Farmers Protest: કિસાનોના પ્રદર્શન વચ્ચે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, આપ્યો આ આદેશ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી  (Delhi) માં કિસાનોના હિંસક પ્રદર્શન બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય  (MHA) એ ઇમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠકમાં ગૃહ મંત્રાલયના ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર છે અને આગળની રણનીતિ પર ચર્ચા થઈ રહી છે. 
 

Farmers Protest: કિસાનોના પ્રદર્શન વચ્ચે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, આપ્યો આ આદેશ

નવી દિલ્હીઃ કૃષિ કાયદા (Agriculture Laws) વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા કિસાનોની ટ્રેક્ટર રેલી ( Tractor Rally) દરમિયાન થયેલી હિંસા બાદ ગૃહ મંત્રાલય (MHA) એ ઇમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠક બાદ ગૃહ મંત્રાલયે દિલ્હીમાં અર્ધસૈનિક દળોની ટુકડીને તૈનાત કરવાના આદેશ આવ્યા છે. તો દિલ્હીના પોલીસ કમિશનરે તોફાની તત્વો સામે કડક પગલા ભરવાનો આદેશ આપ્યો છે. દિલ્હીમાં અર્ધસૈનિક દળોની વધારાની 1500 ટુકડી તૈનાત કરવામાં આવશે. 

ગૃહ મંત્રાલયે ઘણા વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી 
છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલું કિસાન આંદોલન (farmeres Protest) 26 જાન્યુઆરીએ કેટલાક ઉપદ્રવીઓને કારણે ઉગ્ર બની ગયું હતું. ત્યારબાદ સરકાર તરફથી સુરક્ષાને ધ્યાનમાં રાખતા કિસાનોના પ્રદર્શન વાળા સ્થળો પર ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સરકાર તરફથી એક મેસેજ જારી કરવામાં આવ્યો છે કે દિલ્હી અને એનસીઆરના ઘણા વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાને રાત્રે 12 કલાક સુધી બંધ કરી દેવામાં આવી છે. સિંધુ, ટીકરી, ગાઝીપુર બોર્ડરની સાથે મુકરબા ચોક અને નાંગલોઈ વિસ્તારમાં ઈન્ટરનેટ રાત્રે 12 કલાક સુધી બંધ છે. 

આઈટીઓ પર પ્રદર્શન બાદ લાલ કિલ્લા પર પહોંચ્યા કિસાન
ટ્રેક્ટર માર્ચ (Kisan Tractor Rally) દરમિયાન કિસાન પહેલાથી નક્કી રસ્તાથી હટીને દિલ્હીમાં ઘુસ્યા અને આઈટીઓ  (ITO) પહોંચીને હિંસા કરી હતી. ત્યારબાદ કિસાન લાલ કિલ્લા (Red Fort) પહોંચી ગયા અને ત્યાં ઉપર ચઢીને કિસાનોએ પોતાનો ઝંડો ફરકાવી દીધો હતો. બાદમાં પોલીસે આ ઝંડો ઉતારી લીધો છે. 

પોલીસે પ્રદર્શનકારીઓને લાલ કિલ્લાથી હટાવ્યા
પોલીસે લગભગ 90 મિનિટ સુધી ચાલેલી અફરાતફરી બાદ પ્રદર્શનકારી કિસાનોને લાલ કિલ્લા પરિસરથી હટાવી દીધા છે. કિસાન પોતાની ટ્રેક્ટર પરેડના નક્કી કરેલા માર્ગથી હટીને લાલ કિલ્લા પર પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસે પરિસર ખાલી કરાવવા માટે લાઠીચાર્જ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news