નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદા (New Farm Law) ના વિરોધમાં આંદોલનકારી કિસાનો દ્વારા કાઢવામાં આવેલી ટ્રેક્ટર રેલી (Tractor Parade) દરમિયાન બબાલની આગ વધુ ભડકી શકે છે. સૂત્રો પ્રમાણે ગુપ્તચર વિભાગને હજુ અન્ય સ્થળો પર હિંસાની આશંકા છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે અર્ધસૈનિક દળોની વધારાની કંપનીઓને દિલ્હીમાં તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. સરકારી સૂત્ર પ્રમાણે વધારાના 15 અર્ધસૈનિક દળોની ટુકડીને તૈનાત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહમંત્રીની બેઠકમાં થયો આ નિર્ણય
ટ્રેક્ટર પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા (Kisan Tractor Rally) બાદ ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) એ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં દિલ્હી પોલીસ કમિશનર, ગૃહ સચિવ અને આઈબીના અધિકારી હાજર રહ્યા હતા. બેઠકમાં કાયદો વ્યવસ્થાની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા થઈ હતી. આ સિવાય કિસાનોના હિંસક પ્રદર્શન (farmeres Protest) બાદ ગૃહમંત્રાલયે સાવચેતીના ભાગ રૂપે દિલ્હીના અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અસ્થાયી રૂપે સિંધુ બોર્ડર, ગાઝીપુર બોર્ડર, ટીકરી બોર્ડર, મુકરબા ચોક અને નાંગલોઈમાં રાત્રે 2 કલાક સુધી ઈન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરી દીધી છે. 


આ પણ વાંચોઃ Kisan Tractor Rally: સંજય રાઉતે કહ્યું - દેશમાં કેવા પ્રકારની લોકશાહી ખીલી રહી છે, કેટલીક અદ્રશ્ય શક્તિ રાજકારણ કરી રહી છે


દિલ્હી પોવીસે કરી અપીલ
દિલ્હી પોલીસના પ્રવક્તા ઈશ સિંઘલે કહ્યુ કે, આજે કિસાનોની Kisan Tractor Rally માં હિંસક ઘટનાઓ થઈ છે. હિંસા દરમિયાન ઘણા પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. સરકારી સંપત્તિને પણ નુકસાન થયું છે. પોલીસે સંયમ સાથે કામ કર્યું. મારી કિસાન આંદોલનકારીઓને અપીલ છે કે જે પહેલાથી માર્ગ નક્કી થયા છે ત્યાં પરત ફરી જાય.


આ પણ વાંચોઃ Farmers Protest: કિસાનોના પ્રદર્શન વચ્ચે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, આપ્યો આ આદેશ


ટકરાવ બાદ વધ્યો મામલો
મહત્વનું છે કે ટ્રેક્ટર પરેડ (Kisan Tractor Rally) દરમિયાન આઈટીઓ પર પ્રદર્શનકારીઓ અને દિલ્હી પોલીસ વચ્ચે ઘર્ષણ બાદ બબાલ વધી હતી. પ્રદર્શનકારીઓ ઘણા સ્થાનો પર પોલીસ સાથે ટકરાવ બાદ લાલ કિલ્લા (Red Fort) સુધી પહોંચી ગયા હતા. પ્રદર્શનકારીઓમાં સામેલ એક મોટા સમૂહે પોતાના હાથમાં તિરંગો અને કિસાન સંઘનો ધ્વજ રાખીને કિલ્લાને ઘેરી લીધો હતો. તો કેટલાક તોફાની તત્વોએ લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવી દીધો હતો. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube