સેન્ટર પર રોકાવું પડશે. કોઈ પ્રકારની સાઇડ ઇફેક્ટ થાય તો તેનો સામનો કરવા માટે અલગથી સેન્ટર બનાવવામાં આવ્યા છે. સરકારના પ્રોટોકોલ પ્રમાણે ત્યાં જરૂરી સારવાર આપવામાં આવશે. 

આ દસ્તાવેજોની પડશે જરૂર
કોવિડ-19 રસીકરણ અભિયાનને લઈને કેટલાક નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. આ દિશાનિર્દેશો પ્રમાણે લોકસભા અને વિધાનસભા ચૂંટણીની નવી મતદાતા યાદીનો ઉપયોગ 50 વર્ષથી વધુ ઉંમરના પ્રાથમિકતા વાળા લોકોની જાણકારી મેળવવામાં કરવામાં આવશે. રસીકરણના લાભાર્થીઓની ઓળખ માટે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને પેન્શન દસ્તાવેજ સહિત 12 પત્રોની જરૂર પડશે. 

આ લોકોને પહેલા લાગશે રસી
સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે સૌથી પહેલા આશરે એક કરોડ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને બે કરોડ ફ્રંટલાઇન વર્કરને કોરોનાની રસી આપવામાં આવશે. ત્યારબાદ 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને તે લોકોનો વારો આવશે જે પહેલાથી બીમારીનો સામનો કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદી પહેલા સ્પષ્ટ કરી ચુક્યા છે કે સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રંટલાઇન વર્કરના રસીકરણનો ખર્ચ ખુદ કેન્દ્ર સરકાર ઉઠાવશે.

3006 કેન્દ્રો પર એક સાથે શરૂઆત
1. શનિવારે સવારે 10.30 કલાકે પ્રધાનમંત્રી અભિયાનની શરૂઆત કરાવશે.
2. પ્રથમ દિવસે દેશભરમાં 3006 કેન્દ્રો પર એક સાથે રસીકરણની શરૂઆત થશે. 
3. એક કેન્દ્રમાં એક સત્રમાં લગભગ 100 લોકોને રસી લગાડવામાં આવશે.
4. 61 હજારથી વધુ પ્રોગ્રામ મેનેજર, બે લાખ સહાયક સભ્ય તૈનાત રહેશે.
5. 3.7 લાખ રસી લગાવનાર લોકો હશે આ મહાઅભિયાનમાં સામેલ.

પીએમ બોલ્યા- મહામારી વિરુદ્ધ નિર્ણાયક તબક્કામાં પ્રવેશ
મોદીએ કહ્યુ કે, દેશ કોરોના વાયરસ મહામારી વિરુદ્ધ શનિવારે 'નિર્ણાયક તબક્કા'માં પ્રવેશ કરશે. તેમણે ટ્વીટ કર્યુ, '16 જાન્યુઆરીથી દેશ સ્તર પર કોવિડ-19 રસીકરણની શરૂઆત થશે. સવારે 10 કલાકે અભિયાનનો પ્રારંભ થશે.' પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યુ કે, આ વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ હશે, જેમાં દેશને સામેલ કરવામાં આવશે. જન ભાગીદારીના સિદ્ધાંતો પર તેની શરૂઆત માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news