Farmers Protest: દિલ્હીની ચિલ્લા બોર્ડર થઇ ખાલી, ટેન્ટ ઉઠાવતાં જોવા મળ્યા ખેડૂતો
આ પહેલાં ભારતીય કિસાન યૂનિયન (ભાનૂ)ના અધ્યક્ષ ઠાકુર ભાનુ પ્રતાપ સિંહે કિસાન આંદોલનથી અલગ થવાની અને આંદોલન ખતમ કરવાની જાહેરાત કરી હતી. તેની થોડીવાર પછી ચિલ્લા બોર્ડર પર બેઠેલા ખેડૂતો પોતાના ટેન્ટ ઉતારતા જોવા મળ્યા હતા.
નવી દિલ્હી: ગણતંત્ર દિવસ (Republic Day) દરમિયાન દિલ્હીમાં ખેડૂતો દ્રારા કરવામાં આવેલી હિંસા (Violence in Farmers Protest) બાદ ખેડૂતોનું આંદોલન (Farmers Protest) નબળું પડી ગયું છે. એક તરફ દેશભરમાં ખેડૂતોના વિરૂદ્ધ ગુસ્સો છે તો બીજી તરફ ખેડૂત સંગઠનોમાં ફૂટ પડતી જોવા મળી રહી છે. બે ખેડૂત સંગઠનોએ પોતાને આ આંદોલનથી અલગ કરી દીધા છે. અખિલ ભારતીય ખેડૂત સંઘર્ષ સમન્વય સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ વીએમ સિંહ (VM Singh)એ કહ્યું કે તે આ આંદોલનથી પોતાને અલગ કરી રહ્યા છે. આ ઉપરાંત ભાનૂ જૂથએ પણ ખેડૂત આંદોલનને ખતમ કરવાની જાહેરાત કરી છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ચિલ્લા બોર્ડર પરથી પોતાના ટેન્ટ અને સામાન ઉઠાવવાનું શરૂ કરી દીધું છે.
ટેન્ટ અને સામાન સમેટતા જોવા મળ્યા ખેડૂત
આ પહેલાં ભારતીય કિસાન યૂનિયન (ભાનૂ)ના અધ્યક્ષ ઠાકુર ભાનુ પ્રતાપ સિંહે કિસાન આંદોલનથી અલગ થવાની અને આંદોલન ખતમ કરવાની જાહેરાત કરી હતી. તેની થોડીવાર પછી ચિલ્લા બોર્ડર પર બેઠેલા ખેડૂતો પોતાના ટેન્ટ ઉતારતા જોવા મળ્યા હતા. આ સંગઠન ખેડૂતોને ટ્રેક્ટર રેલી (Tractor Parade) દરમિયાન હિંસાના વિરોધમાં પ્રદર્શનને સમાપ્ત કરી રહ્યા છે.
આ કિસાન યૂનિયને પણ પોતાને કર્યા અલગ
આ પહેલાં અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ અને રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ વીએમ સિંહ (VM Singh)એ કહ્યું કે તે આ આંદોલનથી પોતાને અલગ કરી રહ્યા છે. સિંહે સરકાર અને ઘણા ખેડૂતો નેતાઓ પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે ગણતંત્ર દિવસે રાજધાની દિલ્હી ( Delhi ) માં જે થયું આ બધામાં સરકારની પણ ભૂલ છે. જ્યારે કોઇ 11 વાગ્યાના બદલે 8 વાગે નિકળી રહ્યું છે તો સરકાર શું કરી રહી હતી? જ્યારે સરકારને ખબર હતી કે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવનારને કેટલાક સંગઠનોએ કરોડો રૂપિયા આપવાની વાત કરી હતી ત્યારે સરકાર ક્યાં હતી?
વીએમ સિંહે ખેડૂતો પર સાધ્યું નિશાન
વીએમ સિંહે કહ્યું કે કોઇએ એવા વ્યક્તિ સાથે અમે કોઇ એવા વ્યક્તિ સાથે કૃષિ કાયદા (Agriculture Laws) ના વિરોધમાં આગળ ન વધી શકીએ જેની દિશા કંઇક અલગ હોય. એટલા માટે હું તેમને શુભેચ્છા પાઠવું છું. તેમણે કહ્યું કે હું અને અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ આ વિરોધને તાત્કાલિક પરત લઇ રહી છે.
વીએમ સિંહે કહ્યું કે હિંદુસ્તાનનો ધ્વજ, ગરિમા, મર્યાદા બધાની છે. તે મર્યાદાને જોઇ ભંગ કરી છે, ભંગ કરનાર ખોટા છે અને જેમણે ભંગ કરવા દીધી તે પણ ખોટા છે. ITO માં એક સાથી શહીદ થઇ ગયા. તેમણે કહ્યું કે જે વ્યક્તિ ખેડૂતોને લાલ કિલ્લા સુધી લઇને ગયા જેમણે ખેડૂતોને ઉશ્કેર્યા તેના વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઇએ.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube