નવી દિલ્હીઃ નેશનલ કોન્ફરન્સ (NC) ના નેતા ફારૂક અબ્દુલ્લા (Farooq Abdullah) એ મંગળવારે સરકારને જમ્મુ-કાશ્મીરના લોકોને 'દિલથી લગાવવા' અને પ્રદર્શનકારી કિસાનોની વાત સાંભળવાનો આગ્રહ કર્યો. આ વાત કરતા તેમણે કહ્યું કે, 'ભગવાન રામ આપણા બધાના છે અને જો અલ્લાહ તથા ભગવાનમાં ફર્ક કરવામાં આવ્યો તો દેશ તૂટી જશે.' લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેતા અબ્દુલ્લાએ આ વાત કહી કે પૂર્વ પ્રધાનમંત્રીઓ અને પહેલાના દિગ્ગજ નેતાઓ પર આંગળી ઉઠાવવી લોકતંત્ર માટે સારી પરંપરા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીનગરથી લોકસભા સભ્ય સત્તા પક્ષને સંબોધતા કહ્યુ, ભગવાન અને અલ્લાહ એક છે. જો તેમાં તફાવત કરશો તો દેશ તોડી દેશો. જો તમે કોઈ ભૂલ કરી તો અમે તમને યોગ્ય કરીશું અને અમે ભૂલ કરીએ તો તમે યોગ્ય કરશો. આ રીતે દેશ ચાલે છે. અબ્દુલ્લાએ કહ્યુ, આજે અમને તમે પાકિસ્તાની કહો છો, ખાલિસ્તાની કહો છો, ચીની કહો છો. મારે અહીં મરવુ છે, અહીં જીવવુ છે. હું કોઈથી ડરતો નથી. મારે માત્ર ઉપરવાળાના જવાબ આપવાનો છે. 


આ પણ વાંચોઃ Red Fort Violence: દીપ સિદ્ધૂને કોર્ટમાં કરાયો રજૂ, દિલ્હી પોલીસને મળ્યા 7 દિવસના રિમાન્ડ  


તેમણે તે વાત પર ભાર આપ્યો, 'રામ તો વિશ્વના રામ છે. જો તે દુનિયાના રામ છે તો આપણા બધાના રામ છે. કુરાન માત્ર અમારૂ નહીં, બધાનું છે. બાઇબલ બધાનું છે. લોકસભા સભ્યએ સત્તાપક્ષ માટે કહ્યુ, અમે તમને ક્યારેય દુશ્મન માન્યા નથી. તમને અમારા ગણ્યા. જ્યારે તમે વિપક્ષમાં હશો તો તમારૂ સન્માન કરીશું અને તમારાથી વધુ કરીશું. 


અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાનો હવાલો આપતા કહ્યુ કે, સરકારને આગ્રહ કર્યો કે તે રાજ્યને જોડવા અને ત્યાંના લોકોને દિલથી લગાવવાનું કામ કરે. તેમણે કહ્યું, તમે કાશ્મીરના લોકોને દિલથી લગાવો.. બધાને સાથે લઈને ચાલો. દુનિયાને દેખાડો આપણે શું છીએ. તેમણે કહ્યું, અમે ક્યારે દેશમાં નહતા. મેં તો સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની વાત કરી. આ દેશ આપણો છો, પરંતુ તમારે પણ મારૂ સન્માન રાખવાનું છે.


આ પણ વાંચોઃ કોણ ટાગોરની ખુરશી પર બેઠું? સંસદમાં તસવીર દેખાડી શાહ બોલ્યા- હું નહીં, નહેરૂ અને રાજીવ ગાંધી બેઠા હતા


જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યુ, હું ધન્યવાદ આપુ છું કે 18 મહિના બાદ જમ્મુ-કાશ્મીરમાં 4જી સેવા શરૂ કરવામાં આવી છે. અલ્લાહ કરે તે આગળ ચાલતી રહે. તેમણે દાવો કર્યો કે જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદના ચૂંટણી પરિણામ બાદ જીતેલા લોકોને પક્ષ બદલવા માટે સ્થાનીક પ્રશાસન દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube