Assam Assembly Election: હિમંત બિસ્વા શર્મા બોલ્યા- 'ભાજપને મત નથી આપતા મિયાં મુસ્લિમ', બાકી સીટો અમારી

આ પહેલા પણ હિમંત બિસ્વા શર્મા વિવાદિત નિવેદન આપી ચુક્યા છે. અસમમાં સરકારી મદરેસા બંધ કરાવવામાં તેમની મોટી ભૂમિકા રહી. તેમનું કહેવું હતું કે તેમની સરકાર ધારમિક આધાર પર અપાતા શિક્ષણ માટે સરકારી ફંડનો ખર્ચ કરશે નહીં.
 

 Assam Assembly Election: હિમંત બિસ્વા શર્મા બોલ્યા- 'ભાજપને મત નથી આપતા મિયાં મુસ્લિમ', બાકી સીટો અમારી

ગુવાહાટીઃ અસમમાં આગામી ત્રણ મહિનાની અંદર વિધાનસભા ચૂંટણી (Assembly elections) યોજાવાની છે. ચૂંટણી પહેલા તમામ પાર્ટીની સક્રિયતા વધી ગઈ છે. થોડા દિવસ પહેલા અસમના ખાનગી મદરેસામાં આધુનિક સિક્ષણ વ્યવસ્થા લાગૂ કરવાની વાત કરનાર મંત્રી હિમંત બિસ્વા શર્મા (Himant Biswa Sharma) એ ફરી મુસ્લિમોને લઈને નિવેદન આપ્યુ છે. શર્માએ શનિવારે કહ્યુ કે, 'મિયાં મુસ્લિમ' ભાજપને મત આપતા નથી. આ વાત અનુભવના આધારે કરી રહ્યો છે. તેમણે અમને પંચાયત અને 2014ની લોકસભા ચૂંટણીમાં મત નથી આપ્યા. ભાજપને તે સીટો પર મત નહીં મળે, જે તેના (મિંયા, મુસ્લિમ)ના હાથમાં છે, જ્યારે અન્ય સીટ અમારી છે. 

પત્રકારો સાથે વાતમાં હિમંત બિસ્વા શર્મા (Himant Biswa Sharma) એ કહ્યુ કે, અમારા ઉમેદવારોને મેદાનમાં ઉતારશુ જેખી મિયાં મુસ્લિમની સાથે પોતાની ઓળખ ન રાખનાર લોકોને કમલ (ભાજપનું ચિન્હ) કે હાથી (અસમ ગણ પરિષદનું ચૂંટણી ચિન્હ) માટે મત આપવાનો વિકલ્પ મળે. ઉલ્લેખનીય છે કે હિમંત બિસ્વા શર્મા ગુવાહાટી (Guwahati) ના જલુકબરી વિધાનસભા ક્ષેત્રથી વર્ષ 2001થી ચાર વખત ધારાસભ્ય છે. તેમણે ભાજપમાં આવતા પહેલા કોંગ્રેસની ટિકિટ પર ત્રણ વખત આ સીટનું પ્રતિનિધિત્વ કર્યુ અને 2016મા ભાજપની ટિકિટ પર જીત મેળવી હતી. 

— ANI (@ANI) January 31, 2021

અસમમાં બંધ થઈ ચુક્યા છે સ,રકારી મદરેસા
આ પહેલા પણ હિમંત બિસ્વા શર્મા વિવાદિત નિવેદન આપી ચુક્યા છે. અસમમાં સરકારી મદરેસા બંધ કરાવવામાં તેમની મોટી ભૂમિકા રહી. તેમનું કહેવું હતું કે તેમની સરકાર ધારમિક આધાર પર અપાતા શિક્ષણ માટે સરકારી ફંડનો ખર્ચ કરશે નહીં. મહત્વનું છે કે અસમ સરકાર 614 મદરેસાનું સંચાલન કરતી હતી. શર્માનું તે પણ કહેવુ છે કે તેઓ ખાનગી મદરેસામાં પણ મોર્ડન શિક્ષણ વ્યવસ્થા લાગૂ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news