વડોદરામાં વધુ એક ભાજપી નેતાનું કોરોનાથી મોત, ઉપપ્રમુખ મહેશ શર્માના મોતથી ભાજપમાં સન્નાટો

વડોદરામાં કોરોનાથી મોતના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં કોરોના (coronavirus) થી વધુ એક ભાજપી નેતાનું મોત થયું છે. ભાજપના ઉપપ્રમુખ મહેશ શર્માનું કોરોનાથી મોત નિપજ્યું છે. વાઘોડિયા રોડની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસોથી તેઓ સારવાર લઈ રહ્યા હતા. મહેશ શર્માના પુત્ર અને પત્નીને પણ કોરોના થયો હતો. બંનેને ગઇકાલે જ સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ મહેશ શર્મા કોરોના સામેની જંગ જીતી શક્યા ન હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડોદરામાં ભાજપના પીઢ નેતાનું કોરોનાથી મોત થયું છે. પાલિકાના પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન યોગેન્દ્ર સુખડીયાનું કોરોનાથી મોત નિપજ્યું હતું. આમ, નેતાઓના સતત મોતી ભાજપમાં સન્નાટો છવાઈ ગયો છે. 

વડોદરામાં વધુ એક ભાજપી નેતાનું કોરોનાથી મોત, ઉપપ્રમુખ મહેશ શર્માના મોતથી ભાજપમાં સન્નાટો

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં કોરોનાથી મોતના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં કોરોના (coronavirus) થી વધુ એક ભાજપી નેતાનું મોત થયું છે. ભાજપના ઉપપ્રમુખ મહેશ શર્માનું કોરોનાથી મોત નિપજ્યું છે. વાઘોડિયા રોડની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસોથી તેઓ સારવાર લઈ રહ્યા હતા. મહેશ શર્માના પુત્ર અને પત્નીને પણ કોરોના થયો હતો. બંનેને ગઇકાલે જ સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ મહેશ શર્મા કોરોના સામેની જંગ જીતી શક્યા ન હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડોદરામાં ભાજપના પીઢ નેતાનું કોરોનાથી મોત થયું છે. પાલિકાના પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન યોગેન્દ્ર સુખડીયાનું કોરોનાથી મોત નિપજ્યું હતું. આમ, નેતાઓના સતત મોતી ભાજપમાં સન્નાટો છવાઈ ગયો છે. 

શ્રાવણ મહિના માટે સોમનાથ મંદિરના દર્શનના સમયમાં કરાયો મોટો ફેરફાર 

મંગળબજારમાં વેપારીના પરિવારના 11 સભ્યોને કોરોના 
વડોદરામાં 24 કલાકમાં આઈપીસીએલના નિવૃત્ત કર્મચારી અને ટેક્સટાઈલ કન્સલટન્ટ સહિત 12 દર્દીઓના મોત નિપજ્યાં છે. તો શનિવારે કોરોનાના કેસોમાં 78નો વધારો થયો છે. તો બીજી તરપ, મંગળબજારના એક વેપારી અને તેના પરિવારના 11 સભ્યોને કોરોના થયો છે. વેપારીના પરિવારની 8 મહિનાની બાળકીને પણ કોરોના થયો છે. છેલ્લા એક મહિનામાં મંગળબજારના 3 વેપારીઓના કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. તેમજ 12થી વધુ વેપારીઓને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. વેપારીઓને ધંધો બંધ રાખવા માટે વારંવાર વિનંતી કરવામાં આવતી હોવા છતાં તેઓ બંધ કરતા નથી. ધંધો બંધ રાખવુ પરવડે તેમ નથી તેવું તેઓનું કહેવું છે.    

મોડાસા : બાઈક પર આવેલા શખ્સો પાંચ બાળકોને રસ્તે રઝળતો મૂકી ગયા, આખરે કોણ છે આ બાળકો?

વડોદરામાં મંગળબજારના જાણીતા વેપારીનો આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો છે. ખંડેલવાલ હોમ ડેકોર શો રૂમ સંચાલક સહિત પરિવારના 11 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. આ પરિવારના 5 બાળકો, ત્રણ મહિલાઓ સહિત 11 ને કોરોના થયો થયો છે. ખાનગી દવાખાનામાં પ્રાથમિક સારવાર બાદ તમામ 11 લોકો હોમ ક્વોરેન્ટાઇન થયા છે. આ સમાચારથી મંગળબજારના અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.       

 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news