Virat Kohli on Farmers Protest: સચિન તેન્દુલકર અને અન્ય અનેક ક્રિક્ટરો બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ પણ અમરિકી સિંગર રિહાના (Rihanna) ના ટ્વીટ પર આકરી પ્રતિક્રિયા આપી છે. વિરાટ કોહલીએ કહ્યું કે આપણે આ સમયે એકજૂથ રહેવાની જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે બોલીવુડ અને ક્રિકેટ સિલિબ્રિટીઝની આ ટિપ્પણીઓ વિદેશ મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રિહાના (Rihanna) , જલવાયુ કાર્યકર ગ્રેટા થનબર્ગ અને અન્ય તરફથી ખેડૂત આંદોલન માટે કરવામાં આવેલી ટિપ્પણીઓ પર આકરી પ્રતિક્રિયા બાદ આવી છે. 


વિરાટ કોહલી  ( Virat Kohli ) એ ટ્વીટ કરીને કહ્યું કે, "અસહમતિના આ સમયમાં આપણે બધા એકજૂથ રહીએ. ખેડૂતો આપણા દેશનો એક અભિન્ન હિસ્સો છે અને મને વિશ્વાસ છે કે તમામ પક્ષો વચ્ચે એક સોહાર્દપૂર્ણ સમાધાન મળી જશે જેથી કરીને શાંતિ થાય અને તમામ મળીને આગળ વધી શકે."


Farm Laws) વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનને બુધવારે પોતાનું સમર્થન આપ્યું. ભારત સરકારે તેના પર ખુબ જ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપતા તેમને 'નિહિત સ્વાર્થી સમૂહો'નો ભાગ ગણાવ્યા અને તેમના સમર્થનને સનસનીખેઝ સોશિયલ મીડિયા હેશટેગ ટિપ્પણીઓના રૂપમાં વર્ણિત કરતા કહ્યું કે 'આ ન તો સટીક છે કે ન તો જવાબદાર.'


Farmers Protest: રિહાના, ગ્રેટાએ ખેડૂત આંદોલનનો મુદ્દો ઉછાળતા ભારતે કહ્યું- કોમેન્ટ કરતા પહેલા Fact જાણો


નોંધનીય છે કે બુધવારે  ટ્વિટર પર એ સમયે એકદમ હડકંપ મચી ગયો જ્યારે મંગળવારે રાતે અમેરિકી પોપ ગાયિકા રિહાનાએ ભારતના ખેડૂતોના વિરોધ પ્રદર્શન પર એક સમાચાર લિંક પોસ્ટ કરી અને ટ્વીટ કરી કે આપણે આ અંગે વાત કેમ નથી કરી રહ્યાં. 


#GretaThunbergExposed: ખેડૂત આંદોલનના નામે વૈશ્વિક પ્રોપેંગેંડા ગ્રુપ સાથે જોડાઇને ભારતને બદનામ કરી રહી છે ગ્રેટા થનબર્ગ


ત્યારબાદ વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે દેશના કેટલાક ભાગોમાં ખેડૂતોના એક ખુબ નાના વર્ગને કૃષિ સુધારા અંગે કેટલીક આપત્તિઓ છે અને આંદોલન પર ઉતાવળમાં ટિપ્પણી કરતા પહેલા આ મુદ્દાને બરાબર સમજવાની જરૂર છે. 


રિહાનાનું નામ ન લીધુ
જો કે કોઈ પણ વિરાટ સહિત કોઈ પણ ખેલાડીએ પોતાની ટ્વીટમાં ક્યાંય રિહાનાનું નામ નથી લીધુ પરંતુ સંકેત સ્પષ્ટ છે કે ઈશારો પોપ સ્ટાર તરફ હતો. અગાઉ સચિને તો પોતાની ટ્વીટમાં પ્રોપગેન્ડા ન ચલાવવાની વાત સ્પષ્ટપણે કરી પણ હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube