Cyrus Mistry Death: ઉદ્યોગપતિ સાઇરસ મિસ્ત્રીના મોતના મામલે પાલઘર પોલીસે દુર્ઘટના દરમિયાન કાર ચલાવી રહેલી ડો અનાહિતા પંડોલના વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે પંડોલના વિરૂદ્ધ IPC 304(a) એટલે કે બિન ઇરાદાપૂર્વક હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે અનાહિતાના પતિ ડેરિયસ પંડોલનું નિવેદન નોંધ્યા બાદ પોલીસે કેસ દાખલ કર્યો છે. લગભગ 2 મહિના પહેલાં રોડ અકસ્માતમાં સાઇરસ મિસ્ત્રીનું મોત થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાબાસાહેબ પાટીલ, એસપી પાલઘરે જણાવ્યું કે '4 સપ્ટેમ્બરના રોજ કાસા વિસ્તારમાં અકસ્માત સજાર્યો હતો, તેની તપાસમાં અત્યાર સુધી જે પુરાવા સામે આવ્યા છે, તેના આધાર પર કાર ડ્રાઇવર ડો અનાહિતા પંડોલ વિરૂદ્ધ આઇપીસીની કલમો અંતગર્ત કેસ દાખલ કરવામાં આવ્યો છે. અમારી તપાસ પણ હજુ ચાલી રહી છે. 


તમને જણાવી દઇએ કે ટાટા સન્સના પૂર્વ અધ્યક્ષ મિસ્ત્રી (54) અને તેમના મિત્ર જહાંગીર પંડોલે કારના પુલની રેલિંગથી ટકરાતા દુર્ઘટનામાં મોત નિપજ્યું હતું. પ્રસૃતિ રોગ વિશેષજ્ઞ ડો. અનાહિતા (55) ગાડી ચાલી રહી હતી. આ અકસ્માતમાં તે અને તેમના પતિ ડેરિયસ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મુંબઇની એક હોસ્પિટલમાં ભરતી ડેરિયસ પંડોલને ગત અઠવાડિયે રજા મળી છે. 

આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube