નવી દિલ્હી : કુલભૂષણ જાધવ (Kulbhushan Jadhav)  મુદ્દે ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) પત્રકાર પરિષદ યોજીને પોતાની વાત રજુ કરી હતી. વિદેશમંત્રાલયના (Ministry of External Affairs) પ્રવક્તા રવીશ કુમારે (Raveesh Kumar) જણાવ્યું કે, ભારત કુલભૂષણ જાધવ મુદ્દે ફરીથી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) જશે. તેમણે કહ્યું કે, અમે પ્રયાસ કરીશું કે, આઇસીજેનું ફુલ ઇમ્પ્લીમેન્ટેશન હોય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

EDએ ચિદમ્બરમની ઝાટકણી કાઢી: રિમાન્ડ ક્યારે લેવા તે અમે નક્કી કરીશું આરોપી નહી!
ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે પાકિસ્તાન (Pakistan) માં રહેલા કુલભુષણ જાધવ (Kulbhushan Jadhav) ને પાકિસ્તાને બીજા કોન્સુલર એક્સેસ દેવાનો ઇન્કાર કરી દીધો છે. આ અંગે પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈઝલે કહ્યું કે, કુલભૂષણ જાધવને બીજી વખત કોન્સુલર એક્સેસ નહી મળે. રવીશ કુમાર (Raveesh kumar) કહ્યું કે, 2 સપ્ટેમ્બરે જો કોન્સુલર એક્સેસ મળ્યું હતું જે આઇસીજે (ICJ)  ના નિર્દેશ બાદ મળ્યું હતું. અમે પાકિસ્તાનને સતત અપીલ કરી હતી કે, આઇસીજેનાં આદેશનું પાલન થાય. અમે નિવેદન જોયું છે અને અમે સતત પાકિસ્તાનના સંપર્કમાં છીએ. તેનાથી વધારે કંઇ જ કહેવું યોગ્ય નથી. રવીશ કુમારે તેમ પણ જણાવ્યું કે, કુલભૂષણ જાધવ (Kulbhushan Jadhav) પર નોર્મલ ડિપ્લોમેટિક ચેનલ દ્વારા વાત કરશે. 


હવે પાણીના રસ્તે ઘૂસણખોરીની ફિરાકમાં પાકિસ્તાન, LoCના લોન્ચ પેડ નજીક જોવા મળી રબરની બોટ
કાશ્મીર ભારતનું અભિન્ન અંગ, 370 મુદ્દે અમે દેશની સાથે છીએ: જમીયત-એ-ઉલેમા હિન્દ
કરતારપુર (Kartarpur) મુદ્દે વાત કરતા રવીશ કુમારે Raveesh Kumar) કહ્યું કે, કરતાર પુર અંગે આશા છે કે પાકિસ્તાન (Pakistan) તરફથી જે ઇશ્યું છે તે ઝડપથી ઉકેલ લાવવામાં આવશે. આશા છે કે પાકિસ્તાન થોડી ફ્લેક્સિબલિટી દેખાડશે. કરતારપુર કોરિડોર મુદ્દે ભારત (India) સંપુર્ણ પ્રતિબદ્ધ છે.


MPમાં હેરાન પરેશાન લોકોએ દેડકા-દેડકીના છૂટાછેડા કરાવી દીધા, કારણ જાણી ચોંકી જશો
ચાઇનીઝ ઇનકર્ઝન અંગે વાત કરતા રવીશ કુમારે (Raveesh Kumar) કહ્યું કે, બંન્ને તરફથી શાંતિપુર્વક મુદ્દાનો ઉકેલ આવી ચુક્યો છે. કાશ્મીર અંગે વાત કરતા તેમણે કહ્યું કે, યુએનએચઆરસીમાં તમે જોઇ લીધું હશે કે કાશ્મીર અંગે અમારુ સ્ટેન્ડ શું હતું. પાકિસ્તાન કાશ્મીરના મુદ્દે પોલરાઇઝ પોલિટિસાઇસ કરવાના પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાન આતંકનો ગઢ છે. પાકિસ્તાન આતંક પેદા કરી રહ્યું છે. વારંવાર ખોટુ બોલવાથી તે સત્ય નથી થઇ જતું.


J&Kમાં મોટા આતંકી હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવાયું, કઠુઆમાં 5 AK-47 સાથે 3 આતંકીઓ ઝડપાયા
કાશ્મીર અંગે વાત કરતા રવીશ કુમારે કહ્યું કે, કાશ્મીરમાં દવાઓ પુરતી છે. 95 ટકા સ્વાસ્થય કર્મચારી ડ્યુટી પર છે. બૈંકિંગ સેવાઓ પણ સામાન્ય રીતે ચાલતી રહે છે. જમ્મુ કાશ્મીર અંગે 92 ટકા હિસ્સા પર કોઇ પ્રકારે કોઇ પ્રતિબંધ નથી. અમે નોર્મલી તરફ આગળ વધી રહ્યા છીએ. દરેક શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે ગત્ત દિવસોમાં જોયું છે કે, આતંકવાદને ઉશ્કેરવા માટે કોઇ પ્રકારે ઘુસણખોરીના પ્રયાસો કર્યા છે. અમે સતર્ક છીએ કે પાકિસ્તાન (Pakistan) ને હજી પણ સમય છે સચેત થઇ જવાની જરૂર છે.