સ્વદેશી રસી Covaxin ને 'પાણી' જેવી ગણાવતા થયો વિવાદ, આખરે અદાર પૂનાવાલાએ કરી સ્પષ્ટતા, જાણો સમગ્ર મામલો

ભારતમાં કોરોના વાયરસ સામેની લડતમાં બે રસીને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે. પરંતુ આ સાથે જ અનેક વિવાદ પણ ઊભા થયા છે. સ્વદેશી કોરોના રસી કોવેક્સિન (Covaxin)ને પાણી જેવી બતાવવા બદલ સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલા  (Adar Poonawalla)એ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરવી પડી છે. 

Updated By: Jan 5, 2021, 03:21 PM IST
સ્વદેશી રસી Covaxin ને 'પાણી' જેવી ગણાવતા થયો વિવાદ, આખરે અદાર પૂનાવાલાએ કરી સ્પષ્ટતા, જાણો સમગ્ર મામલો

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ સામેની લડતમાં બે રસીને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે. પરંતુ આ સાથે જ અનેક વિવાદ પણ ઊભા થયા છે. સ્વદેશી કોરોના રસી કોવેક્સિન (Covaxin)ને પાણી જેવી બતાવવા બદલ સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલા  (Adar Poonawalla)એ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરવી પડી છે. 

વેક્સીન વિવાદો પર બોલ્યા ભારત બાયોટેકના MD- અમારી વેક્સીન પર ના કરો રાજકારણ

ખોટી જાણકારી ફેલાતા આપીશું જોઈન્ટ સ્ટેટમેન્ટ
અદાર પૂનાવાલાએ ટ્વિટર પર લખ્યું કે 'હું બે વાત સ્પષ્ટ કરવા માંગુ છું, કારણ કે સાર્વજનિક રીતે ભ્રમની સ્થિતિ છે. તમામ દેશોને રસીની આયાતની મંજૂરી છે અને ભારત બાયોટેક(Bharat Biotech) અંગે કોઈ પણ ખોટી જાણકારી ફેલાવવા બદલ જોઈન્ટ સ્ટેટમેન્ટ આપવામાં આવશે.'

શું છે આખો વિવાદ?
વાત જાણે એમ છે કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ રવિવારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે કોરોના વિરુદ્ધ માત્ર ત્રણ રસી કારગર છે. ફાઈઝર, મોર્ડના અને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા, જ્યારે બાકીની ફક્ત 'પાણીની જેમ સુરક્ષિત' છે.

કોરોનાના પ્રકોપ વચ્ચે નવી બીમારીનું તોળાઈ રહ્યું છે જોખમ, ગુજરાત સહિત 6 રાજ્યોમાં અલર્ટ જાહેર

ભારત બાયોટેકે જતાવી નારાજગી
અદાર પૂનાવાલાના નિવેદન બાદ વિવાદ ઊભો થયો અને આ નિવેદનને સ્વદેશી રસી કોવેક્સિન સાથે જોડવામાં આવ્યો. ત્યારબાદ ભારત બાયોટેકના CMD કૃષ્ણા ઈલ્લાએ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, 'અમે 200 ટકા ઈમાનદાર ક્લિનિકલ પરીક્ષણ કરીએ છીએ અને આમ છતાં અમને બેકલેશ મળે છે. જો હું ખોટો છું તો મને જાણાવો. કેટલીક કંપનીઓએ અમારી રસીને 'પાણી' જેવી બતાવી છે. હું તેનાથી ઈન્કાર કરવા માંગુ છું. અમે વૈજ્ઞાનિકો છીએ. અમારી ટ્રાયલ પર કોઈ સવાલ ન ઉઠાવો.'

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube