Red Fort Violence: દીપ સિદ્ધૂને કોર્ટમાં કરાયો રજૂ, દિલ્હી પોલીસને મળ્યા 7 દિવસના રિમાન્ડ
દિલ્હીની તીસ હજારી કોર્ટમાં દીપ સિદ્ધૂની પોલીસ રિમાન્ડ પર સુનાવણી ચાલી રહી છે. પોલીસે કોર્ટ પાસે 10 દિવસની પોલીસ રિમાન્ડની માંગ કરી હતી. પરંતુ તેને સાત દિવસના રિમાન્ડ મળ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા (Red Fort) થયેલી હિંસા અને તોફાનના મુખ્ય આરોપી દીપ સિદ્ધૂ (Deep Sidhu) ને કોર્ટે 7 દિવસની રિમાન્ડ પર મોકલી દીધો છે. તેની દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ધરપકડ કરી હતી. તે કિસાનોની ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લાની પ્રાચીર પર ઝંડો ફરકાવવાનો આરોપી છે. ઘટના બાદથી દીપ સિદ્ધૂ ફરાર હતો. દિલ્હી પોલીસે કોર્ટ પાસે 10 દિવસની પોલીસ રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ તેને 7 દિવસના રિમાન્ડ મળ્યા છે.
સિદ્ધૂ પર દિલ્હી પોલીસે (Delhi police) એ એક લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. ફરાર થયા છતા સિદ્ધૂ ફેસબુક દ્વારા સતત વીડિયો મેસેજ કરી રહ્યો હતો. દિલ્હી પોલીસે પાછલા દિવસોમાં દાવો કર્યો હતો કે તે પોતાની એક નજીકની મિત્ર દ્વારા સોશિયલ મીડિયા પરવીડિયો અપલોડ કરી રહ્યો હતો. પંજાબી ફિલ્મોના એક્ટર દીપ સિદ્ધૂ (Deep Sidhu) ને ઝડપવા માટે દિલ્હી પોલીસની ટીમે પંજાબમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. તે પોતાના ફેસબુક પર વીડિયો અપલોડ કરતો હતો જેમાં પંજાબીમાં વાત કરતા ખુદને નિર્દોષ ગણાવતો હતો.
આ પણ વાંચોઃ કોણ ટાગોરની ખુરશી પર બેઠું? સંસદમાં તસવીર દેખાડી શાહ બોલ્યા- હું નહીં, નહેરૂ અને રાજીવ ગાંધી બેઠા હતા
અધિકારીઓએ મંગળવારે જણાવ્યુ કે, કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં ગણતંત્ર દિવસો પર કિસાનોની ટ્રેક્ટર પરેડ (Tractor parade) દરમિયાન લાલ કિલ્લામાં થયેલી હિંસાની ઘટનામાં આરોપી અભિનેતા-કાર્યકર્તા દીપ સિદ્ધૂની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે. સિદ્ધૂને સોમવારે રાત્રે 10.40 કલાકે કરનાલ બાયપાસ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો.
ગણતંત્ર દિવસ પર લાલ કિલ્લામાં ભીડને ઉશ્કેરવાના સંબંધમાં નોંધાયેલા મામલામાં પોલીસ તેને શોધી રહી હતી. ડીસીપીએ કહ્યુ, અપરાધ શાખા તેની ભૂમિકાની વિસ્તારથી તપાસ કરશે. તે પૂછવા પર કે 26 જાન્યુારી બાદથી તે ક્યાં છુપાયો હતો, યાદવે કહ્યું કે, તપાસ હજુ શરૂઆતી તબક્કામાં છે. ગણતંત્ર દિવસ પર થયેલી હિંસામાં 500થી વધુ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા અને એક પ્રદર્શનકારીનું મોત થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે