નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસ (Republic Day 2021) ના અવસરે ટ્રેક્ટર પરેડ (Tractor Parade) ના નામે દિલ્હીમાં પ્રદર્શનકારી ખેડૂતોએ ખુબ ધમાલ મચાવી અને હિંસા આચરી, કૃષિ કાયદા (New Farm Laws) નો વિરોધ કરી રહેલા ખેડૂતોનો એક સમૂહ ટ્રેક્ટરો સાથે લાલ કિલ્લા પર પહોંચી ગયો અને તેના સ્તંભ પર એક ધાર્મિક ઝંડો લગાવી દીધો. અહીં જ પ્રધાનમંત્રી 15 ઓગસ્ટના દિવસે ભારતનો તિરંગો ફરકાવે છે. ગઈ કાલે થયેલી હિંસામાં 300થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. 22 એફઆઈઆર દાખલ થઈ છે. પોલીસે આ મામલે મોટી કાર્યવાહી કરતા 200 જેટલા લોકોની અટકાયત કરી છે. પોલીસે કહ્યું કે તેમની જલદી ધરપકડ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી પોલીસ ( Delhi ) ના જણાવ્યાં મુજબ દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ ( Republic Day 2021 )  ના અવસરે યોજાયેલી ખેડૂતોની ટ્રેક્ટર પરેડ (Tractor Parade) ને તોફાની બનાવવા અને હિંસા આચરવાના મામલે કાર્યવાહી શરૂ કરી દીધી છે. 200 જેટલા પ્રદર્શનકારીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે. જેમના પર દિલ્હીમાં હિંસા કરવા, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા અને પોલીસકર્મીઓને ઈજા પહોંચાડવાના આરોપ છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસામાં અત્યાર સુધી 22 એફઆઈઆર દાખલ થઈ છે. જેમાં સ્વરાજ ઈન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવ સહિત અને ખેડૂત નેતાઓના નામ સામેલ છે. 


Delhi Violence: અત્યાર સુધીમાં 22 FIR દાખલ, 300 થી વધુ પોલીસકર્મી ઘાયલ


ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા અને નેશનલ ફ્લેગના અપમાન બદલ એક વકીલે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરી છે. અરજીમાં કોર્ટના રિટાયર્ડ જજોની 3 સભ્યની કમિટી બનાવવા અને 26 જાન્યુઆરીના રોજ બનેલી ઘટનાઓ પર ન્યાયિક તપાસની માગણી કરાઈ છે. આ ઉપરાંત અરજીકર્તાએ કોર્ટ પાસે FIR દાખલ કરવાના નિર્દેશ આપવાની પણ માગણી કરી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube