નવી દિલ્હી: ઉત્તરાખંડ (Uttarkhand) ની ધાર્મિક નગરી હરિદ્વાર (Haridwar) માંથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. બે સગીરાઓએ પોતાના દોઢ વર્ષના ભાઈને ગંગા નહેરમાં ડૂબોડી નાખ્યો. મૃતક બાળકની ઓળખ પૂરબ તરીકે થઈ છે. બાળક શુક્રવારથી ગુમ હતો. છેલ્લે તે તેની બહેનો સાથે જોવા મળ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે નાના ભાઈની દેખરેખ કરવી આ બંને બહેનોને જરાય ગમતી નહતી. તેઓ આ દેખરેખ કરવાના કામમાંથી છૂટકારો ઈચ્છતી હતી. આથી તેમણે આવું બિહામણું પગલું ભર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર: સત્તા માટે PM મોદીએ શરદ પવારને કરી 'ઓફર'..એ સાચું કે પછી અફવા?


પૂરબના પિતા સોનુકુમાર લોઢા મંડી વિસ્તારમાં રહે છે. અહીં તેઓ મિકેનિકનું કામ કરે છે. રવિવારે તેમણે બાળક ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. કુટુંબિજનોને પહેલા તો બાળક ચોરી થયું હોવાની શંકા હતી. જો કે પોલીસને બાળકની બહેનો પર શક હતો. સીસીટીવી ફૂટેજ (CCTV Footage) માં પોલીસને જાણવા મળ્યું કે 13 અને 14 વર્ષની  બે બહેનો બાળકને નહેર તરફ લઈ જઈ રહી હતી. જેના આધારે પોલીસને તેમના પર શક ગયો હતો.


VIDEO: પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં છીંડા, રોબર્ટ વાડ્રાએ તેને મહિલા સુરક્ષા સાથે જોડી દીધો


પૂછપરછ દરમિાયન બંને બહેનો તૂટી ગઈ અને એવો ખુલાસો કર્યો કે બધા ચોંકી ગયાં. બહેનોએ પોલીસને જણાવ્યું કે નાના ભાઈની દેખરેખ કરવી તેમને ગમતી નહતી. આ જ કારણે તેમણે નાના ભાઈને ડૂબોડીને મારી નાખ્યો. પોલીસનું કહેવું છે કે તેમને હજુ સુધી બાળકનો મૃતદેહ મળ્યો નથી. એવું કહેવાય છે કે બાળક પાણીમાં ડૂબી  ગયો હશે. બંને બહેનોએ જણાવ્યું કે હાલમાં જ સામે આવેલા એક કેસ બાદ તેમને આવી વારદાતને અંજામ આપવાનું સૂઝ્યું હતું. હકીકતમાં એક મહિલાએ પોતાના બાળકને ગંગામાં ડૂબોડીને મારી નાખ્યું હતું. 


આ VIDEO પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube