cctv

Latest Security Facility Come To Himmatnagar? PT3M16S

હિંમતનગરમાં ક્યારે આવશે સુરક્ષાની અધ્યતન સુવિધા?

સુરક્ષા અને સલામતી માટે શહેરના ભીડ ભાડ વાળા સ્થળો એ સીસીટીવી કેમેરા લગાવવા માં આવતા હોય છે પરંતુ હિંમતનગર શહેરમાં અનેક સ્થળો એ સીસીટીવી કેમેરાનો અભાવ છે સાથેજ શહેરનાં મુખ્ય બસ ડેપો માં લગાવેલ સીસીટીવી કેમેરા માત્ર શોભાના ગઠીયા સમાન છે.

Jan 15, 2020, 06:15 PM IST
Samachar Gujarat: CCTV Cameras Network Set Up Across The Gujarat PT23M1S

સમાચાર ગુજરાત: રાજ્યભરમાં ગોઠવાશે CCTV કેમેરાનું નેટવર્ક

રાજ્યની સુરક્ષામાં વધારો થશે. ત્રીજી આંખથી રાજ્યભરમા પોલીસની બાજ નજર રહેશે. 7000 કરતાં વધુ સીસીટીવી કેમેરા નેટવર્કથી બાજ નજર રખાશે. તમામ જીલ્લા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મહત્વના સ્થાનોને સાંકળી લેવાશે. વિશ્વાસ અને 'સાયબર આશ્વસ્ત'ની શરુઆત કરાશે. કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 11 તારીખે ગાંધીનગરથી શરુઆત કરાવશે.

Jan 9, 2020, 10:05 PM IST
There Will Be Increase Security In State PT6M2S

રાજ્યની સુરક્ષામાં થશે વધારો, ત્રીજી આંખથી રહેશે રાજ્યભરમાં બાજ નજર

રાજ્યની સુરક્ષામાં વધારો થશે. ત્રીજી આંખથી રાજ્યભરમા પોલીસની બાજ નજર રહેશે. 7000 કરતાં વધુ સીસીટીવી કેમેરા નેટવર્કથી બાજ નજર રખાશે. તમામ જીલ્લા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મહત્વના સ્થાનોને સાંકળી લેવાશે. વિશ્વાસ અને 'સાયબર આશ્વસ્ત'ની શરુઆત કરાશે. કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 11 તારીખે ગાંધીનગરથી શરુઆત કરાવશે.

Jan 9, 2020, 03:45 PM IST
Odhav Robbery CCTV Footage PT2M5S

ઓઢવ જ્વેલર્સમાં બંદૂકની અણીએ લૂંટ, જુઓ CCTV ફૂટેજ

અમદાવાદ ઓઢવ જ્વેલર્સમા થયેલી લૂંટના CCTV ફૂટેજ આવ્યા સામે આવ્યા છે. દુકાનમાં બે આરોપીના હાથમાં હથિયાર દેખાય છે. અન્ય એક આરોપી જ્વેલર્સની બહાર હથિયાર સાથે ઉભો છે. આ ઘટનામાં 5 આરોપીએ ફાયરિંગ કરી લૂંટ આચરી હતી.

Jan 9, 2020, 02:10 PM IST

CCTV : માત્ર હજાર રૂપિયાની લેતીદેતીમાં સાડીની દુકાનમાં થઈ મારામારી

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ગ્લોબલ ટેક્સ્ટાઇલ માર્કેટમાં મારામારીનો લાઈવ વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. એમ્બ્રોઇડરી વર્કના રૂપિયાની લેતીદેતી મામલે બે વેપારીઓએ દુકાનદારને ઢોર માર માર્યો હતો, જે અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

Dec 30, 2019, 03:14 PM IST
One killed in an accident on Rajkot Jamnagar Road PT4M9S

રાજકોટ જામનગર રોડ પર અકસ્માતમાં એકનું મોત, જુઓ વીડિયો

શહેરના ઘંટેશ્વર પાર્ક નજીક હાઇવે પર બે બાઇકને પૂરઝડપે આવતી ઇકો કારે ઉલાળતા લલિતનાથ અર્જુનનાથ (ઉ.વ.34) નામના એક બાઇકસવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બાઇકસવારને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો છે. બાઇક સવાર રોડની સામેની સાઇડ જતો હતો ત્યારે પૂરઝડપે આવતી ઇકો કારે તેને ઉલાળ્યો હતો. આથી બાજુમાં રોડ ક્રોસ કરી રહેલા બીજા બાઇકસવારને પણ ટક્કર વાગતા તે પણ રોડ નીચે પટકાયો હતો. આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે.

Dec 25, 2019, 05:40 PM IST
CCTV's DRV Was Stolen From Birthplace Of Pramukh Swami Maharaj PT3M24S

પ્રમુખસ્વામી મહારાજના જન્મસ્થળના CCTVની DRV ચોરી થઇ

પાદરાના ચાણસદ ગામે પ્રમુખસ્વામી મહારાજના જન્મસ્થળના સીસીટીવીની ડીવીઆરની ચોરી થઈ છે. જન્મ સ્થળના ઉપલા માંડની બારી માંથી ત્રાસકરો ત્રાટકયા હતા. ખુશ્બૂ જાનીની હત્યાનો ભેદ ઉકેલતા પેહલા ચોરીની ઘટના બની હતી. ડીવીઆરની ચોરી થયા બાદ ઘટનાને લઇ અનેક તર્ક વિતર્ક સર્જાયાં છે.

Dec 19, 2019, 04:15 PM IST
Child Died By Doctor Car Hit In Vadodara PT3M33S

વડોદરામાં તબીબે માસૂમ બાળકને અડફેતે લેતા મોત, ઘટના CCTVમાં કેદ

વડોદરામાં તબીબે માસૂમ બાળકને અડફેતે લેતા મોત, ઘટના CCTVમાં કેદ

Dec 18, 2019, 03:55 PM IST
In front of CCTV in an accident near Ahmedabad Panjarapol PT3M35S

અમદાવાદ પાંજરાપોળ પાસે થયેલા અકસ્માતમાં સીસીટીવી આવ્યા સામે

અમદાવાદ પાંજરાપોળ પાસે થયેલા અકસ્માતમાં સીસીટીવી આવ્યા સામે

Dec 11, 2019, 08:05 PM IST
Onion theft started in Gujarat PT3M3S

ડુંગળીના ભાવ આસમાને પહોંચતા હવે શરૂ થઇ કસ્તુરીની ચોરી, જુઓ વીડિયો

વડોદરાના ખંડેરાવ માર્કેટમાંથી 2 દિવસ પહેલા ડુંગળીની 5 બોરીની ચોરી થઇ હોવાના સીસીટીવી સામે આવ્યા છે. વડોદરા શહેરમાં 30 હજારની કિંમતની ડુંગળીની ચોરી થઇ હતી. વેપારીઓ દ્વારા અરજી નવાપુરા પોલિસ મથકે આપવામાં આવી હતી.

Dec 10, 2019, 09:05 PM IST
0311 Lion s night patrol in the village PT3M30S

આ ગામમાં સિંહો કરે છે નાઇટ પેટ્રોલિંગ, ચોર તો ઠીક મહેમાન પણ નથી ઘુસી શકતા...

માળીયા હાટીના ના જુના વાદરવડ ગામ માં સિંહો (Lion) નું નાઈટ પેટ્રોલીંગ (Night petroling) કર્યું હતું. મધ્ય રાત્રિએ ચાર સિંહો (Lion) એ કર્યો ગામમાં ઘેરો. ગામ માં અટફેરા મારતા સિંહ ૪ સિંહો (Lion) નો વિડિયો cctv માં કેદ થયો હતો. ખોરાકની શોધમાં સિંહો (Lion) આ રીતે ગામમાં પ્રવેશતા હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં નિર્ભયતાથી પ્રવેશી કરે છે પશુઓનું મારણ પણ કરે છે. અવાર નવાર આ રીતે સિંહો (Lion) ગામમાં પ્રવેશતા હોય છે. જો કે સ્થાનિકો આ અંગે જાણતા હોવાથી તેમનામાં એટલો ફફડાટ જોવા મળતો નથી. સિંહ (Lion) સામાન્ય રીતે માણસને કોઇ નુકસાન નહી પહોંચાડતો નથી.

Nov 30, 2019, 06:40 PM IST
Super Fast 100 29 11 2019 PT22M21S

સુપર ફાસ્ટ 100: દિવસભરનાં મહત્વનાં 100 સમાચાર

સુપર ફાસ્ટ 100: દિવસભરનાં મહત્વનાં 100 સમાચાર જે ન માત્ર તમારે જાણવા જરૂરી છે પરંતુ તમારા જીવનને ક્યાંકને ક્યાંક અસર પણ કરે છે.

Nov 29, 2019, 10:25 PM IST
girl child abduction in Surat, see CCTV PT2M22S

CCTV : માતાપિતા સવારે જાગ્યા તો બાળકી બાજુમાં ન હતી, સુરતમાં અપહરણનો કિસ્સો

સુરત (Surat)માં ફુટપાથ પર પરિવાર સાથે સુઈ રહેલી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ મામલામાં વરાછા પોલીસ સ્ટેશન (varachha)માં ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો અને પ્રારંભિક તપાસમાં આ બાળકીને લઈ જતી એક મહિલા સીસીટીવી (CCTV)માં કેદ થઈ છે.

Nov 27, 2019, 11:20 AM IST

રાજકોટ : યુવતી વિશે અભદ્ર ટિપ્પણી કરીને યુવકોએ પરિવારજનો સાથે પણ કરી મારામારી

રાજકોટ (Rajkot) માં ગઈકાલે રાત્રીના કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલમાં મારામારીની ઘટના સામે આવી હતી. એક યુવતી પોતાના પરિવારજનો સાથે ફિલ્મ જોવા આવી હતી. આ સમયે કેટલાક શખ્સોએ યુવતી વિશે અભદ્ર ટીપ્પણી કરી હતી. જેના બાદ યુવતીના પરિવારજનો અને અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સો વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બાદ અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સો અને તરુણીના પરિવારજનો વચ્ચે મારામારી સર્જાઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. 

Nov 22, 2019, 03:09 PM IST

BRTS Accidentમાં હાથ આવ્યા મહત્વના CCTV, બંને ભાઈઓ સ્પીડમાં બાઈક ચલાવી રહ્યાં હતા...

અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં ગઈકાલે બીઆરટીએસ બસ અને બાઈકચાલક વચ્ચે સર્જાયેલા અકસ્માત (BRTS Accident) બાદ ભારે વિવાદ સર્જાયો હતો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારે ગઈકાલે અકસ્માતના એક સીસીટીવી (CCTV) સામે આવ્યા બાદ આજે બીજા સીસીટીવી મળ્યા છે. આ સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બાઈક અત્યંત ઝડપથી જઈ રહ્યું અને બસ સાથે ટકરાયુ હતું. બંને ભાઈઓના મોત મામલાના તપાસમાં પોલીસ માટે આ સીસીટીવી બહુ જ મહત્વના સાબિત થઈ શકે છે. આ સીસીટીવીના આધારે પોલીસ પણ ચોકક્સ તારણ પર પહોચી શકે છે.

Nov 22, 2019, 08:34 AM IST
Looms Worker Sabotage In Anjani Industry In Surat PT5M7S

સુરતમાં લુમ્સના કારીગરોએ કરી તોડફોડ, સીસીટીવીમાં દ્રશ્યો કેદ

વિવિંધ એકમોમાં કામ કરતા કારીગરોની મજૂરી વધારવાની માંગણીનો વિવાદ ધીરે ધીરે વકરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારીગરની આડમાં અસામાજિક તત્વો દ્વારા લુમ્સના કારખાના બંધ કરાવી કારીગરોને માર મારવામાં આવી રહ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

Nov 19, 2019, 10:30 AM IST
100 Gaam 100 Khabar 17 November 2019 PT26M52S

100 ગામ 100 ખબર: બિન સચિવાલયની રદ થયેલી પરીક્ષા યોજાશે

આજે રાજ્યભરમાં ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ-3ની પરીક્ષા યોજાશે. બપોરે 12થી 2 વાગ્યા વચ્ચે 11 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા -ખંડના CCTV ફરજિયાત ચાલુ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Nov 17, 2019, 08:25 AM IST

બાઈક ચોરીની 2 ઘટનાના CCTV : તસ્કરોએ લોક તોડવાની પણ તસ્દી ન લીધી, હાથથી ઉંચકીને ઉપાડી ગયા...

ગુજરાતભરમાં ગુનાખોરી (Crime) નું પ્રમાણ વધી રહ્યું છે. તસ્કરો અને લૂંટારુઓ બેફામ બન્યા છે. ઠેરઠેર સીસીટીવી (CCTV) લાગેલા હોવા છતા ચોરો સરળતાથી ચોરી કરીને છટકી રહ્યા છે. જેમાં વાહનો ચોરી (Vehicle Chori) ના બનાવો સતત વધી રહ્યાં છે. ગુજરાતમાં આજે દાહોદ અને સુરતમાં બાઈક ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ચોરોને જાણે કોઈનો ડર રહ્યો ન હોય તે રીતે ચોરી કરી રહ્યાં છે. ગુજરાત પોલીસ (Gujarat Police) નો ડર જાણે તસ્કરોને રહ્યો જ નથી. 

Nov 14, 2019, 11:54 AM IST
Auto Rickshaw Was Overthrown In Aravalli PT2M48S

અરવલ્લીમાં ચાલું રીક્ષાએ પલટી મારી, ઘટના સીસીટીમાં કેદ

અરવલ્લીના ભિલોડાના મોહનપુર ચોકડી પાસે રિક્ષા પલટી મારી ગઇ હોવાની ઘટના સામે આવી છે. એકટીવા ચાલકને બચાવવા જતા મુસાફરો ભરેલી રિક્ષા પલટી મારી ગઇ હતી. રિક્ષા પલટી જતા બે મુસાફરોને ઈજા પહોંચી હતી. અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

Nov 14, 2019, 11:45 AM IST
Khatodara Police Beaten Tea Stall Man In Surat PT3M48S

સુરતમાં ચાની લારી ચલાવનારને પોલીસ માર્યો માર, જુઓ CCTV ફૂટેજ

સુરતમાં ખટોદરા પોલીસ ફરી વિવાદમાં આવી છે. સોહમ સર્કલ પાસે ચાની લારી ચલાવનારાને ધમકી આપી હતી. પોલીસ દ્વારા માર મર્યાનો પણ આરોપ લગાવાયો છે. ચાની લારીવાળા પાસે રૂપિયા માંગ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઇ હતી. આ અગાઉ પણ ખટોદરા પોલીસ વિવાદમાં આવી હતી.

Nov 13, 2019, 09:35 AM IST