નવી દિલ્હીઃ દેશમાં સડકથી માંડીને સંસદ સુધી હૈદરાબાદની(Hyderabad) વેટરનરી ડોક્ટર(Veterinary doctor) સાથે થયેલા સામુહિક બળાત્કાર અને પછી હત્યાની (Gang Rape and Murder) ઘટના મુદ્દે આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે, પીડિતાના પરિજનોએ (Victim Family) એક એવો આરોપ લગાવ્યો છે, જેનાથી સમગ્ર પોલીસ તંત્ર(Police Administration) અને તેના વ્યવહાર સામે સવાલ ઉભા થાય છે. હૈદરાબાદની નિર્ભયા સાથે જે પ્રકારનો નિર્દયી અત્યાચાર ગુજરાયો હતો, દેમાં પોલીસની પણ શરમજનક ભૂમિકા બહાર આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટ્સ(Media Reports) અનુસાર, પીડિતાના પિતા(Victim Father) જ્યારે પુત્રી સાથે કોઈ અજુગતી ઘટનાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન(Police Station) પહોંચ્યા હતા ત્યારે પોલીસે અત્યંત ઉદ્ધત જવાબ આપ્યો હતો. પોલીસે પીડિતાના પિતાને કહ્યું હતું કે, "તમારી દિકરી કોઈની સાથે ભાગી ગઈ હશે." પરિવારનો આરોપ છે કે, તેમણે પોલીસને કહ્યું હતું કે, તેઓ તેમની દીકરીને શોધવા માટે ઓછામાં ઓછું ટોલ પ્લાઝા(Toll Plaza) સુધી તો સાથે આવે, પરંતુ પોલીસે તેમની વાત સાંભળી ન હતી. તેમને સમગ્ર કેસ બીજા પોલીસ સ્ટેશનમાં લઈ જવા માટે જણાવ્યું હતું. 


પરિજનોના જણાવ્યા અનુસાર, રાત્રે 11 કલાકથી સવારે 3.00 કલાક સુધી પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી ન હતી. એટલે કે જો પોલીસે સમયસર કાર્યવાહી હાથ ધરીહોત તો કદાચ હૈદરાબાદની નિર્ભયાનો જીવ બચાવી શકાયો હોત. 


હૈદરાબાદઃ હિચકારી ઘટના પછી રહી-રહીને પોલીસને લાદ્યું જ્ઞાન, જાહેર કરી એડવાઈઝરી


હૈદરાબાદ ઘટના મુદ્દે આજે દિવસભર રાજ્યસભામાં ચર્ચા ચાલી હતી અને મોટાભાગના સાંસદોએ આ પ્રકારની ઘટના માટે કડક કાયદો બનાવવાની સાથે જ લોકોની માનસિક્તા બદલવા માટે પણ કહ્યું હતું. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, આ પ્રકારના જઘન્ય અપરાધોનો સામનો કરવા માટે ભૂતકાળમાં અનેક કાયદા બનાવાયા છે, પરંતુ ક્રૂરતાના આવા કાર્યો સામે સમાજના લોકોએ પણ આગળ આવવાનો સમય પાકી ગયો છે. 


દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું કે, મહિલાઓ સામેની હિંસા રોકવા માટે નવો કાયદાની જરૂર નથી, પરંતુ રાજકીય ઈચ્છાશક્તિ, વહીવટી કુશળતા, લોકોની માનસિક્તામાં સુધારો લાવવાની જરૂર છે. તો અને તો જ આપણે આ સામાજિક દૈત્યનો નાશ કરી શકીશું. તેમણે કહ્યું કે, "હૈદરાબાદમાં જે કંઈ થયું તે માનવતાના તમામ સિદ્ધાંતો માટે અપમાનજનક અને અત્યંત નિંદનીય છે."


હૈદરાબાદ ગેંગરેપ અને મર્ડર કેસ મામલે સંસદમાં જયા બચ્ચને આપી દીધું મોટું નિવેદન


રાજ્યસભામાં બોલતા સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને (Jaya Bachchan) જણાવ્યું હતું કે,"ગુનેગારોને સાર્વજનિક પ્લેટફોર્મ પર સજા આપવી જોઈએ અને તેમનું લિન્ચિંગ કરવું જોઈએ. મને લાગે છે કે આ સમય છે જ્યારે લોકો ઇચ્છે છે કે સરકાર યોગ્ય અને નિશ્ચિત જવાબ આપે. આ પ્રકારનાં લોકો (બળાત્કારીઓ)ને સાર્વજનિક રીતે સજા આપવાની જરૂર છે."


સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં મિમી ચક્રવર્તીએ(Mimi Chakraborty) જણાવ્યું કે, "તમામ સંબંધિત મંત્રીઓને મારો અનુરોધ છે કે તેઓ એટલો કડક કાયદો બનાવે કે કોઈ પણ વ્યક્તિ બળાત્કાર(Rape) કરતા પહેલા 100 વખત વિચારે. આટલું જ નહીં, તે કોઈ મહિલાને બદઈરાદા સાથે જોવાની પણ હિંમત ન કરે."


જયા બચ્ચનને મળ્યો TMC સાંસદ મિમીનો સાથ, બોલી- "ભીડ ફટકારે રેપિસ્ટોને સજા"


ટીએમસી સાંસદને(TMC MP) જ્યારે પુછવામાં આવ્યું કે, જયા બચ્ચને બળાત્કારના દોષિતોને ભીડને હવાલે કરવાની સલાહ આપી છે તેના અંગે તમારો શો વિચાર છે? મિમીએ કહ્યું કે, "તેમની સલાહ સાથે હું સંપૂર્ણ સહમત છું. મને નથી લાગતું કે, આપણે બળાત્કારીઓને આદલતોમાં લઈ જવા જોઈએ અને પછી ન્યાયની રાહ જોવાની જરૂર છે. તેમને તાત્કાલિક સજાની જરૂર છે."


‘શું મહિલા સશક્તિકરણ આપણી પ્રાથમિકતા નથી?’: ADG અનિલ પ્રથમ... જુઓ વીડિયો...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....