સુશાંત કેસમાં હવે રિયાની ડિટેલ્સ મેળવવા માટે ED કરશે `FIU`નો ઉપયોગ!, ખાસ જાણો
ED હવે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) અને રિયા ચક્રવર્તીના વિદેશ પ્રવાસની તપાસ કરશે. ઈડી આ તપાસમાં આર્થિક તપાસ શાખા (FIU)ની મદદ લેશે. ઈડીએ એ જાણકારી મેળવવાની કોશિશ કરશે કે 25 દિવસના યુરોપ પ્રવાસ દરમિયાન શું કોઈ મોટી આર્થિક લેવડદેવડ થઈ હતી? FIUની મદદથી સુશાંત અને રિયાના 25 દિવસના પ્રવાસની ઘણી જાણકારી મળવાની આશા છે.
નવી દિલ્હી: ED હવે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) અને રિયા ચક્રવર્તીના વિદેશ પ્રવાસની તપાસ કરશે. ઈડી આ તપાસમાં આર્થિક તપાસ શાખા (FIU)ની મદદ લેશે. ઈડીએ એ જાણકારી મેળવવાની કોશિશ કરશે કે 25 દિવસના યુરોપ પ્રવાસ દરમિયાન શું કોઈ મોટી આર્થિક લેવડદેવડ થઈ હતી? FIUની મદદથી સુશાંત અને રિયાના 25 દિવસના પ્રવાસની ઘણી જાણકારી મળવાની આશા છે.
સુશાંત કેસ: રિયાના અનેક જૂઠ્ઠાણાનો થયો પર્દાફાશ! મહેશ ભટ્ટ સાથેની વોટ્સએપ ચેટ વાયરલ
ઈડી સુશાંત સિંહ રાજપૂત કેસમાં મની લોન્ડરિંગને લઈને કઈ ખાસ માહિતી મેળવી શકી નથી. સુશાંતની ગર્લફ્રેન્ડ અને કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીના એકાઉન્ટ્સથી પણ કોઈ ખાસ જાણકારી ઈડીને મળી શકી નથી. જો કે ઈડીને એ જરૂર ખબર પડી કે સુશાંત અને રિયા એક સાથે વિદેશ પ્રવાસે ગયા હતાં. ત્યારબાદ FIUની મદદથી ઈડી તે પ્રવાસ દરમિયાન થયેલી આર્થિક લેવડદેવડની વિગતો મેળવવાની તૈયારીમાં છે.
FIU ઈન્ડિયાને ફ્રાન્સ, સ્વિટ્ઝર્લેન્ડ, ઓસ્ટ્રિયા અને ઈટાલીના FIU પાસેથી ઘણી માહિતી મળી શકે છે પરંતુ આ જાણકારીઓનો ઉપયોગ ઈડી કોર્ટમાં કાયદાકીય રીતે કરી શકે નહીં. કોઈ પણ દેશની FIU આ જાણકારીઓને મેળવવા માટે લોકલ પોલીસથી લઈને ગુપ્તચર શાખાઓનો ઉપયોગ કરે છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube