Good News: કોરોના પર ખુબ જ રાહત આપે તેવા સમાચાર, જાણીને ઉછળી પડશો
કોરોના (Corona virus) પર મહત્વના અને આનંદ આપે તેવા સમાચાર આવ્યા છે. જો કે આ સમાચાર બાદ એમ માનવાની જરાય જરૂર નથી કે કોરોનાને દૂર રાખવા માટે સાવધાનીઓ વર્તવાનું છોડી દેવું જોઈએ. પરંતુ હવે તમે જિંદગી ડરી ડરીને જીવતા હોવ તો તે જરૂર છોડી દેજો. કોરોનાથી સાવધાની તો અત્યારે પણ એટલી જ જરૂરી છે. એક મહત્વનો અભ્યાસ હાથ ધરાયો હતો જેના તારણોથી જાણવા મળ્યું છે કે કોરોનાના 70 ટકા દર્દીઓ ચેપ ફેલાવતા નથી.
નવી દિલ્હી: કોરોના (Corona virus) પર મહત્વના અને આનંદ આપે તેવા સમાચાર આવ્યા છે. જો કે આ સમાચાર બાદ એમ માનવાની જરાય જરૂર નથી કે કોરોનાને દૂર રાખવા માટે સાવધાનીઓ વર્તવાનું છોડી દેવું જોઈએ. પરંતુ હવે તમે જિંદગી ડરી ડરીને જીવતા હોવ તો તે જરૂર છોડી દેજો. કોરોનાથી સાવધાની તો અત્યારે પણ એટલી જ જરૂરી છે. એક મહત્વનો અભ્યાસ હાથ ધરાયો હતો જેના તારણોથી જાણવા મળ્યું છે કે કોરોનાના 70 ટકા દર્દીઓ ચેપ ફેલાવતા નથી.
Corona Vaccine: દેશમાં કોરોનાની રસી સૌપ્રથમ કોને અપાશે? સ્વાસ્થ્યમંત્રીએ આપ્યો જવાબ
આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં થયો અભ્યાસ
ચીની વાયરસ વિશે કરાયેલો આ એક મહત્વપૂર્ણ અભ્યાસ છે. આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં કરાયેલા આ અભ્યાસ દ્વારા જાણકારી મળી છે કે કોરોનાના 70 ટકા દર્દીઓ સંક્રમણ ફેલાવતા નથી. અહીં એ બતાવવું પણ અત્યંત જરૂરી છે. કે આ અભ્યાસ આમ તો આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં થયો હતો પરંતુ આ અભ્યાસ અમેરિકા સ્થિત સેન્ટર ફોર ડિસીઝ, ડાયનેમિક્સ એન્ડ ઈકોનોમિક્સ પોલીસી (CDDEP) , આંધ્ર પ્રદેશ અને તામિલનાડુ સરકારો તથા University of California at Berkeley દ્વારા હાથ ધરાયો હતો.
Corona virus અને Currency પર RBI તરફથી આવ્યા અત્યંત ચિંતાજનક સમાચાર, સાવધાની નહીં રાખો તો પસ્તાશો
સરખી ઉંમરના બાળકોમાં સંક્રમણ વધુ
કોરોના સંક્રમણ અંગે કરાયેલા આ નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોરોનાથી સંક્રમિત તમામ વ્યક્તિઓ વાયરસનો પ્રસાર કરતા નથી. બીજું મહત્વનું તારણ એ જાણવા મળ્યું છે કે સરખી ઉંમરના બાળકોમાં આ ચેપનો ફેલાવો વધુ થાય છે. આંધ્ર પ્રદેશ અને તામિલનાડુનો આ અભ્યાસ 'સાયન્સ' મેગેઝીનના 30 સપ્ટેમ્બરના અંકમાં ‘Epidemiology and transmission dynamics of Covid-19 in two Indian states’ મથાળા હેઠળ આ અભ્યાસ પ્રકાશિત થયો છે.
કોરોના વેક્સિન પર મોટા સમાચાર- જુલાઈ 2021 સુધી દેશમાં 25 કરોડ લોકોને રસી ઉપલબ્ધ કરાવશે સરકાર
સૌથી મોટો અભ્યાસ
આંધ્ર પ્રદેશ સરકારના એક અધિકારીએ આ અભ્યાસ વિશે જાણકારી આપતા કહ્યું કે મહામારી વિજ્ઞાનનું આ અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી વ્યાપક વિશ્લેષણ છે. જે આંધ્ર પ્રદેશ અને તામિલનાડુ રાજ્યોમાં હજારો સંપર્ક પ્રશિક્ષકો દ્વારા ભેગા કરાયેલા આંકડાના આધારે તૈયાર કરાયું છે. અધિકારીએ જણાવ્યું કે આ અભ્યાસ બંને રાજ્યોમાં થઈને 5,75,071 લોકો પર કરવામાં આવ્યો હતો જેમાંથી 84,965 કોવિડ-19ના કન્ફર્મ કેસ હતા.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube