IPL 2023: ચાલુ મેચમાં ચાલી જેવો ઝઘડો! આ ખેલાડી પર બગડ્યું BCCI, વાયરલ થયો વીડિયો

IPL 2023: ખિચોખિચ ભરેલાં સ્ટોડિયમમાં ચાલુ મેચમાં કંઈ એવું થયું કે જોનારા તમામ દર્શકો ચોંકી ગયા. દર્શકો પણ બે ઘડી વિચારમાં પડી ગયા કે સાલુ આ શું થઈ ગયું....

IPL 2023: ચાલુ મેચમાં ચાલી જેવો ઝઘડો! આ ખેલાડી પર બગડ્યું BCCI, વાયરલ થયો વીડિયો

MI vs KKR, IPL 2023: હાલ આઈપીએલની મેચો ચાલી રહી છે. આઈપીએલની મેચમાં તમને ગ્રાઉન્ડ ઉપર જાતજાતના ડ્રામા જોવા મળે છે. પણ હાલમાં જ રમાયેલી મેચમાં કંઈક એવું બન્યુ કે ઢગલાબંધ દર્શકો દંગ રહી ગયા. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના કેપ્ટન નીતિશ રાણાને મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામેની IPL મેચ દરમિયાન IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. નીતિશ રાણાએ IPL આચાર સંહિતાની કલમ 2.21 હેઠળ 'લેવલ 1' ગુનો સ્વીકાર્યો હતો.

આ પણ ખાસ વાંચોઃ  હાર્દિક પંડ્યા પર લાગી શકે પ્રતિબંધ! ચાલુ મેચમાં કરી મોટી ભૂલ, ફટકારાયો મોટો દંડઆ પણ ખાસ વાંચોઃ  IPLમાં મેચ પહેલાં ગુજરાતે કેમ બદલ્યો કેપ્ટન? કોને સોંપાઈ જવાબદારી? હાર્દિકનું શું?આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral

આ ખેલાડીને મિડલ ગ્રાઉન્ડ પર લડવું પડ્યું-
મુંબઈ ઈન્ડિયન્સના બોલર રિતિક શોકીનને લીગની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ 10 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ મેચમાં ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટના બે ખેલાડીઓ વચ્ચેની દુશ્મનાવટ પણ જોવા મળી હતી, રાણા શોકીન વચ્ચે જોરદાર ચર્ચા થઈ હતી. આ ઘટના KKRની ઇનિંગ્સની નવમી ઓવરમાં બની હતી જ્યારે શોકીને રાણાને આઉટ કર્યા બાદ તેને કંઈક કહ્યું હતું.

 

— 👌⭐👑 (@superking1815) April 16, 2023

 

બીસીસીઆઈએ કડક કાર્યવાહી કરી છે-
આ પછી રાણા ફરી વળ્યો અને શોકીન તરફ આગળ વધીને કંઈક બોલ્યો. જોકે, મુંબઈ ઈન્ડિયન્સના કાર્યકારી કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ટીમના સૌથી વરિષ્ઠ ખેલાડી પીયૂષ ચાવલાએ દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડ્યો હતો. શોકીને IPL કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.5 હેઠળ 'લેવલ 1' ગુનાની કબૂલાત કરી હતી. 'લેવલ વન' આચાર સંહિતાના ભંગ માટે, મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે.

12 લાખનો દંડ ફટકાર્યો હતો-
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન સૂર્યકુમાર યાદવને રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની આઈપીએલ મેચ દરમિયાન ટીમની ધીમી ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કપ્તાન સૂર્યકુમારને રૂ. 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો કારણ કે તે ન્યૂનતમ ઓવર રેટ સંબંધિત IPLની આચાર સંહિતા હેઠળ સીઝનનો તેની ટીમનો પ્રથમ ગુનો હતો. મુંબઈએ આ મેચ પાંચ વિકેટે જીતી લીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news