નવી દિલ્હી: ભારતમાં કોરોના રસી (Corona Vaccine) બનાવનારા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)  અને ભારત બાયોટેક (Bharat Biotech) તરફથી આખરે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું. બંને સંસ્થાઓએ સમગ્ર દેશમાં યોગ્ય રીતે કોરોના રસી પહોંચાડવાના પ્રયત્નોની વાત કરી છે. અત્રે જણાવવાનું કે આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને કંપનીઓના અધિકારી વચ્ચે શાબ્દિક ટપાટપી જોવા મળી, જેના પગલે મોટો વિવાદ ખડો થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના પ્રકોપ વચ્ચે નવી બીમારીનું તોળાઈ રહ્યું છે જોખમ, ગુજરાત સહિત 6 રાજ્યોમાં અલર્ટ જાહેર


બંને કંપનીઓએ આજે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું. 'અદાર પૂનાવાલા અને કૃષ્ણા ઈલ્લાએ દેશમાં કોરોના  રસી બનાવવા, સપ્લાય કરવા અને દુનિયા સુધી પહોંચાડવા અંગે ચર્ચા કરી. બંને સંસ્થાઓનું માનવું છે કે હાલ ભારત અને દુનિયાના લોકોના જીવ બચાવવાનો મોટો લક્ષ્ય છે.'


સ્વદેશી રસી Covaxin ને 'પાણી' જેવી ગણાવતા થયો વિવાદ, આખરે અદાર પૂનાવાલાએ કરી સ્પષ્ટતા, જાણો સમગ્ર મામલો


નિવેદનના અંતમાં કહેવાયું છે કે બંને કંપની દેશ અને દુનિયાને સાથે મળીને રસી પહોંચાડવાનો પ્રણ લે છે. અત્રે જણાવવાનું કે તાજેતરમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટના અદાર પૂનાવાલા અને ભારત બાયોટેકના કૃષ્ણા ઈલ્લા વચ્ચે શાબ્દિક ટપાટપીનો એક દોર  ચાલ્યો હતો. જેને લઈને ખુબ વિવાદ પણ થયો હતો. મંગળવારે બપોરે જ અદાર પૂનાવાલાએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે જલદી આખા વિવાદ અંગે એક નિવેદન બહાર પાડવામાં આવશે. 


Corona Vaccine: કોરોના સામે લડાઈ માટે ભારત તૈયાર, જાણો વેક્સીન સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબ


ભારત બાયોટેકે જતાવી નારાજગી
અદાર પૂનાવાલાના નિવેદન બાદ વિવાદ ઊભો થયો અને આ નિવેદનને સ્વદેશી રસી કોવેક્સિન સાથે જોડવામાં આવ્યો. ત્યારબાદ ભારત બાયોટેકના CMD કૃષ્ણા ઈલ્લાએ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, 'અમે 200 ટકા ઈમાનદાર ક્લિનિકલ પરીક્ષણ કરીએ છીએ અને આમ છતાં અમને બેકલેશ મળે છે. જો હું ખોટો છું તો મને જાણાવો. કેટલીક કંપનીઓએ અમારી રસીને 'પાણી' જેવી બતાવી છે. હું તેનાથી ઈન્કાર કરવા માંગુ છું. અમે વૈજ્ઞાનિકો છીએ. અમારી ટ્રાયલ પર કોઈ સવાલ ન ઉઠાવો.' રસી નિર્માતાઓના આ પ્રકારના નિવેદનોથી અનેક રાજ્ય સરકારો અને નેતાઓ ચિંતા વ્યક્ત કરી હતી અને કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવાની વાત પણ કરી હતી. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube