ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસને લઈને અનેક રિસર્ચ અને સ્ટડી થઈ રહ્યાં છે કે, એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં કેવી રીતે કોરોના (coronavirus) ફેલાઈ રહ્યો છે. કયા કયા માધ્યમથી સંક્રમણ ફેલાઈ શકે છે. તેને લઈને અમેરિકાની કન્સાસ સ્ટેટ યુનિવર્સિટીમાં પણ એક રિસર્ચ થયું છે. આ રિસર્ચમાં મળેલ પરિણામ રાહત આપનારું છે. હકીકતમાં, યુનિવર્સિટીની એક ટીમે રિસર્ચ કર્યું હતું કે, શું મચ્છરથી કોરોના વાયરસ (Transmission) ફેલાય છે. શું તે માણસોના શરીરમાં પહોંચી શકે છે. રિસર્ચમાં આ સવાલોનો પોઝિટિવ જવાબ મળ્યો છે. 


વડોદરામાં વધુ એક ભાજપી નેતાનું કોરોનાથી મોત, ઉપપ્રમુખ મહેશ શર્માના મોતથી ભાજપમાં સન્નાટો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શોધકર્તાઓએ પુષ્ટિ કરી કે, કોવિડ-19 વાયરસ મચ્છરો દ્વારા લોકો સુધી પહોંચતો નથી. આ પરિણામ સાર્સ-સીઓવી-2 ના મચ્છરો દ્વારા ટ્રાન્સમીટ કરવા જવાની ક્ષમતા પર કરાયેલ પ્રાયોગિક તપાસમાં મળ્યું છે. 


આ ત્રણ પ્રજાતિઓ કોરોના માટે ખતરો નથી
અમેરિકામાં કન્સાસ સ્ટેટ યુનિવર્સિટીના શોધકર્તા સ્ટીફન હિંગ્સે કહ્યું કે, જોકે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) એવુ કહ્યું છે કે, નિશ્ચિત રૂપથી મચ્છર વાયરસને પ્રસારિત કરી શક્તુ નથી. પરંતુ આ સિદ્ધાંતને સમર્થન કરવા માટે નિર્ણાયક ડેટા આપનારું પહેલુ રિસર્ચ અમારું છે. 


શ્રાવણ મહિના માટે સોમનાથ મંદિરના દર્શનના સમયમાં કરાયો મોટો ફેરફાર 


જરૂરી વાત એ પણ છે કે, આ પરીક્ષણ મચ્છરની ત્રણ એવી પ્રજાતિઓ પર કરવામાં આવ્યું છે, જે વ્યાપક રૂપથી મળી આવે છે. આ એડીઝ એજિપ્ટી, એડીસ અલ્બોપિક્ટસ અને ક્યુલેક્સ ક્વિનકૈફૈસિઅસસ પ્રજાતિઓ છે. આ ત્રણેય પ્રજાતિઓ કોરોના વાયરસની ઉત્તપત્તિ કરનારા દેશ ચીનમાં મોજૂદ છે. રિસર્ચના આ પરિણામોએ ખાસ રાહત પહોંચાડી છે કે, એટલિસ્ટ આ ત્રણ પ્રજાતિઓ કોરોના વાયરસ માટે ખતરનાક નથી. 


રિસર્ચમાં સામે આવ્યું કે, મચ્છરોની આ ત્રણ પ્રજાતિઓ વાયરસને ફેલાવવામાં અસમર્થ છે અને તેથી તે મનુષ્યો માટે કોઈ ચિંતાજનક નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર