MPમાં હેરાન પરેશાન લોકોએ દેડકા-દેડકીના છૂટાછેડા કરાવી દીધા, કારણ જાણી ચોંકી જશો

મધ્ય પ્રદેશમાં દર વર્ષે સારા વરસાદ માટે દેડકા અને દેડકીના અનોખા લગ્ન કરાવવામાં આવે છે. આ લગ્નમાં હિન્દુ રિતિ રિવાજ મુજબ ખુબ ધૂમધામથી દેડકાને વરરાજા બનાવીને તથા દેડકીને નવવધુ બનાવીને વિવાહ સંપન્ન કરાવવામાં આવે છે.

MPમાં હેરાન પરેશાન લોકોએ દેડકા-દેડકીના છૂટાછેડા કરાવી દીધા, કારણ જાણી ચોંકી જશો

નવી દિલ્હી: મધ્ય પ્રદેશમાં દર વર્ષે સારા વરસાદ માટે દેડકા અને દેડકીના અનોખા લગ્ન કરાવવામાં આવે છે. આ લગ્નમાં હિન્દુ રિતિ રિવાજ મુજબ ખુબ ધૂમધામથી દેડકાને વરરાજા બનાવીને તથા દેડકીને નવવધુ બનાવીને વિવાહ સંપન્ન કરાવવામાં આવે છે. બે મહિના પહેલા જ જુલાઈમાં આ પ્રકારે લગ્ન કરાવવામાં આવ્યાં હતાં જે હવે તોડી નાખવામાં આવ્યાં છે. મધ્ય પ્રદેશમાં સતત વરસી રહેલા મૂશળધાર વરસાદના કારણે લોકો ખુબ પરેશાન થઈ ગયા છે અને તેમણે વરસાદ માટે દેડકા દેડકીના લગ્ન કરાવ્યાં હતા તે હવે ભારે વરસાદના પગલે તોડી નાખ્યા છે. લોકો વરસાદથી બચવા માટે અંધવિશ્વાસ અને પૂજાપાઠનો સહારો લઈ રહ્યાં છે. 

મધ્ય પ્રદેશમાં ભારે વરસાદથી લોકો ખુબ પરેશાન છે. નદીઓમાં ઘોડાપૂરા છે. ઘરમાં પાણી પહોંચી ગયા છે. વરસાદથી બચવા માટે લોકો આસ્થાનો સહારો લઈ રહ્યાં છે. ભોપાલના ઈન્દ્રપુરીમાં પહેલા તો લોકોએ સારા ચોમાસા માટે માટીના દેડકા દેડકીના લગ્ન કરાવ્યાં પરંતુ હવે વરસાદથી પરેશાન થઈને આ દેડકા દેડકીને વિધિપૂર્વક અલગ પણ કરી દીધા. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ અને પ્રદેશના અન્ય બીજા શહેરોમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેનાથી લોકોને રાહત નથી. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આ વખતે ચોમાસાએ છેલ્લા 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ચોમાસા અંગે અનેક ચોંકાવિારી વાતો પણ સામે આવી છે. હંમેશા દક્ષિણમાં રહેતો શિયર ઝોન પહેલીવાર પ્રદેશ ઉપર છે. આથી આ દરમિયાન લોકોએ અને પ્રશાસને સતર્ક રહેવું પડશે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ પણ સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે આ વિસ્તારોમાં પાણી ભરાવવાનું જોખમ સૌથી વધુ રહેતું હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news