નવી દિલ્હીઃ જેઈઈ અને નીટની પરીક્ષાને લઈને કેન્દ્રીય શિક્ષા મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે મહત્વનું નિદેવન આપ્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કોરોના વાયરસની મહામારી વચ્ચે અમારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને કરિયર મહત્વનું છે. આ પરીક્ષાઓને પહેલા બે વખત સ્થગિત કરવામાં આવી છે. મોટાભાગના વિદ્યાર્થઈઓ અને તેના માતા-પિતા ઈચ્છે છે કે પરીક્ષાનું સમયસર આયોજન થાય. નિશંકે તે પણ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે પણ પોતાના નિર્ણયમાં કહ્યું કે, આપણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ષને ખરાબ ન કરી શકીએ. તેમણે રાજકીય પક્ષોને આ મુદ્દા પર કારણ વગર વિરોધ અને રાજનીતિ ન કરવાનો આગ્રહ કર્યો છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube