વિરલ પટેલ, અમદાવાદ: શિયાળો એક એવી સિઝન છે જેમાં મનુષ્યને સૌથી વધારે ભૂખ લાગે છે. તેવામાં સૌથી વધારે ખાવાના વિકલ્પ પણ આ સિઝનમાં જ મળી રહે છે. આ સિઝનમાં તમે વૈવિધ્યસભર સ્વાસ્થ્યવર્ધક વાનગીઓ ખાઈને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો. માંસાહાર લેનાર વર્ગ તો તેના ભોજનમાંથી પ્રોટીન મેળવી લે છે પરંતુ શાકાહારી માણસ તેના ભોજનને લઈ પસંદગી કરતો રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાકાળમાં ફિટ રહેવું છે જરૂરી
દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોના વેક્સીનને આવતા હજી કેટલાક મહિનાઓ લાગી શકે છે તેવામાં આપણા શરીરને કોરોનાથી મુક્ત રાખવા રોગપ્રતિકારક શક્તિ વધારવી આવશ્યક બની જાય છે. તેવામાં જો તમે શાકાહારી છો અને તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માગો છો તો તમારા ઘરમાં જ 15 વસ્તુઓ મળી રહેશે જેને તમારા ભોજનમાં સામેલ કરો તો તમારા શરીરમાં પ્રોટીનની માત્રા વધશે. આ 15 વસ્તુઓ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થશે.


હવે કોરોના ગયો સમજો...આવી ગઈ Covid-19 ની જબરદસ્ત દવા, માત્ર 24 કલાકમાં સાજા થશે દર્દી!


શાકાહારી ફિટ રહેવા અપનાવો આ ફંડા
વેજિટેરીયન અને નોન વેજિટેરીયન બંને પ્રકારના ખોરાકમાં વિશિષ્ટ ગુણધર્મો હોય છે જે માનવશરીરને વિટામીન અને પ્રોટીન આપતા હોય છે. માંસાહારમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે, પ્રોટીન માનવ શરીરમાં શક્તિ આપવાનું કામ કરે છે. ગુજરાતમાં શાકાહારી વર્ગ મોટો હોય છે જે માંસાહાર લઈ શકતો નથી. એવું જરૂરી નથી કે માંસાહાર લેવાથી જ તમને પ્રોટીન મળી શકશે. ત્યારે આ 15 વસ્તુઓને તમારી દિનચર્યામાં સામેલ કરી દેશો તો તમારામાં પણ પ્રોટીનની ભરપૂર માત્રા આવી જશે.


આ 10 વસ્તુઓ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થશે


ખુબ જ સરળતાથી મળતી આ વસ્તુઓ તમને બચાવી શકે છે કોરોના વાયરસથી, ખાસ જાણો 


1. દૂધને બનાવો રૂટિન
માનવશરીરમાં કેલ્શિયમની યોગ્ય માત્રા રહે તે જરૂરી છે. દૂધમાં કેલ્શિયમની સાથે પ્રોટીન પણ ભરપૂર માત્રામાં મળતું હોય છે. દૂધનું સેવન કરવાથી તમારા શરીરની માંસપેશીઓ વધુ મજબૂત બને છે.


2.ઘઉંની રોટલી કે અન્ય અનાજની વાનગી
ઘઉંમાંથી બનેલી રોટલી કે શીરાને તમારા ભોજનમાં સામેલ કરી શકો છો. ઘઉંની બનાવેલી વાનગીમાંથી તમને કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં મળશે. વિટામીન- B પણ મળશે જેમાં ઝીંક, આયર્ન અને મેગ્નેશિયમ સહિતના અનેક પોષકતત્વો હોય છે. આ ખોરાક લેવાથી તમારી પાચનક્ષમતા અનેક ઘણી વધી જાય છે... 


3.સૂકામેવાનું કરો સેવન
સૂકોમેવાનું સેવન કરવાથી તમારું તન તો તંદુરસ્ત થાય છે પણ મગજ પણ ચપળ રહે છે. જો તમે દરરોજ કાજુ-બદામ, પિસ્તા અને અખરોટ થોડા થોડા પ્રમાણમાં લો તો તમને ક્યારેય પ્રોટીનની ઘટનો સામનો કરવો પડશે નહીં. આ તમામ સૂકા મેવાની એક મુઠ્ઠી બનાવીને ખાઓ અને એક ગ્લાસ દૂધ પીઓ તમને ચોક્કસથી ફાયદો થશે.


4. દહીં પણ છે જરૂરી 
તમારામાં ઘણા એવા હશે જેમને દૂધ ખાવાનું બિલકુલ પસંદ નહીં હોય. તેવા લોકો દહીંનો વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકશે. એક વાટકી દહીં બપોરે તમારા ભોજનમાં લો. દહીં ખાવાથી તમને પુષ્કળ માત્રામાં પ્રોટીન તો મળશે પરંતુ સાથે સાથે પેટમાં ઠંડક પણ મળશે.


શરીરને સ્વસ્થ્ય રાખવું છે તો ગરમ પાણીનું કરો સેવન, થશે આ ફાયદા


5. દેશી ચણાને તમારા નાસ્તામાં કરો સામેલ 
દેશી ચણાને તમે બાફીને તમારા નાસ્તામાં લઈ શકો છો. દેશી ચણાનું સેવન કરવાથી તમને દિવસભર કામ કરવા માટે શક્તિ પ્રાપ્ત થશે. દેશી ચણામાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે.


6. છાશ અને લસ્સી 
દૂધ અને દહીંની સાથે છાશ અને લસ્સી પણ પ્રોટીન મેળવવા માટેના છે શ્રેષ્ઠ વિકલ્પ. છાશ કે લસ્સી તમે નાસ્તો કે ભોજન વચ્ચે કોઈ પણ સમયે લઈ શકો છો. છાશ ખાવાથી પેટમાં પણ ઠંડક રહે છે.


7. રાજમાને ખોરાકમાં સામેલ કરો 
રાજમામાં પ્રોટીનનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે. જો તમે વધતા વજનના કારણે હેરાન હોવ તો તમારે અઠવાડિયામાં બે વાર તો રાજમાને તમારા ખોરાકમાં સામેલ કરવા જોઈએ. રાજમાથી તમારા શરીરની ચરબી વધતી નથી અને તેનાથી તમારા શરીરને પ્રોટીન ભરપૂર માત્રામાં મળે છે.. જેનાથી દિવસભર તમે એક્ટિવ રહો છો.


તમારા શરીરમાં આટલા મહિના સુધી રહી શકે છે કોરોના, ડોક્ટરોએ કર્યો ખુલાસો


8. સોયાબીન પણ છે ગુણકારી 
સોયાબીન પ્રોટીનનો પ્રાકૃતિક સોર્સ છે. સોયાબીનનો ઉપયોગ તમે દાળ, રોટલી સહિતની વસ્તુઓ સાથે કરી શકો છો. અઠવાડિયામાં 2 કે 3 વાર સોયાબીનને તમારા ભોજનમાં લઈ શકો છો. 


9. શાકભાજીમાં છે ભરપૂર પ્રોટીન 
ફુલાવર, પાલક, લીલા વટાણા સહિતના શાકભાજીને ખોરાકમાં લેવાથી શરીરમાં પ્રોટીનનો ઘટ દૂર કરી શકાય છે. આ શાકભાજીનો ઉપયોગ દિવસમાં બે વાર તમારા ભોજનમાં કરો.


10. દાળને તમારા ખોરાકમાં આવશ્યક બનાવો
અડદ, ચણા, મસૂર, મગ, છોલે સહિતની દાળોમાં પણ પ્રોટીન આવશયક માત્રામાં મળી રહે છે. દિવસમાં તમારા ભોજનમાં કોઈપણ બે દાળ તો હોવી જોઈએ... દાળને તમારા ભોજનમાં સામેલ કરવાથી શરીરને પ્રોટીન મળે છે અને તેનાથી તાકાત બની રહે છે.


11.મખાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
મખાનાને સવારે તમારા નાસ્તામાં સામેલ કરવાથી તમારા શરીરમાં ઉર્જાનો સંચય થાય છે. મખાનાને તમે દૂધ સાથે લઈ શકો છો.. હાડકા મજબૂત થાય છે ... પચવામાં પણ સરળ રહે છે. લોહીનું સુગર પણ કંટ્રોલમાં રહે છે. પ્રોટીન, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સ ભરપૂર માત્રામાં મળે છે.


53 વર્ષની ઉંમરે માધુરી દેખાય છે 30 વર્ષની, જાણો અભિનેત્રીના બ્યુટી સિક્રેટ્સ


12. ઓટ્સને સવારના નાસ્તામાં સામેલ કરો
તમારી દિનચર્યામાં ઓટ્સનો પણ સમાવિષ્ટ કરી શકો છો. ઓટ્સમાં પ્રોટીનની સાથે વિટામીન- બી ભરપૂર માત્રામાં મળે છે. સારા સ્વાસ્થ્ય માટે તે જરૂરી છે. ઓટ્સમાં ફાઈબર હોય છે. જે જલ્દીથી પેટ ભરવાની સાથે તમારા શરીરમાં ઉર્જાનો સંચાર કરે છે અને વજન ધટાડવામાં પણ લાભદાયી સાબિત થાય છે... ઓટ્સનો સૌથી મોટો ફાયદો છે કે હ્રદયરોગનો ખતરો ઘટાડે છે


13 પનીરમાં છે ભરપૂર માત્રામાં પ્રોટીન
જ્યારે પ્રોટીનની વાત આવે ત્યારે બે નામ સામે આવે. ઈંડા અને પ્રોટીન. ઈંડા ઘણા શાકાહારી લોકો નથી ખાતા તો કેટલાક લોકો લેતા હોય છે. જો તમને ઈંડા પસંદ નથી તો પનીર તમારા માટે બેસ્ટ વિકલ્પ છે. પ્રોટીનની સાથે તમને કેલ્શિયમ, બી 12 અને આર્યન ભરપૂર માત્રામાં મળી રહેશે. પનીરમાં 7.54 ગ્રામ પ્રોટીન, 5.88 ગ્રામ ફેટ, 4.96 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 37.32 માઇક્રોગ્રામ ફોલેટ્સ્, અને 190.4 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે.


આખી દુનિયામાં ઉથલપાથલ મચાવનારા Coronavirus પર થયો ગજબનો ખુલાસો


14. પીનટ બટરની એક ચમચી દરરોજ
પીનટ બટર પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. 100 ગ્રામ પીનટ બટરમાં આશરે 25-30 ગ્રામ પ્રોટીન હોય છે. પીનટ બટર સારા કોલેસ્ટ્રોલને પ્રોત્સાહન આપવા માટે મદદરૂપ નીવડે છે. મેગ્નેશીયમનો સ્ત્રોત પણ સારો હોવાથી શરીરના સ્નાયુ માટે પણ ઉપયોગી સાબિત થાય છે.


15 ચીઝના પણ છે ઘણા ફાયદા 
ચીઝમાં ભરપૂર વિટામીન, મિનરલ્સ અને પ્રોટીન હોય છે. એક રિસર્ચ અનુસાર ચીઝ આપણા શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલના લેવલને વધારે છે તો બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે. ચીઝમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પૂરતા પ્રમાણમાં હોય છે. જેનાથી હાડકા મજબૂત બને છે...સાંધાના દુખાવા અને દાંતને લગતા રોગ પણ ઓછા થાય છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube