રાહુલ ગાંધીની મુશ્કેલી વધી! જાણો અગાઉ દાદી ઈન્દિરા ગાંધી સાથે પણ કેમ થયું હતું આવું
જાણો પહેલાં ક્યારેય ક્યારે રદ્દ થઈ ચુક્યું છે સાંસદોનું સભ્યપદ? જાણવા જેવો છે સંસદીય પ્રણાલીનો આ અનોખો ઈતિહાસ. સાંસદનું સભ્યપદ રદ્દ કરવા માટેના શું નિયમો છે અને તેની પ્રક્રિયા શું હોય છે તે પણ જાણવા જેવું છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત યથાવત રખાયા છે. રાહુલ ગાંધીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની સ્ટે અરજી રદ કરી દીધી છે. સજા પર સ્ટેની અરજી સુરત સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. માનહાનિ કેસમાં સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી હતી. રાહુલ ગાંધી પાસે હવે હાઈકોર્ટમાં જવાનો વિકલ્પ છે. રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ નહીં થાય બહાલ. સજા પર રોક લગાવવા માટે રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટમાં કરી હતી અરજી. હાલ રાહુલ ગાંધીને કરાયેલી બે વર્ષની સજા યથાવત રહી છે. સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને કરવામાં આવેલી બે વર્ષની સજા યથાવત રાખી છે.
આ પણ ખાસ વાંચો: શું તમારો માથાભારે પાડોશી કરે છે રોજ પરેશાન? આ કાયદો ઠેકાણે લાવી દેશે શાન આ પણ ખાસ વાંચો: કાયદાની વાતઃ કૂતરું કરડવાથી તેના માલિક પર કેસ કરી શકાય? જાણો શું છે સજાની જોગવાઈ આ પણ ખાસ વાંચો: દરેક પગારદાર કર્મચારીઓને જરૂર હોવી જોઈએ આ પાંચ મહત્ત્વના કાયદાઓની જાણકારી
ઉલ્લેખનીય છેકે, થોડા સમય પહેલાં જ માનહાનિ કેસમાં સુરતની સેસન્સ કોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને દોષિત જાહેર કરી બે વર્ષની સજા ફટકારી હતી. કોર્ટના આદેશ બાદ રાહુલની સંસદની સદસ્યતા પણ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ સદસ્યતા બચાવવા માટે રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જોકે, સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની ચુકાદા પરની સ્ટે અરજીને ફગાવી દીધી છે. એક સમયે ઈન્દિરા ગાંધી પાસેથી પણ છીનવી લેવાયું હતું સંસદનું સભ્યપદ, જાણો સદસ્યતા નાબૂદીનો ઈતિહાસ. જાણીએ કે કેવા કિસ્સાઓમાં સદસ્યતા રદ્દ થતી હોય છે. સભ્ય પદ રદ્દ કરવાના મામલામાં જાણીએ કેવો છે સંસદનો ઈતિહાસ...
આ પણ ખાસ વાંચોઃ ચા સાથે સિગારેટ કે ભજીયાનું સેવન નોતરશે મોત! જાણો આ રીતે ફરી શકે છે પેટની પથારી આ પણ ખાસ વાંચોઃ બીયર પીનારાઓ આ સમાચાર ધ્યાનથી વાંચો, જાણો સ્વાસ્થ્યને લગતા ફાયદા અને નુકસાન આ પણ ખાસ વાંચોઃ Mayonnaise: શું તમને પણ મેયોનીઝ બહુ ભાવે છે? ખાતા પહેલાં આ મોટા ખતરા વિશે જાણી લેજો
શું છે નિયમ?
સંસદના નિયમાનુસાર કોઈપણ વ્યક્તિ જેને બે વર્ષ અથવા તેથી વધારે સજા થઈ હોય તેવી વ્યક્તિની સંસદની સદસ્યતા રદ્દ થઈ શકે છે. આવા મામલામાં સસદ દ્વારા જેતે વ્યક્તિ પર થયેલાં કેસ અંગે ગંભીર રીતે વિચાર કરવામાં આવે છે. લોકસભા અધ્યક્ષ આ મામલે જેતે સભ્યનું સભ્ય પદ રદ્દ પણ કરી શકે છે. તેના માટે સંસદમાં આ પ્રસ્તાવ પસાર કરવો પડે છે.
આઝાદ ભારતમાં સંસદના ઈતિહાસમાં અગાઉ ઘણીવાર એવી ઘટના સામે આવી છે જેમાં સાંસદની સદસ્યતા રદ્દ કરવામાં આવી હોય. નિષ્ણાતોની માનીએ તો સંસદ સભ્યોની સદસ્યતા રદ્દ કે નાબૂદ કરવા માટે સંવિધાનમાં કોઈ નક્કર નિયમ નથી. કોઈપણ બિલ પાસ કરતા હોય એ પ્રકારે આના માટે સંસદમાં પ્રસ્તાવ પસાર કરવો પડે છે. સંસદમાં આ અંગેનો પ્રસ્તાવ પસાર કરીને કોઈપણ સભ્યની સદસ્યતા રદ્દ કે નાબૂદ કરી શકાય છે. અગાઉ ભારતમાં બનેલાં આવા કિસ્સાઓની વાત કરીએ તો...
આ પણ ખાસ વાંચોઃ 'કાકા' જોડે હતું અંબાણી પરિવારની વહુનું લફરું! બોલો, એક જ બ્રશથી બન્ને કરતા હતા દાતણ આ પણ ખાસ વાંચોઃ સલમાન જેની જોડે પરણવા પાગલ હતો એ હીરોઈને એક મોટી ઉંમરના 'કાકા' જોડે કેમ કર્યા લગ્ન? આ પણ ખાસ વાંચોઃ રાણી મુખર્જીએ કહ્યું- હું સવારે ઉઠતાવેંત મારા પતિને રોજ ગાળો ભાંડુ છું! કેમકે, રાતે
1951માં એરજી મુદ્દલનું સભ્યપદ રદ્દ કરાયું:
ભારત દેશ આઝાદ થયો અને દેશમાં સંવિધાનની રચના થઈ. સંસદના ગઠન બાદ કોંગ્રેસના નેતા એચજી મુદ્દલ એવા પહેલાં સભ્ય હતા જેમની સંસદીય સદસ્યતા રદ્દ કરવામાં આવી હતી. મુદ્રલ પર સંસદમાં સવાલ પૂછવા માટે પૈસા લેવાનો આરોપ લાગ્યો હતો. દેશના તત્કાલિન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ આ અંગે તપાસ કમિટીની રચના કરી હતી. કમિટીએ મુદ્રાલને દોષિત ઠેરવ્યા. સદસ્યતા રદ્દ કરવા માટે સંસદમાં પ્રસ્તાવ મુકાય તે પહેલાં જ મુદ્દલે રાજીનામું ધરી દીધું હતું.
1976માં સુબ્રહ્મણ્યમ સ્વામીની સદસ્યતા રદ્દ કરાઈ:
1976માં સુબ્રહ્મણ્યમ સ્વામીની સંસદીય સદસ્યતા રદ્દ કરાઈ હતી. ઉલ્લેખનીય છેકે, સ્વામી સુબ્રહ્મણ્યમ કટોકટી દરમિયાન જનસંઘના નેતા અને રાજ્યસભાના સાંસદ હતા. તેમના પર દેશ વિરોધી પ્રચાર કરવાનો આરોપ હતો. સંસદની તપાસ કમિટીના રિપોર્ટ બાદ તેમને રાજ્યસભામાંથી દૂર કરાયા હતાં.
આ પણ ખાસ વાંચોઃ બેડ પર બાદશાહ બનવાની લ્હાયમાં તકલીફમાં મુકાશો 'ભઈ'! ભારે પડશે 'રાતની રમત' આ પણ ખાસ વાંચોઃ Physical Relationship: સેક્સ દરમિયાન સૌથી વધારે કઈ બાબતો પર હોય છે પુરુષોનું ધ્યાન? આ પણ ખાસ વાંચોઃ Hotel Room માં હલાળાં કરતા પહેલાં આટલું વાંચી લેજો, નહીં તો વાયરલ થશે ઉગાડા વીડિયો
1978માં ઇન્દિરા ગાંધીનું સભ્યપદ છીનવાયુંઃ
ભારતીય રાજનીતિના ઈતિહાસનો આ કિસ્સો અનોખો છે. વર્ષ 1978માં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનું પણ સભ્ય પદ છીનવી લેવાયું હતું. તેમના પર વિશેષાધિકાર ભંગ અને ગૃહની અવમાનનાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમના પર કામમાં અવરોધ, કેટલાક અધિકારીઓને ધમકાવવા, તેમનું શોષણ કરવાનો અને તેમને ખોટી રીતે ફસાવવાનો આરોપ હતો. એ પછી સંસદમાં એક સામાન્ય ઠરાવ દ્વારા 20 ડિસેમ્બર 1978ના રોજ તેમની સંસદની સદસ્યતા છીનવી લેવાઈ હતી. તેમજ સત્ર પૂરું ન થાય ત્યાં સુધી તેમને જેલમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે એક મહિના પછી લોકસભા દ્વારા તેમની હકાલપટ્ટી પાછી ખેંચી લેવામાં આવી હતી. 26 ડિસેમ્બર 1978ના રોજ ઇન્દિરા ગાંધીને જેલમુક્ત કરાયા હતાં.
આ પણ ખાસ વાંચોઃ થોડો ટાઈમ હજુ ચલાવી લો જૂનો ફોન, મે માં માર્કેટમાં આવી રહ્યાં છે આ મારફાડ 5G મોબાઈલ!
આ પણ ખાસ વાંચોઃ 12 મા પછી શું કરવું? જાણો આ કોર્સ કરનારને કંપનીઓ સામે ચાલી આપે છે ઉંચો પગાર!
આ પણ ખાસ વાંચોઃ પૈસા આપવાનું કહી મોડલ્સને હોટલમાં બોલાવાતી, કાસ્ટિંગ ડિરેક્ટર ત્યાં ગ્રાહકોને મોકલતી
આ પણ ખાસ વાંચોઃ કેમ આજે પણ રેખા સાથે નજર નથી મિલાવી શકતા અમિતાભ? જાણો બચ્ચને એવું તો શું કર્યું હતું
પૈસા લઈને સવાલ પૂછતા હતા સાંસદોઃ
ડિસેમ્બર 2005માં એજજી મુદ્ગલ જેવો કેસ ફરી સામે આવ્યો. એક ટીવી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં વિવિધ પક્ષોના 11 સાંસદ સંસદમાં પ્રશ્નો પૂછવા માટે પૈસા લેતા જોવા મળ્યા હતા. એમાં 10 લોકસભા અને 1 રાજ્યસભા સાંસદ સામેલ હતા. વર્ષ 2005માં ફરી એકવાર 1951ના મુદ્દલ જેવો કેસ સામે આવ્યો હતો. તપાસ કમિટીના રિપોર્ટ બાદ આ મામલામાં પણ 11 સાંસદોની સદસ્યતા છીનવી લેવાઈ હતી.
આ પણ ખાસ વાંચોઃ કોહલી-ગાંગુલીની દુશ્મનીના દ્રશ્યો દુનિયાએ જોયા, સપનેય નહોતું વિચાર્યું કે આવું થશે! આ પણ ખાસ વાંચોઃ IPL 2023: ચાલુ મેચમાં ચાલી જેવો ઝઘડો! આ ખેલાડી પર બગડ્યું BCCI, વાયરલ થયો વીડિયો આ પણ ખાસ વાંચોઃ ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral આ પણ ખાસ વાંચોઃ ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!