નવી દિલ્હી: ગણતંત્ર દિવસ (Republic Day) ના અવસર પર ટ્રેક્ટર પરેડ (Tractor Parade) ના નામ પર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી  (Delhi) માં બબાલ કરનારાઓ પર શકંજો કસવાનું શરૂ થઇ ગયું છે. કૃષિ કાયદા (Agriculture Laws) નો વિરોધ કરી રહેલા ખેડૂતોની એક ટુકડીએ ટ્રેક્ટર રેલીની આડમાં લાલ કિલ્લા સુધી પહોંચી ગઇ. અહીં એક ધાર્મિક દ્વજ લગાવી દીધો. લાલકિલ્લાની અંદર તોડફોડની એવી તસવીરો સામે આવી છે જેને જોઈને દરેક આશ્વર્યમાં છે. હવે પોલીસ અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં લાગી ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહમંત્રીની હાઇલેવલ મીટિંગ
દિલ્હી ( Delhi ) માં ખેડૂતોના હિંસક પ્રદર્શન મામલે દિલ્હી પોલીસે અત્યાર સુધી 22 એફઆઇઆર દાખલ કરી છે. તેમાં સ્વરાજ ઇન્ડીયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવ (Yogendra Yadav) અને રાકેશ ટિકૈત સહિત ઘણા અન્ય ખેડૂત નેતાઓના નામ પણ છે. 200 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો પર દિલ્હી ( Delhi ) માં હિંસા કરવા, સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવા અને પોલીસકર્મીઓને ઇજા પહોંચાડવાનો આરોપ છે.

Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, 63,000 રૂપિયા પહોંચવાની સંભાવના


બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) એ દિલ્હી પોલીસ કમિશ્નર અને વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠક કરી સ્થિતિનું નિરિક્ષણ કર્યું. પોલીસ કમિશ્નરે દિલ્હીમાં ખેડૂતો દ્રારા ઉપદ્રવ અને હિંસા પર ગૃહમંત્રીને વિસ્તૃત રિપોર્ટ સોંપ્યો છે. બેઠકમાં  Intelligence Bureau ના ચીફ પણ હાજર રહ્યા હતા. 


કેન્દ્રીય એજન્સીઓ સક્રિય
દિલ્હી પોલીસ (Delhi Police) લાલ કિલ્લા (Red Fort) પર થયેલી હિંસાની તપાસ માટે IB અને કેન્દ્રીય એજન્સીઓની મદદ પણ લઇ રહ્યા છે. દિલ્હી ક્રાઇમ બ્રાંચ અને સ્પેશિયલ સેલ પાસે તપાસ કરાવવામાં આવી શકે છે. ઉપદ્રવીઓ વિરૂદ્ધ સખત કાર્યવાહી માટે ગૃહ મંત્રાલય હવે કાનૂન મંત્રાલયની મદદ પણ લઇ રહ્યા છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube