નવી દિલ્હી: રાજ્યસભા (Rajya Sabha) માંથી આજે ચાર સાંસદોની વિદાય થઈ રહી છે. ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad), શમશેર સિંહ, મીર મોહમ્મદ ફૈયાઝ, નાદિર અહેમદનો કાર્યકાળ સમાપ્ત થયો. પીએમ મોદીએ આ સાંસદોને વિદાય આપતા આજે રાજ્યસભામાં સંબોધન કર્યું અને આ દરમિયાન તેમણે ગુલામનબી આઝાદના ખુબ વખાણ કર્યા અને ભાવુક પણ થઈ ગયા. તેમની આંખોમાં ઝળઝળિયા આવી ગયા. આ બાજુ પીએમ મોદીના સંબોધન બાદ ગુલામ નબી આઝાદ પણ રાજ્યસભામાં બોલતી વખતે ગળગળા થઈ ગયા અને આંખો ભીની થઈ ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azad) તમામનો આભાર વ્યક્ત કરતા પોતાના લાંબા રાજકીય અનુભવોના કેટલાક  કિસ્સા પણ શેર કર્યા. ગુલામ નબી આઝાદ ગળગળા થતા બોલ્યા કે...


गुजर गया वो जो छोटा सा ये फसाना था
फूल थे चमन था आशियाना था
न पूछ उजड़े नशेमन की दास्तां
चार दिन का ही था, मगर था तो आशियाना ही था.. 


જમ્મુ રિઝનથી આવતા ગુલામ નબી () એ જણાવ્યું કે તેમણે દેશભક્તિ મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને મૌલાના આઝાદને વાંચીને શીખી છે. ગુલામ નબીએ પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી અને સંજય ગાંધીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે તેમના કારણે તેઓ અહીં સુધી પહોંચી શક્યા. આ સાથે જ ગુલામ નબીએ જણાવ્યું કે કાશ્મીરના હાલાત પહેલા કેવા હતા અને હવે કેટલા બદલાઈ ગયા છે. પાકિસ્તાન અંગે પણ પોતાનો મત રજુ  કર્યો. 


રાજ્યસભામાં અચાનક ભાવુક થઈ ગયા PM મોદી, કોંગ્રેસના દિગ્ગજ નેતાના કર્યા વખાણ


ગુલામ નબીએ સદનમાં જણાવ્યું કે હું કાશ્મીરની સૌથી મોટી SP કોલેજમાં ભણતો હતો. ત્યાં 14 ઓગસ્ટ, અને 15 ઓગસ્ટ બંને દિવસ ઉજવાતા હતા. 14 ઓગસ્ટ (પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ) ઉજવનારાઓની સંખ્યા વધુ હતી. હું અને મારા કેટલાક સાથી 15 ઓગસ્ટ ઉજવતા હતા અને આવા લોકો બહુ ઓછા હતા. પરંતુ ત્યારબાદ અમે એક અઠવાડિયું કોલેજ જતા નહતા. કારણ કે ત્યાં પીટાઈ થતી હતી. તે સમયમાંથી નીકળીને અમે અહીં પહોંચ્યા છીએ. 


New Labour Code: આનંદો...હવે અઠવાડિયામાં 3 દિવસ મળી શકે છે રજા, નવા ડ્રાફ્ટ પર સરકાર કરી રહી છે વિચાર


આઝાદે કહ્યું કે ગત 30-35 વર્ષમાં અફઘાનિસ્તાનથી લઈને ઈરાક સુધી, કેટલાક વર્ષો પહેલા જુઓ તો મુસ્લિમ દેશો એક બીજા સાથે લડાઈ કરીને ખતમ થઈ રહ્યા છે. ત્યાં કોઈ હિન્દુ કે ઈસાઈ નથી, તેઓ પરસ્પર જ લડી રહ્યા છે. ગુલામ નબીએ કહ્યું કે પાકિસ્તાનના સમાજમાં જે બદીઓ છે , ખુદા કરે કે તે આપણા મુસલમાનોમાં ક્યારેય ન આવે. 


પીએમ મોદી થઈ ગયા હતા ભાવુક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે ફરી એકવાર રાજ્યસભા (Rajya Sabha) ને સંબોધન કર્યું. કોંગ્રેસ (Congress) ના ગુલામ નબી આઝાદ સહિત 4 સાંસદોની આજે સદનમાંથી વિદાય થઈ રહી છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ ગુલામ નબી આઝાદના ખુબ વખાણ કર્યા. આ દરમિયાન પીએમ મોદી ભાવુક થયેલા જોવા મળ્યા. એક આતંકી ઘટના બાદ ગુલામ નબી આઝાદ સાથે ફોન પર થયેલી વાતનો ઉલ્લેખ કરતા તેઓ ભાવુક થઈ ગયા. 


ગુજરાતી મુસાફરો આતંકી ઘટનાનો ભોગ બન્યા તે વાતનો કર્યો ઉલ્લેખ
ગુલામ નબી આઝાદ વિશે વાત કરતા તેમણે કહ્યું કે ગુલામ નબી આઝાદ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે હું પણ એક રાજ્યનો મુખ્યમંત્રી હતો. અમારી ખુબ ગાઢ નીકટતા રહી. એકવાર ગુજરાતના કેટલાક મુસાફરો પર આતંકીઓએ હુમલો કર્યો, 8 લોકો માર્યા ગયા. સૌથી પહેલા ગુલામ નબી આઝાદજીનો મને ફોન આવ્યો હતો. તેમના આંસૂ અટકતા નહતા. પીએમ મોદીએ જણાવ્યું કે તે સમયે પ્રણવ મુખરજી રક્ષામંત્રી હતા, તો તેમની ફૌજના હવાઈ જહાજની વ્યવસ્થાની માગણી કરી. તે વખતે એરપોર્ટથી જ ગુલામનબી આઝાદે ફોન કર્યો. જે રીતે પોતાના પરિવારના સભ્યની ચિંતા કરવામાં આવે છે તેવી જ આઝાદજીએ તેમની ચિંતા કરી. 


FASTag: કોઈ પણ સંજોગોમાં આ તારીખ પહેલા ફાસ્ટેગ ખરીદી લેજો, ત્યારબાદ નહીં કરી શકો કેશ પેમેન્ટ


ગુલામ નબીજીનો આદર કરું છું-પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે સત્તા જીવનમાં આવતી જતી રહે છે, તેને કેવી રીતે પચાવવી તે ગુલામ નબી આઝાદજી પાસેથી શીખવા મળે છે. પીએમ મોદીએ જણાવ્યું કે એક મિત્ર તરીકે હું આઝાદજીનો ખુબ આદર કરું છું. પીએમ મોદીએ કહ્યું કે મને ચિંતા એ વાતની છે કે ગુલામ નબીજી બાદ જે પણ આ પદ સંભાળશે તેમને ગુલામ નબીજી સાથે મેચ કરવામાં ખુબ મુશ્કેલી પડશે. કારણ કે ગુલામ નબીજી પોતાના પક્ષની ચિંતા કરતા હતા, પરંતુ દેશ અને સદનની પણ એટલી જ ચિંતા કરતા હતા. જ્યારે હું ચૂંટણી રાજકારણમાં આવ્યો ત્યારે ગુલામ નબી આઝાદ અને હું લોબીમાં વાત કરતા હતા. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube