નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વને લઈને સતત સવાલ ઉઠી રહ્યાં છે. આ વચ્ચે દિલ્હી કોંગ્રેસ (Delhi Congress) એ રાહુલ ગાંધી (Rahul Gandhi) ને તત્કાલ પ્રભાવથી પાર્ટી અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. હકીકતમાં દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ચૌધરી અનિલ કુમારે હાલની રાજકીય સ્થિતિ પર ચર્ચા માટે રવિવારે વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. તેમાં કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા અને ભવિષ્યની નીતિઓ પર જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બેઠકમાં ત્રણ પ્રસ્તાવ સર્વસંમતિથી પાસ કરવામાં આવ્યા છે. તેમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) ને કોંગ્રેસ અધ્યક્ષના રૂપમાં કાર્યભાર સંભાળવાની વિનંતી કરવામાં આવી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit shah) અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાની માંગ કરવામાં આવી છે. તો કોંગ્રેસના નેતા શક્તિ સિંહ ગોહિલે કહ્યુ કે, પાર્ટી કાર્યકર્તાઓએ દિલ્હીમાં સંગઠનને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવું પડશે.


આ પણ વાંચોઃ Assam Assembly Election: હિમંત બિસ્વા શર્મા બોલ્યા- 'ભાજપને મત નથી આપતા મિયાં મુસ્લિમ'  


પાર્ટીએ જારી કરેલા નિવેદન પ્રમાણે દિલ્હી અને દેશની બગડતી સ્થિતિ, હાલની રાજકીય અને આર્થિક પરિસ્થિતિઓ પર ચર્ચા અને વિચાર માટે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ચૌધરી અનિલ કુમાર (Chaudhary Anil Kumar) એ વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક પ્રદેશ કાર્યાલય રાજીવ ભવનમાં બોલાવી હતી. બેઠકમાં હાજર નેતાઓએ ત્રણ મુખ્ય પ્રસ્તાવો પાસ કર્યા છે. 


શાહ અને કેજરીવાલના રાજીનામાની માંગ
પ્રસ્તાવોમાં રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. સાથે દિલ્હીમાં 26 જાન્યુઆરીએ કિસાનોની ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસા અને દિલ્હીની વર્તમાન સ્થિતિના જવાબદાર ઠેરવતા અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal) ના રાજીનામાની માંગ કરવામાં આવી છે. 


આ પણ વાંચોઃ મુસલમાન ડરેલા છે... BJPનો પ્રહાર, સાંપ્રદિયકતાના નવા એમ્બેસેડર બની ગયા છે Hamid Ansari   


કોંગ્રેસના પ્રસ્તાવમાં 26 જાન્યુઆરીએ કિસાનોની શાંતિપૂર્ણ ટ્રેક્ટર રેલી (Tractor Rally) દરમિયાન લાલ કિલ્લા અને આઈટીઓ પર હિંસા ફેલાવનારા આરોપીઓને સજા અપાવવા અને ગાઝીપુર, સિંધુ બોર્ડર પર ચાલી રહેલા કિસાન આંદોલનને હટાવવાની પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube